ટ્રિનિટી 5 ઇંચ એન્ડ્રોઇડ સ્માર્ટફોન વિન્ડો પીસી જેમ કામ કરશે

By: anuj prajapati

આજે સ્માર્ટફોન કોમ્પ્યુટર કરી શકે તેવા મોટા ભાગના કામ સરળતાથી કરી શકે છે. પરંતુ એવા કેટલાક કામ છે જેના માટે યુઝર કોમ્પ્યુટર નો ઉપયોગ કરે છે. હવે જો કોઈ એવી ડિવાઈઝ હોય જે સ્માર્ટફોન અને કોમ્પ્યુટર બંને કામ કરી શકે તો કેટલું સારું રહે.

ટ્રિનિટી 5 ઇંચ એન્ડ્રોઇડ સ્માર્ટફોન વિન્ડો પીસી જેમ કામ કરશે

શેન લેવિસ એક નવો આઈડિયા લઈને આવ્યા છે. આ ડિવાઈઝનું નામ ટ્રિનિટી રન છે, જે એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે અને વિન્ડો પીસી જેવા ફંક્શન ધરાવે છે. હવે તે ક્રાઉડફંડ ઈચ્છે છે જેની મદદથી તેઓ આ ડિવાઈઝ ડિસેમ્બર સુધીમાં શિપમેન્ટ કરી શકે.

ડિઝાઇન

ડિઝાઇન

આ ડિવાઈઝની ડિઝાઇન દેખાવમાં એટલી બધી આકર્ષક નથી. આ ડિવાઈઝ માર્કેટમાં ઉપલબ્ધ બીજા સ્માર્ટફોન સરખામણીમાં ખુબ જ જાડી છે. આ સ્માર્ટફોન 17.5 એમએમ જેટલી થીક્નેસ ધરાવે છે.

આ પ્રોજેક્ટ પૂરો થતા તે 19 એમએમ સુધી પણ પહોંચી શકે છે. આ એન્ટી લેવલ ડિવાઈઝ 5 ઇંચ ડિસ્પ્લે 800*480 પિક્સલ ટચ સ્ક્રીન ધરાવે છે.

ફીચર

ફીચર

આ ડિવાઈઝ ડ્યુઅલ બુટ મોડલ સાથે આવશે ટ્રિનિટીમાં એન્ડ્રોઇડ અને વિન્ડો 10 ઓપરેટિંગ સિસ્ટમ માટે અલગ અલગ હાર્ડવેર આવશે. આ ડિવાઈઝ તમને બંને ઓપરેટિંગ સિસ્ટમ એક સાથે ચલાવવાની આઝાદી આપશે.

આ ડિવાઈઝ ફુલ સાઈઝ યુએસબી અને પોર્ટ સાથે આવશે. જેમાં તમને કીબોર્ડ, ડિસ્પ્લે અને બીજી એસેસરી પ્લગ ઈન કરી શકો છો. રસપ્રદ વાત છે કે તમને 2 અલગ અલગ ડિસ્પ્લે એક સાથે પ્લગ ઈન કરી શકો છો. એક જ સમયે એન્ડ્રોઇડ અને વિન્ડોઝ ડિસ્પ્લે પ્લગ ઈન કરી શકો છો.

આ ડિવાઈઝમાં વિન્ડો સપોર્ટ માટે ઇન્ટેલ પ્રોસેસર આપવામાં આવ્યું છે. જેમાં 4 જીબી રેમ અને 128 જીબી ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. જયારે એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ માટે એઆરએમ પ્રોસેસર, 2 જીબી રેમ અને માઇક્રો એસડી કાર્ડ સપોર્ટ આપવામાં આવ્યું છે. આ ડિવાઈઝનું બેઝિક વર્ઝન 13 મેગાપિક્સલ કેમેરા સપોર્ટ સાથે આપવામાં આવ્યું છે.

એન્ડ્રોઇડ પે, બેંક ઓફ અમેરિકા અને બીજી બેન્કિંગ એપમાં કામ કરશે

ક્યારે ઉપલબ્ધ થશે

ક્યારે ઉપલબ્ધ થશે

એન્ટી લેવલ મોડલ ટ્રિનિટી ડિવાઈઝની કિંમત $699 રાખવામાં આવી છે. જયારે એડવાન્સ મોડલ ટ્રિનિટી ટર્બો ડિવાઈઝની કિંમત $869 રાખવામાં આવી છે. જેમાં પેન્ટિયમ પ્રોસેસર, 4 જીબી રેમ અને 128 જીબી ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે.

હવે જો તમે વધારે ઉંચુ મોડલ ખરીદવા માંગો છો, તો તમે ટ્રિનિટી અલ્ટીમેટ મોડલ પસંદ કરી શકો છો. જેની કિંમત $959 રાખવામાં આવી છે. જેમાં તમને પેન્ટિયમ પ્રોસેસર, 8 જીબી રેમ અને 256 જીબી ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે.

English summary
Shane Lewis has come up with a unique idea where a device named as Trinity runs Android Operating System and also functions as a Windows PC. One should not confuse this device with the dual-boot model. He wants everyone to crowdfund this idea so that he can start with the shipping process by the end of 2017.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot