Just In
- 495 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 496 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 497 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 498 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
આ છે 20,000થી ઓછી કિંમતમાં ટોપ 5 સ્માર્ટફોન, ફીચર્સ છે જબરજસ્ત
જો તમે નવો સ્માર્ટફોન લેવાનું આયોજન કરી રહ્યા છો, પરંતુ તમારું બજેટ 20,000થી ઓછું છે, તો આ આર્ટિકલ તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. કારણ કે અહીં અમે તમને ભારતીય માર્કેટમાં ઉપલબ્ધ એવા ટોપ 5 સ્માર્ટફોન અંગે વાત કરીશું, જેમાં તમને શાનદાર ડિસ્પ્લેથી લઈને જબરજસ્ત કેમેરા ફીચર્સ મળશે. સાથે જ આ સ્માર્ટફોન 5જીને પણ સપોર્ટ કરે છે. તો ચાલો જાણીએ કે 20,000થી ઓછી કિંમતમાં કયા સ્માર્ટફોન બેસ્ટ છે.

Redmi Note 12 5G
Redmi Note 12 મોબાઈલની કિંમત 16,999 રૂપિયાથી શરૂ થાય છે. આ ફોનમાં 5.57 ઈંચની HD+ AMOLED ડિસ્પ્લે અને Snapdragon 4 Gen 1 ચિપસેટ આવે છે. ફોટોગ્રાફી માટે આ સ્માર્ટફોનમાં 48 મેગાપિક્સલનો ટ્રિપલ રિયર કેમેરા અને 13 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે. આ ડિવાઈસ 5000 mAh બેટરી કેપેસિટી ધરાવે છે.
Moto G62
મોટોરોલાનો આ આકર્ષક સ્માર્ટફોન છે. આ ફોનની કિંમત પણ 16,999 રૂપિયા છે. સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો આ સ્માર્ટફોનમાં 6.55 ઈંચની ફૂલ એચડી પ્લસ LCD ડિસ્પ્લે મળે છે, સાથે જ આ સ્માર્ટફોન Snapdragon 695 ચિપસેટથી લેસ છે. મોટોરોલાનો આ સ્માર્ટફોન 50 મેગાપિક્સલનો ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ ધરાવે છે, અને તેમાં સેલ્ફી માટે ફ્રંટ સાઈટ 16 મેગાપિક્સલનો કેમેરા મળે છે. આ ઉપરાંત Moto G62માં 5000 mAhની બેટરી પણ છે, જેને 20 વૉટના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
Oppo A78 5G
Oppo ના આ મોબાઈલ ફોનની માર્કેટ પ્રાઈસ 18,999 રૂપિયા છે. જેમાં તમને 6.56 ઈંચની HD+ LCD ડિસ્પ્લે મળે છે. આ સ્માર્ટફોન MediaTek Dimensity 700 ચિપસેટ અને 50 મેગાપિક્સલનો ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ ધરાવે છે. સાથે જ ફ્રંટ સાઈડ સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે આ ફોનમાં 8 મેગાપિક્સલનો કેમેરા આપવામાં આવ્યો છે. Oppo A78 5G 33 વૉટના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે, સાથે જ તેમાં 5,000 mAhની દમદાર બેટરી પણ આપવામાં આવી છે.
OnePlus Nord CE 3 Lite 5G
આ સૌથી આકર્ષક સ્માર્ટફોન છે. જો તમે વન પ્લસ વાપરવાના શોખીન છો, પરંતુ તમારું બજેટ વધારે નથી તો OnePlus Nord CE 3 Lite 5G તમારા માટે ગિફ્ટ સમાન છે. 6.72 ઈંચની Full HD+ IPS LCD ડિસ્પ્લે ધરાવતા આ સ્માર્ટફોનની કિંમત માત્ર 19,999 રૂપિયા છે. OnePlus Nord CE 3 Lite 5G Snapdragon 695 પ્રોસેસર અને 67 વૉટના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. સાથે જ તેમાં 5000 mAh ની બેટરી પણ આપવામાં આવે છે. આ હેન્ડસેટ 108 મેગાપિક્સલના ટ્રિપલ રિયર કેમેરા સેટઅપથી સજ્જ છે, જ્યારે ફ્રંટ સાઈડ 16 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા મળે છે.
Lava Agni 2
ભારતીય સ્માર્ટફોન બ્રાંડ લાવાનો આ લેટેસ્ટ સ્માર્ટફોન છે. જેની કિંમત 19,999 રૂપિયા છે. Lava Agni 2માં 6.78 ઈંચની FHD+ કર્વ્ડ AMOLED ડિસ્પ્લે મળે છે. જેનો રિફ્રેશ રેટ 120 Hz છે. પાવર માટે આ મોબાઈલ ફોનમાં MediaTek Dimensity 7050 પ્રોસેસર અને 4700 mAh બેટરી આપવામાં આવી છે. જે 66 વૉટના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. Lava Agni 2 50 મેગાપિક્સલનો ક્વૉડ રિયર કેમેરા સેટઅપ ધરાવે છે, જેની થે 16 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા પણ છે. આ ડિવાઈસ 24મેથી અવેલેબલ થઈ રહ્યો છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications