ટ્વિટર ના 5 હિડન ફીચર જે તમારે જાણવા જોઈએ

ટ્વિટર એક એવું સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ છે, જેને આજે સમાચારની દુનિયા જ બદલી નાખી છે.

By Anuj Prajapati
|

ટ્વિટર એક એવું સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ છે, જેને આજે સમાચારની દુનિયા જ બદલી નાખી છે. આ પ્લેટફોર્મ તેના 140 કેરેક્ટર લિમિટ આજે પણ બદલી નથી. કંપની ઘ્વારા તેમના પ્લેટફોર્મ પર ઘણા બીજા પણ ફીચર ઉમેરવામાં આવ્યા છે. જે તમને બેસ્ટ ટ્વિટર અનુભવ આપે છે.

ટ્વિટર ના 5 હિડન ફીચર જે તમારે જાણવા જોઈએ

આજે અમે તમને ટ્વિટર ના 5 એવા હિડન ફીચર વિશે જણાવવા જઈ રહ્યા છે, જે તમારો સોશ્યિલ મીડિયા અનુભવ ચોક્કસ વધારી દેશે.

નાઈટ મોડ

નાઈટ મોડ

ટ્વિટર ઘ્વારા એપમાં નાઈટ મોડ લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફીચર મોબાઈલ એપને ડાર્ક બેકગ્રાઉન્ડમાં રી-સ્કિન કરે છે અને ઓછી લાઈટમાં પણ તમે ફીડ સરળતાથી સ્કેન કરી શકો છો.

નાઈટ મોડ એક્ટિવેટ કરવા માટે ટોપ લેફ્ટ કોર્નરના પ્રોફાઈલ પિક્ચરને ટેપ કરો અને ત્યાં તમને નાઈટ મોડ ઓપશન આપવામાં આવશે તેને ઓન કરો.

લિસ્ટ બનાવો

લિસ્ટ બનાવો

ટ્વિટર ઘ્વારા આપવામાં આવેલું બેસ્ટ ફીચર લિસ્ટ છે. જેમાં તમે તમારા ફોલોવરને બરાબર ગોઠવી શકો છો. આ લિસ્ટ તમારા ટ્વિટર અનુભવને ખુબ જ સારો બનાવે છે. લિસ્ટ બનાવવા માટે તમારા પ્રોફાઈલ પેજ પર જાઓ અને જમણી બાજુ આપવામાં આવેલા ત્રણ વર્ટિકલ ડોટને ટેપ કરો. વ્યુ લિસ્ટ ઓપશન પસંદ કરો. જો તમારી પાસે કોઈ લિસ્ટ ના હોય તો તેને જમણી બાજુ આપવામાં આવેલા ઓપશનથી બનાવી શકો છો.

એન્ડ્રોઇડ ગેલેરી માંથી કોઈ પણ આલબમ ને ફાઈલ મેનેજર ની મદદ થી હાઇડ કરોએન્ડ્રોઇડ ગેલેરી માંથી કોઈ પણ આલબમ ને ફાઈલ મેનેજર ની મદદ થી હાઇડ કરો

લોકોને ફોટોમાં ટેગ કરો

લોકોને ફોટોમાં ટેગ કરો

ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામની જેમ ટ્વિટર પણ તમને ફોટોમાં 10 લોકોને ટેગ કરવાની મંજૂરી આપે છે. તમારે તમારી ટવિટમાં ફોટો અપલોડ કરવાનો રહેશે. ફોટો અપલોડ થયા પછી નીચે તમને વધુમાં વધુ 10 લોકોને ટેગ કરવાની વિકલ્પ આપવામાં આવશે.

તમે કોઈ ઇવેન્ટ કે ફંક્શનમાં ગયા હોવ ત્યારે તમે ત્યાં લીધેલા ફોટોમાં તેમને ટેગ કરી શકો છો. ફોટો હવે 140 કેરેક્ટર લિમિટમાં આવતો નથી.

ફોટો કોલેજ કરો

ફોટો કોલેજ કરો

તમે ટ્વિટરમાં પણ કોલેજ કરી શકો છો. આ ફીચર મોબાઈલ અને ડેસ્કટોપ બંનેમાં આપવામાં આવ્યા છે. તેના માટે તમારે હોમ સ્ક્રીનમાં જમણી બાજુ આપવામાં આવેલા કમ્પોઝ બટન પર ક્લિક કરવી રહેશે.

હવે એડ ફોટા પર ક્લિક કરો. ત્યારપછી જે પણ ફોટોનો તમે કોલેજ બનાવવા માંગતા હોવ તે ફોટો અપલોડ કરો. એકવાર ફોટો અપલોડ થઇ જાય પછી એડ મોર ઓપશન પર ક્લિક કરો. ફોટો એડ થઇ ગયા પછી ટવિટ પર ક્લિક કરો.

કમેન્ટ સાથે રી-ટવિટ

કમેન્ટ સાથે રી-ટવિટ

હવે તમે તમારી પસંદની ટવિટ પર તમારો અભિપ્રાય પણ આપી શકો છો. તેના માટે રી-ટવિટ ઓપશન પસંદ કરો અને ત્યાં કવોટ ટવિટ ઓપશન પસંદ કરો.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Best Mobiles in India

English summary
Twitter is one of the social networks that has changed the way we consume the news. While the main soul of the site, which is 140 limit didn't change all these years, the company has added some other feature to enhance the user experience.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X