Just In
- 537 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 538 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 539 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 540 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
10,000થી ઓછી કિંમતમાં આ છે બેસ્ટ ટેબ્લેટ, જાણો બધી જ ડિટેઈલ્સ
જો તમે નવું ટેબલેટ ખરીદવાની તૈયારી કરી રહ્યા છો, અને તમારું બજેટ ઓછું છે તો ચિંતા ન કરશો. માત્ર 10,000નું બજેટ હશે, તો પણ તમે કેટલાક બેસ્ટ ટેબલેટ્સ ખરીદી શક્શો. એમેઝોન ઈ કોમર્સ સાઈટ પર 10 હજારથી ઓછી કિંમતમાં જાણીતી બ્રાન્ડ્ઝના ટેબ્લેટ્સ મળી રહ્યા છે. આ બ્રાન્ડ્ઝાં સેમસંગ, લીનોવો અને ઓનર સામેલ છે. જો તમે એક સાથે 10 હજાર નથી ખર્ચી શક્તા તો તમે EMIનો ઓપ્શન પણ પસંદ કરી શકો છો. અહીં જુઓ 10,000 રૂપિયાથી ઓછી કિંમતમાં મળનારા બેસ્ટ ટેબલેટ્સની લિસ્ટ અને મળનારા EMI ઓપ્શન્સ.

Lenovo Tab M9
Lenovo Tab M9ના આ ટેબલેટ પર 38 ટકા ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે, જે બાદ તેની કિંમત 9,999 રૂપિયા થાય છે. આ ટેબલેટ 3 જીબી રેમ અને 32 જીબી સ્ટોરેજ કેપેસિટી ધરાવે છે. જો તમે EMI દ્વારા આ ટેબલેટ ખીદવા ઈચ્છો છો તો માત્ર 485 રૂપિયાના ડાઉન પેમેન્ટ સાથે આ ટેબ ખરીદી શકો છો. ફીચર્સની વાત કરીએ તો આ ટેબમાં યુઝર્સને 9 ઈંચની HD IPS ડિસ્પ્લે મળે છે, જેનું રિઝોલ્યુશન 1340*800 પિક્સલ છે. આ ટેબ મીડિયાટેક હેલો જી80 પ્રોસેસરથી સજ્જ છે. આ ટેબમાં 8 મેગાપિક્સલનો રિયર કેમેરા મળે છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે આ ટેબમાં 2 મેગાપિક્સલ કેમેરા આપવામાં આવ્યો છે.
HONOR Pad X8
HONOR Pad X8 આ ટેબલેટ પર પણ એમેઝોન 57 ટકાનું જબરજસ્ત ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે, જે બાદ તેની કિંમત ઘટીને 8,999 રૂપિયા થઈ ગઈ છે. આ કિંમતમાં તમને 3 જીબી રેમ અને 32 જીબી સ્ટોરેજ વેરિયંટ મળશે. જો તમે EMI દ્વારા આ ટેબલેટ ખરીદવા ઈચ્છો છો, તો માત્ર 436 રૂપિયાના ડાઉન પેમેન્ટ સાથે આ ટેબલેટ ખરીદી શકો છો. ફીચર્સ જોઈએ તો આ ટેબલેટ 10.1 ઈંચની ડિસ્પ્લે ધરાવે છે. HONOR Pad X8 MediaTek MT 8786 8-core પ્રોસેસરથી લેસ છે. તેની બેટરી 5,100 mAhની છે, જે સિંગલ ચાર્જ પર 15 કલાક સુધી ચાલે છે.
Samsung Galaxy Tab A 8.0
Samsung Galaxy Tab A 8.0નું Wi-Fi + 4G વર્ઝન એમેઝોન પર 31 ટકા ડિસ્કાઉન્ટમાં 9,999 રૂપિયામાં મળી રહ્યું છે. આ ટેબમાં 2 જીબી રેમ અને 32 જીબી સ્ટોરેજ કેપેસિટી છે. આ ટેબલેટ પણ તમે ઈએમઆઈ પર ખરીદી શકો છો. જો તમારે ઈએમઆઈ કરાવવા છે, તો માત્ર 485 રૂપિયાનું ડાઉન પેમેન્ટ ભરવું પડશે. આ ટેબ માત્ર 8 ઈંચની ડિસ્પ્લે ધરાવે છે, જેનું રિઝોલ્યુશન 1280*800 મેગાપિક્સલ છે. આ ટેબ ક્વાલકોમ પ્રોસેસરથી સજ્જ છે. તેમાં 5,100 mAhની બેટરી આપવામાં આવી છે. ફોટોગ્રાફી માટે તેમાં 8 મેગાપિક્સલનો કેમેરા મળે છે, સાથે જ સેલ્ફી માટે 2 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા પણ આપવામાં આવ્યો છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications