Women's day gift: ઓછી કિંમતના આ સ્માર્ટફોન છે બેસ્ટ, ઘરની મહિલાઓને કરો ગિફ્ટ

By Gizbot Bureau
|

8 માર્ચ એટલે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ. આખા વિશ્વમાં આ દિવસની ઉજવણી કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમે તમારા પરિવારની મહિલાઓને કે પછી તમારી મહિલા મિત્રોને જો ગિફ્ટ આપવા ઈચ્છો છો, તો આ આર્ટિકલ તમારા કામનો છે. આ આર્ટિકલમાં અમે તમને કટેલાક ટ્રેન્ડિંગ સ્માર્ટફોન વિશે વાત કરીશું, જેને તમે એકદમ ઓછી કિંમતમાં શાનદાર ફીચર્સ સાથે ખરીદી શકો છો. આ ફોનમાં તમને દમદાર બેટરી પણ મળશે.

Women's day gift: ઓછી કિંમતના આ સ્માર્ટફોન છે બેસ્ટ

Samsung Galaxy M34 5G

Samsung Galaxy M34 5G ફોન આ લિસ્ટમાં સૌથી ઉપર છે. આ ફોન તમે એમેઝોન પરથી માત્ર 15,999 રૂપિયામાં ખરીદી શકો છો. સાથે જ જો તમે એક્સચેન્જ ઓફરનો લાભ લેશો, તો આ ફોનની કિંમત હજી ઘટી શકે છે. આ ફોનમાં તમને 6.5 ઈંચની સુપર AMOLED ડિસ્પ્લે મળે છે, 120 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ અને 1080 * 2040 પિક્સલ રિઝોલ્યુશન મળે છે. આ ઉપરાંત આ ફોનમાં 50 મેગાપિક્સલ, 8 મેગાપિક્સલ અને 2 મેગાપિક્સનલો ટ્રિપલ કેમેરા સેટઅપ મળે છે. જ્યારે સેલ્ફી માટે તેમાં 13 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા મળે છે. આ ફોનમાં 6000 mAhની દમદાર બેટરી છે.

Redmi 12 5G

તમે ગિફ્ટ આપવા માટે Redmi 12 5G પણ સિલેક્ટ કરી શકો છો, જેની કિંમત એમેઝોન પર 13,499 રૂપિયા છે. આ ઉપરાંત તેના પર એક્સચેન્જ ઓફર પણ મળી રહી છે. આ ફોનમાં સ્નેપડ્રેગન 4 જેન 2 પ્રોસેસર મળે છે, સાથે જ તેમાં 5000 mAhની દમદાર બેટરી છે.

Realme Narzo 60X 5G

Realme Narzo 60X 5G ફોન તમે એમેઝોન પરથી 12,499 રૂપિયામાં ખરીદી શકો છો. સાથે જ તેના પર 11,700 રૂપિયાનું એક્સચેન્જ બોનસ પણ મળે છે. આ ફોનમાં કેટલાક જબરજસ્ત ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ છે. સાથે જ તેમાં 5000 mAhની દમદાર બેટરી પણ છે.

Realme Narzo 60 5G

રિયલમીના આ ફોનની કિંમત એમેઝોન પર 17,999 રૂપિયા છે. જેમાં સુપર એમોલેડ ડિસ્પ્લેની સાથે 90 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ મળે છે. આ ફોન તમે વુમન્સ ડે પર ઘિફ્ટ કરી શકો છો. આ ફોનમાં પણ 5000 mAhની મોટી બેટરી છે.

Best Mobiles in India

English summary
Top Budget-Friendly Smartphone Gifts for Women's Day!

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X