Truecaller હવે WhatsApp કૉલ અને મેસેજમાં પણ સ્પામ અંગે કરશે જાણ

By Gizbot Bureau
|

ભારતમાં વધતા જતા ડિજીટલાઈઝેશનની સાથે સાથે ઓનલાઈન ફ્રોડ પણ વધી રહ્યા છે. સ્કેમર્સ કૉલ, મેસેજથી લઈને હવે તો ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ્સ દ્વારા લોકોને છેતરી રહ્યા છે. વ્હોટ્સ એપ એવી ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ છે, જેનો ઉપયોગ ફ્રોડ માટે સૌથી વધારે થઈ રહ્યો છે. મેટાની માલિકીની આ એપના માત્ર ભારતમાં જ 5 કરોડ કરતા વધારે યુઝર્સ છે. એટલે સ્કેમર્સ માટે અહીં અગણિત વિકલ્પો છે. આ બધા જ યુઝર્સની સલામતી માટે વ્હોટ્સ એપ નવા નવા સિક્યોરિટી ફીચર્સ રજૂ કરતી રહે છે. હવે વ્હોટ્સ એપ પોતાના યુઝ્સને સ્કેમથી બચાવવા માટે ટ્રુ કોલર સાથે પાર્ટનરશિપ કરી છે. ટ્રુ કોલર અને વ્હોટ્સ એપ ભેગા થઈને વ્હોટ્સ એપ પર સ્પામ મેસેજની ઓળખ કરવામાં, તેને બ્લોક કરવામાં મદદ કરશે.

Truecaller હવે WhatsApp કૉલ અને મેસેજમાં પણ સ્પામ અંગે કરશે જાણ

કોલર આઈડી અને સ્પેમ બ્લોકિંગ સોફ્ટવેર Truecaller યુઝર્સને ઈન્ટરનેટ પર શક્ય એવા સ્પામ કોલ્સને ઓળખવામાં મદદ કરવા માટે વ્હોટ્સ એપ અને અન્ય મેસેજિંગ એપ પર પોતાની કૉલર આઈડી સર્વિસ શરૂ કરવા માટે આયોજન કરી રહ્યું છે. ટ્રુ કૉલરના મુખ્ય કાર્યકારી અધિકારી એલન મમેદીએ રોયટર્સને આપેલી માહિતીમાં કહ્યું છે કે આ ફીચર હાલ બીટા સ્ટેજમાં છે, મે મહિનામાં તેને ગ્લોબલ લેવલ પર લોન્ચ કરવામાં આવશે.

આઈડેન્ટિફિકેશન ફીચર થશે લોન્ચ

રિપોર્ટ મુજબ ટ્રુ કૉલર મે મહિનામાં વ્હોટ્સ એપ અને અન્ય મેસેજિંગ એપ્સમાં કૉલર આઈડેન્ટિફિકેશન ફીચર લોન્ચ કરવાનું આયોજન કરી રહી છે. આ ફીચર યુઝ્સને સ્પામ મેસેજ ઓળખવામાં અને તેને બ્લોક કરવામાં મદદ કરશે. જેને કારણે હવે યુઝર્સને વ્હોટ્સ એપ પર આવતા એડવર્ટાઈઝિંગ મેસેજથી પણ છૂટકારો મળશે.

ટ્રુ કૉલરના કો ફાઉન્ડર અને સીઈઓ એલન મમેદીએ કહ્યું કે ભારત જેવા દેશમાં સ્પામ કોલ મોટી સમસ્યા છે. અહીં યુઝ્સને દર મહિને લગભગ 20 કરતા વધારે વણજોઈતા કૉલ આવે છે. તેમણે કહ્યું કે ટ્રુ કૉલર રિલાયન્સ જીયો અને એરટેલ જેવા ટેલિકોમ ઓપરેટર સાથે મળીને એક એવા ઉકેલ પર કામ કરી રહ્યું છે, જેને કારણએ ભારતીય દૂરસંચાર નિયામક ટ્રાઈની સલાહ મુજબ આ નેટવર્કના યુઝર્સને આવતા ટેલિમાર્કેટિંગ કૉલ્સને ફિલ્ટર કરી શકે. આ ટૂલમાં AIનો ઉપયોગ કરવામાં આવશે.

બોગસ કોલ્સ બ્લોક કરવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ફિલ્ટરનો ઉપયોગ કરો.

TrueCallerના 2021ના રિપોર્ટ મુજબ ભારત એવા દેશોમાંનો એક છે, જ્યાં યુઝર્સને મોટી સંખ્યામાં રોજેરોજ ટેલિમાર્કેટિંગ અને સ્કેમિંગ કોલ્સ આવે છે. દરેક યુઝ્સને મહિને સરેરાશ આવા 17 કોલ્સ આવે છે. આ સમસ્યાથી રાહત મેળવવા માટે ટ્રાઈએ જીયો અને એરટેલ જેવા સર્વિસ પ્રોવાઈડર્સને આવા વણજોઈતા કોલ્સને બ્લોક કરવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ફિલ્ટરનો ઉપયોગ કરવાની સલાહ આપી છે.

Best Mobiles in India

English summary
Truecaller will launch new feature to block spam calls and messages on WhatsApp

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X