તમારી પાર્ક કરેલી કાર ને સ્માર્ટફોન ની મદદ થી શોધો

By Gizbot Bureau
|

શું તમે પણ હંમેશા શોપિંગ કોમ્પ્લેક્સ ની અંદર કઈ જગ્યા પર તમારી કાર પાર્ક કરી છે તે ભૂલી જાવ છો? ગુગલ મેપ્સ તમને તમારી પાર્ક કરેલી કાર કઈ જગ્યા પર છે તે જણાવી શકે છે અને તમને ત્યાં સુધી જવા માટે રસ્તો પણ બતાવે છે.

તમારી પાર્ક કરેલી કાર ને સ્માર્ટફોન ની મદદ થી શોધો

ગુગલ મેપ્સ ની અંદર તમારે તમે તમારા કાર ની લોકેશન ને પિન કરી શકો છો, અને ત્યાર પછી ગુગલ આસીટન્ટ ને પૂછી ને અથવા તે પિન પર ક્લિક અને નેવિગેશન ને સ્ટાર્ટ કરી શકો છો. અને આ વસ્તુ આઇઓએસ યુઝર્સ એપલ મેપ્સ ની અંદર પણ સરખી પદ્ધતિ ની મદદ થી કરી શકે છે. તો જાણીયે કે આ કઈ રીતે કામ કરે છે.

પૂર્વ જરૂરિયાતો

- ગુગલ એપ અને મેપ્સ નું લેટેસ્ટ અપડેટેડ વરઝ્ન

- એન્ડ્રોઇડ માર્શમેલો અથવા તેની કરતા ઉપર ના વેરિયન્ટ પર ચાલુ એન્ડ્રોઇડ, અને આઇઓએસ 10 અથવા તેના કરતા ઉપર નું ઓપરેટિંગ સિસ્ટમ

- ચાલુ કરેલ લોકેશન સર્વિસ

- ગુગલ આસિસ્ટન્ટ પાસે બધી જ જોઇએતી જરૂરિયાતો માટે પરવાનગી હોવી જોઈએ.

પાર્કિંગ લોકેશન સેવ કરો

પ્રથમ તમારે પાર્કિંગની જગ્યા બચાવવાની જરૂર પડશે. તમે પાર્ક કર્યા પછી, તમારા ફોન પર ગૂગલ મેપ્સ ખોલો અને નકશા પર વાદળી પિન દ્વારા રજૂ તમારા વર્તમાન સ્થાન પર ટેપ કરો. તેના પર ટેપ કરવાથી ત્રણ વિકલ્પો લાવવામાં આવશે, સેવ યોર પાર્કિંગ વિકલ્પ પસંદ કરો. અહીં તમે વધુ વિગતો જેવી કે પાર્કિંગ નંબર, પાર્કિંગના ફોટા અને વધુ ઉમેરી શકો છો.

અને તમે ગુગલ આસિસ્ટન્ટ ને જણાવી ને પણ તમારા પાર્કિંગ લોકેશન ને સેવ કરી શકો છો, તેના માટે તમારે ગુગલ ને એટલું જ કહેવા નું રહેશે કે 'રિમેમ્બર વેર આઈ હેવ પાર્કડ'.

પાર્કિંગ લોકેશન સુધી નેવિગેટ કરો

ગુગલ મેપ્સ ઓપન કરી અને સેવ્ડ પાર્કિંગ કાર્ડ્સ પર ટેપ કરો. ત્યાર પછી ડાઇરેક્શન બટન પર ક્લિક કરો અને ત્યાર પછી સ્ટાર્ટ બટન પર ક્લિક કરી અને નેવિગેશન ને શરૂ કરો. અને તમે ગુગલ આસિસ્ટન્ટ ને પણ પૂછી શકો છો અને ત્યાર પછી તે તમને તમારી કાર ની પાર્કિંગ લોકેશન બતાવશે.

Best Mobiles in India

Read more about:
English summary
Track Your Parked Car Using Your Smartphone: Here's How

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X