Just In
- 585 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 586 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 587 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 587 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
1 ડિસેમ્બર પછી નહીં મળે OTP, TRAIએ Jio, Airtel, Viને આપી સૂચના
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા TRAI એ ટેલિકોમ ઓપરેટર્સને રાહત આપતા વધુ એક મહિનાનો સમય આપ્યો છે. મળતી માહિતી પ્રમાણે ટેલિકોમ કંપનીઓએ એક નવેમ્બરથી યુઝર્સને મોકલાતા બધા જ કમર્શિયલ મેસેજ ટ્રેસ કરવાના હતા, જેથી યુઝર્સને મેસેજમાં કોઈ પણ પ્રકારની ફિશિંગ લિંક ન મળે. તેમાં વન ટાઈમ પાસવર્ડ પણ સામેલ છે. પરંતુ હવે સામે આવેલી માહિતી પ્રમાણે ટ્રાઈ ત્રણેય ટેલિકોમ ઓપરેટર્સને વધુ એક મહિનાનો સમય આપી શકે છે. સરકારે આ પગલું સ્પામ અને ફિશિંગ જેવી એક્ટિવિટીઝ રોકવા માટે ઉઠાવ્યું છે.

1 ડિસેમ્બરથી લાગુ થશે નવા નિયમ
ટ્રાઈએ જાહેર કરેલી નવી ડેડલાઈન પ્રમાણે ટ્રેસેબિલિટી મેન્ડેટ દ્વારા મેસેજ કન્ફર્મ ન થવાની સ્થિતિમાં તેમને 1 ડિસેમ્બરથી બ્લોક કરી દેવામાં આવશે, જે ડેડલાઈન પહેલા 1 નવેમ્બરની હતી.
દેશના મુખ્ય ટેલિકોમ ઓપરેટર્સ એરટેલ, વોડાફોન આઈડિયા અને રિલાયન્સ જીયોએ ટ્રેસેબિલિટી નિયમોનું પાન ન કરનાર મેસેજને બ્લોક કરવાથી યુઝર્સને થનારી અસર વિશે ટ્રાઈને જણાવ્યું હતું. તેમનું કહેવું છે કે બેન્કોની સાથે ટેલિમાર્કેટિંગ કંપનીઓ હાલ આના માટે તૈયાર નથી. તેમણે ટ્રાઈ પાસે વધુ સમય માગ્યો છે.
ટેલિકોમ કંપનીઓ રોજ આપસે વોર્નિંગ
જો કે એરટેલ, વીઆઈ અને રિલાયન્સ જીયો આ મામલે રોજ ચેતવણી આપી રહ્યા છે. આ પ્રોબ્લેમ્સ ઘટાડવા માટે ટ્રાઈએ કંપનીઓને સ્ટેજ બાય સ્ટેજ ઈમ્પિલમેન્ટેશન પ્રોસેસની પરવાનગી આપી છે. હવે ટેલિકોમ કંપનીઓ 30 નવેમ્બર સુધી બેન્ક, ટેલિકમાર્કેટિંગ કંપનીઓ અને બીજા બિઝનેસિઝને રોજ ચેતવણી આપશે. બાદમાં પણ ટ્રાઈના નવા નિયમોનું પાલન ન કરનાર મેસેજિસ 1 ડિસેમ્બરથી બેન કરી દેવાશે.
1 ઓક્ટોબરથી લાગુ થવાનો હતો નિયમ
સ્પામ લિંક વાળા મેસેજ અટકાવવાનો નિયમ પહેલા 1 ઓક્ટોબરથી લાગુ થવાનો હતો. પરંતુ ડેડલાઈન બદલીને પહેલા 1 નવેમ્બર અને હવે 1 ડિસેમ્બર કરી દેવાઈ છે. ટ્રાઈએ બીજી વખત કંપનીઝને સમય આપ્યો છે. ટેલિકોમ સેક્ટરમાં સ્પામ રોકવા માટે અને યુઝર્સની સિક્યોરિટી વધારવા માટે ટ્રાઈ સંસ્થાઓને બ્લેક લિસ્ટ કરવી, મોબાઈલ નંબર બંધ કરવાની સાથે સાથે નજર રાખવા ઉપરાંત ટેલિમાર્કેટિંગ કોલને બ્લોકેચેન આધારિત પ્લેટફોર્મ પર ટ્રાન્સફર કરવા જેવા નિર્ણય કરી રહી છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications