ભારતીય ટેલિકોમ સેક્ટરમાં થયેલા ટોપ વિલીનીકરણ અને હસ્તાંતરણ

By Anuj Prajapati
|

વિલીનીકરણ અને હસ્તાંતરણ ભારતીય ટેલિકોમ સેક્ટરમાં કોઈ જ નવી વાત નથી. પરંતુ ફરી એકવાર આ બાબત સમાચારોમાં છે. દેશનું બીજા અને ત્રીજા નંબરનું સર્વિસ પ્રોવાઇડર વોડાફોન અને આઈડિયા ઘ્વારા હાલમાં જ તેમના સાથે જોડાવવા માટેના પ્લાન રજુ કરવામાં આવ્યા છે.

ભારતીય ટેલિકોમ સેક્ટરમાં થયેલા ટોપ વિલીનીકરણ અને હસ્તાંતરણ

અહીં અમે ટેલિકોમ કંપનીઓ ઘ્વારા કરવામાં આવેલી દરેક નાની અને મોટી વિગતો પર નજર રાખી રહ્યા છે.

વોડાફોન અને હચ જોડાણ વર્ષ 2007

વોડાફોન અને હચ જોડાણ વર્ષ 2007

વોડાફોન અને હચ જોડાણ વર્ષ 2007 ટેલિકોમ સેક્ટરમાં થયેલી સૌથી મોટી ડીલ હતી. આ ડીલ ફેબ્રુઆરી વર્ષ 2007 દરમિયાન કરવામાં આવી હતી. કંપની ઘ્વારા હચનો 67 ટકા હિસ્સો ખરીદવામાં આવ્યો હતો. જેના ઘ્વારા વોડાફોન ભારતનું બીજા નંબરનું ટેલિકોમ સબસ્ક્રાઈબર બની ગયું.

આઈડિયા ઘ્વારા સ્પાઇસ 80 ટકા હિસ્સો ખરીદવામાં આવ્યો

આઈડિયા ઘ્વારા સ્પાઇસ 80 ટકા હિસ્સો ખરીદવામાં આવ્યો

આદિત્ય બિરલા ગ્રુપ આઈડિયા સેલ્યુલર ઘ્વારા બીકે મોદી સ્પાઇસ કોમ્યુનિકેશન 2700 કરોડ રૂપિયામાં લેવામાં આવ્યું હતું. તેઓ 80 ટકા કરતા પણ વધારે હિસ્સો ધરાવતા છે. આઈડિયા ઘ્વારા સ્પાઇસ કંપની જુલાઈ 2008 દરમિયાન ટેક ઓવર કરી લેવામાં આવી હતી.

વિન્ડોઝ 10 મોબાઈલ સિક્યોરિટીમાં આવી ગરબડ, જાણો આખો મામલો

ટેલિનોર ઘ્વારા યુનિટેક વાયરલેસ ખરીદવામાં આવ્યું

ટેલિનોર ઘ્વારા યુનિટેક વાયરલેસ ખરીદવામાં આવ્યું

નોર્વે માં આવેલી ઇન્ટરનૅશનલ સર્વિસ પ્રોવાઇડર ટેલિનોર ઘ્વારા યુનિટેક વાયરલેસ માં 49 ટકા જેટલો હિસ્સો લેવામાં આવ્યો. આ હિસ્સો તેમને 2380 કરોડમાં ખરીદ્યો હતો. કંપની ઘ્વારા આ હિસ્સો 60 ટકા સુધી વધારવામાં આવ્યો હતો. પરંતુ તેમના બંને ઘ્વારા લોન્ચ કરવામાં આવેલું આ વેન્ચર સુપ્રીમ કોર્ટ ઘ્વારા વર્ષ 2012 દરમિયાન લાયસન્સ કેન્સલ કરી દેવામાં આવ્યું.

ટેલિનોર ભારતીય માર્કેટમાં ટકી રહ્યું. તેમને કેટલાક સર્કલમાં લાયસન્સ પાછું મેળવ્યું અને યુનિટેક ના બહાર નીકળ્યા પછી તેમને આખો કંટ્રોલ લઇ લીધો. ટેલિનોર હાલમાં 100 ટકા હિસ્સો ધરાવે છે. કંપની યુનિનોરમાંથી એક નવી બ્રાન્ડ ટેલિનોર ઇન્ડિયા બનાવી ચૂક્યું છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રી અને ઈન્ફોટેલ જોડાણ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રી અને ઈન્ફોટેલ જોડાણ

મુકેશ અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ઘ્વારા ઈન્ફોટેલ બ્રોડબેન્ડ 95 ટકા હિસ્સો જૂન 2010 માં 4800 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો. તેઓ હાલમાં યુઝરને અનલિમિટેડ કોલ અને ડેટા ઓફર કરી રહ્યા છે. આ ઓફર 31 માર્ચ સુધી ચાલશે. રિલાયન્સ જિયો ઘ્વારા એન્ટ્રી લેવલ પ્લાન પણ બહાર પાડવામાં આવ્યા છે.

રિલાયન્સ કોમ્યુનિકેશન અને એરસેલ જોડાણ

રિલાયન્સ કોમ્યુનિકેશન અને એરસેલ જોડાણ

રિલાયન્સ કોમ્યુનિકેશન અને એરસેલ જોડાણ પણ ટેલિકોમ સેક્ટરની એક મોટી ડીલ ગણી શકાય છે. અનિલ અંબાણી અને એરસેલ જોડાણ રિલાયન્સ જિયો આવ્યા પછી થયું છે. જિયો સામે ટકી રહેવા અને બીજી કંપનીઓને ટક્કર આપવા માટે બંને કંપની સાથે આવી.

રિલાયન્સ કોમ્યુનિકેશન અને મેક્સિસ કોમ્યુનિકેશન બેરહ બંને કંપનીઓ એરસેલમાં 50 ટકા હિસ્સો ધરાવે છે. બંને કંપની ઘ્વારા કરવામાં આવેલું જોડાણ તેમને એક મોટું ટેલિકોમ સેક્ટર બનાવે છે.

વોડાફોન અને આઈડિયા જોડાણ

વોડાફોન અને આઈડિયા જોડાણ

વોડાફોન અને આઈડિયા જોડાણ ટેલિકોમ સેક્ટરમાં એક ખુબ જ મોટા સમાચાર છે. બંને કંપની ખુબ જ મોટો કસ્ટમર વર્ગ ધરાવે છે. બંને કંપની જોડાણ થઈને ભારતનું સૌથી વધુ 400 મિલિયન સબસ્કાયબર બનાવે છે. ભારતી એરટેલ 260 મિલિયન સબસ્કાયબર નેટવર્ક ધરાવે છે.

દેશના ત્રણ લીડીંગ મોબાઈલ ઓપેરટર એરટેલ, વોડાફોન અને આઈડિયા મુકેશ અંબાણી ઘ્વારા લોન્ચ કરવામાં આવેલા રિલાયન્સ જિયો અને ફ્રી ડેટા અને કોલિંગ સુવિધાને કારણે એકબીજા સાથે જોડાણ કરવા માટે આગળ આવ્યા છે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Most Read Articles
Best Mobiles in India

English summary
Country' s three leading mobile operators, Bharti Airtel, Vodafone and Idea, are under pressure due to the arrival of Mukesh Ambani led Reliance Jio, which has shaken up the market by offering free voice and data to customers

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more