Google Pixel 7Aથી લઈ Realme 11 સિરીઝ, આ સપ્તાહે થશે આ ફોન્સ લોન્ચ

By Gizbot Bureau
|

મે મહિનાનું બીજું અઠવાડિયું સ્માર્ટફોન લવર્સ માટે ખાસ સાબિત થવાનો છે. જો તમે પણ દમદાર ફીચર્સ અને આકર્ષક કેમેરા ફીચર્સ ધરાવતો નવો સ્માર્ટફોન લેવાનું વિચારી રહ્યા છો, તો આ અઠવાડિયે તમને નવા ઓપ્શન મળવાના છે. આ ગાળામાં સ્માર્ટફોન બનાવતી કંપનીઓ ઘણા નવા ફોન્સ માર્કેટમાં મૂકી રહી છે. આ કંપનીઓ લિસ્ટમાં ગૂગલ, રિયલમી, પોકો અને સોનીના સ્માર્ટફોન સામેલ છે. તમે આ નવા લોન્ચ થનારા સ્માર્ટફોન્સમાંથી પોતાના બજેટ પ્રમાણે નવો ફોન સિલેક્ટ કરી શકો છો.

Google Pixel 7Aથી લઈ Realme 11 સિરીઝ, આ સપ્તાહે થશે આ ફોન્સ લોન્ચ

આ ચાલુ અઠવાડિયામાં Google Pixel 7A પણ ભારતમાં લોન્ચ થવા જઈ રહ્યો છે, તો પોકો પોતાનો મિડ રેન્જ સ્માર્ટફોન Poco F5 લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ ઉપરાંત Sony Xperia 1 V અને Realme 11 પણ એન્ટ્રી કરવા તૈયાર છે. આ બધા જ સ્માર્ટફોન ચાલુ સપ્તાહમાં લોન્ચ થવાના છે. ચાલો જાણી લઈએ કે ફોન્સના સ્પેસિફિકેશન્સ શું છે, શા માટે તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે.

Google Pixel 7A અને Pixel Fold

ગૂગલ આ અઠવાડિયે પોતાના બે સ્માર્ટફોન Google Pixel 7a અને Google Pixel Fold રજૂ કરવા જઈ રહ્યું છે. Pixel 7aમાં યુઝર્સને કંપની 6.1 ઈંચની FHD+ ડિસ્પ્લે આપી શકે છે. આ ફોનમાં 64 મેગાપિક્સલનો મુખ્ય કેમેરા અ 18 વૉટ ચાર્જિંગ સપોર્ટ મળી શકે છે. તો Pixel Fold 7.6માં કમપની 7.6 ઈંચની ડિસ્પ્લે આપી શકે છે. જેમાં 5.8 ઈંચની કવર સ્ક્રીન પણ સામેલ હોવાની ચર્ચા છે.

Realme 11 સિરીઝ

10મી મેના રોજ Realme 11 સિરીઝ ચીનમાં લોન્ચ થઈ રહી છે. જેમાં Realme 11, Realme 11 Pro, Realme 11 Pro+ મોડેલ્સ સામેલ છે. Realme 11 Pro+ ટૉપ એન્ડ સ્માર્ટફોન હોઈ શકે છે, જે 200 મેગાપિક્સલના કેમેરા સાથે લોન્ચ થઈ શકે છે. આ ઉપરાંત આ સ્માર્ટફોનમાં 5000 mAhની બેટરી હશે, જે 100 Wના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે.

Sony Xperia 1V

સોની પણ પોતાનો નવો સ્માર્ટફોન Sony Xperia 1Vને આ અઠવાડિયામાં લોન્ચ કરવા જઈ રહી છે. જેમાં યુઝર્સને 4K ડિસ્પ્લે અને 120 હર્ટઝનો રિફ્રેશ રેટ મળશે. આ ઉપરાંત આ સ્માર્ટફોનમાં ફ્લેગશિપ પ્રોસેસર અને જબરજસ્ત કેમેરા સેટઅપ મળશે. રિપોર્ટ્ સમુજબ આ અપકમિંગ સ્માર્ટફોનમાં Qualcomm Snapdragon 8 Gen 2 પ્રોસેસર હશે.

Poco F5 સિરીઝ

હવે વાત કરીએ Poco F5 સિરીઝની, જેને કંપની 9મી મેના રોજ લોન્ચ કરી રહી છે. આ સિરીઝમાં પોકો Poco F5 અને Poco F5 Pro એમ બે સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે. આ મોડેલમાં સ્નેપડ્રેગન 7 પ્લસ જેન 2 ચિપસેટ હોઈ શકે છે. જેમાં યુઝર્સને 256 જીબી સુધીનું સ્ટોરેજ મળશે. તો Poco F5 Proમાં કંપની QHD+ ડિસ્પ્લે આપી શકે છે, જેમાં Snapdragon 8+ Gen 1 SoC સામેલ હોઈ શકે છે.

Huawei P60

Huawei પણ પોતાના નવા સ્માર્ટફોન Huawei P60 સિરીઝ પણ 9મી મેના રોજ લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ સિરીઝમાં Huawei P60, Huawei P60 Pro અને Huawei P60 Art એમ ત્રણ વેરિયંટ હોઈ શકે છે. આ ફોનમાં કંપની 120 Hzની OLED ડિસ્પ્લે સઆપી શકે છે. આ સિરીઝમાં Snapdragon 8+ Gen 1 SoC જોવા મળશે. જો કેમેરાની વાત કરીએ તો 48 મેગાપિક્સલનો મુખ્ય કેમેરા આ ફોનનું આકર્ષણ બની શકે છે.

Best Mobiles in India

English summary
Top smartphone launching in current week from Google Pixel 7A to Realme 11

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X