Just In
કમ્પ્યુટર-કોન્સોલ માટે આ છે 2023માં લોન્ચ થનારી Most awaited games
ભારતમાં પણ ગેમિંગ માર્કેટ ઝડપથી વિસ્તરી રહ્યું છે. લગભગ દરેક કંપની આ વહેતી ગંગામાં હાથ ધોવા માટે તૈયાર છે. હજી કેટલાક દિવસ પહેલા જ જીયો એ પોતાનું ગેમિંગ ક્લાઉડ પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે, તો એમેઝોને પણ ચૂપપાચ પ્રાઈમ ગેમિંગ સર્વિસ લોન્ચ કરીને ગેમિંગ માર્કેટમાં પોતાની હાજરી નોંધાવી દીધી છે. મોબાઈલ હોય કે કમ્પ્યુટર કે પછી ગેમિંગ કોન્સોલ દરેકના યુઝર્સ ગેમિંગને લઈને ઉત્સાહિત હોય છે. ત્યારે હવે આગામી વર્ષે એટલે કે 2023માં કઈ નવી ગેમ્સ આવવાની છે, તેના પર પણ પ્લેયર્સ નજર રાખીને બેઠા છે. એવામાં અમે તમારા માટે એવી ગેમ્સનું લિસ્ટ લઈને આવ્યા છીએ, જેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે અને આ ગેમ્સ 2023માં લોન્ચ થવાની છે.

Marvel s Spider Man 2
Insomniac આગામી વર્ષે સ્પાઈડર મેન 2 ગેમ લોન્ચ કરવા જઈ રહી છે, જેમાં યુઝર્સને પીટર પાર્કર અને માઈલ્સ મોરલ્સના કેરેક્ટર્સ રમવા માટે મળશે. આ બંને કેરેક્ટર્સ વેનમ અને ગેમના બીજા વિલન્સ સામે દુનિયાને બચાવવાની જંગ લડશે. મળતી માહિતી મુજબ કંપની આ ગેમને 2023ના સપ્ટેમ્બર મહિનામાં લોન્ચ કરી શકે છે.
Hogwarts Legacy
હેરી પોર્ટરના ફેન્સ માટે તો હોગવર્ટ્સ નામ જ રૂંવાડા ઉભા કરવા પૂરતું છે. હેરી પોર્ટરના ફેન્સ હોગવર્ટ્સ લેગસી ગેમની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હોગવર્ટ્સ લેગસી એ વોર્નર બ્રધર્સની એક નવી ગેમ છે. આ ગેમમાં એક ઓપન-વર્લ્ડ ટાઇટલ હશે જેમાં જાદુ, જાનવરો અને હેરી પોટર તેમજ ફેન્ટાસ્ટિક બીસ્ટ્સની દુનિયાના કેટલાક પરિચિત પાત્રો હશે. હોગવર્ટ્ઝ લેગસી ગેમ 10 ફેબ્રુઆરી, 2023ના રોજ લોન્ચ થશે.
Assassin s Creed Mirage
છેલ્લી 2-3 ગેમ્સથી Assassin s Creedની ફ્રેન્ચાઈઝીમાં પરિવર્ટન આવી રહ્યું છે. જો કે Ubisoft પોતાની આગામી ગેમ Assassin s Creed Mirageમાં સ્ટોરી ટેલિંગ પર ફોકસ કરીને ફરી ગેમ્સના મૂળ તરફ પાછા ફરવા માટે પ્રયત્ન કરી રહ્યું છે. યુબીસોફ્ટની આ ગેમ 9મી સદીના બગદાદની સ્થિતિ પર આધારિત છે. આ ગેમ 2023ના મધ્યભાગમાં રિલીઝ થવાની શક્યતા છે.
Horizon: Call of the Mountain
હોરિઝોન ફ્રેન્ચાઈઝીની આગામી ગેમ કોલ ઓફ ધી માઉન્ટેઈન 22 ફેબ્રુઆરી 2023ના રોજ લોન્ચ થવાની છે. આ ગેમ PSVR 2માં જ રમી શકાશે. આ ગેમિંગ કોન્સોલ પણ ફેબ્રુઆરી 2023માં જ લોન્ચ થવાનું છે.
Resident Evil 4 Remake
અત્યાર સુધી આપણે કેટલીક નવી ગેમ્સની, કેટલીક ગેમ્સની સિક્વલની વાત કરી. પરંતુ, ફિલ્મોની જેમ હવે ગેમ્સમાં પણ રિમેકની એન્ટ્રી થઈ રહી છે. રેસિડેન્ડ એવિટ 4 રિમેક નામની ગેમ 24 માર્ચ 2023ના રોજ લોન્ચ થવાની છે. આ હોરર સર્વાઈવલ ગેમ અત્યાર સુધીની મોસ્ટ અવેઈટેડ ગેમ છે.
જો તમને પણ ગેમિંગમાં રસ છે, તો આ બધી ગેમ્સ આગામી વર્ષે તમારા માટે નવો રોમાંચ લઈને આવી રહી છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470