BGMI પર મૂકાયો પ્રતિબંધ,ચિંતા ન કરો, આ ગેમ્સ પણ છે એક્સાઈટિંગ

By Gizbot Bureau
|

ભૂતકાળમાં PubG તરીકે પ્રતિબંધિત થયેલી અને હાલ BGMI તરીકે ઓળખાતી ગેમ Google Play Store અને App Store પરથી હટાવી લેવામાં આવી છે. જો તમે BGMI ગેમર છો તો આ સમાચારથી તમને ઝટકો જરૂર લાગ્યો હશે. પરંતુ ખાસ ચિંતા કરવાની જરૂર નથી. અમે તમારા માટે BGMI ગેમના વિકલ્પ પણ લાવ્યા છીએ. આ લિસ્ટમાં Free Fire Max, Apex Legends સહિતની ગેમ સેલ છે.

BGMI પર મૂકાયો પ્રતિબંધ,ચિંતા ન કરો, આ ગેમ્સ પણ છે એક્સાઈટિંગ

ભારતમાં ગેમર્સ દ્વારા તેમના માતાપિતાની હત્યા જેવા આંચકાજનક બનાવો બન્યા બાદ BGMI ગેમ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ભારત સરકારે BGMI ગેમના પબ્લિશર્સ Krafton કંપનીને નોટિસ આપીને Google Play Story અને App Store પરથી ગેમ હટાવી લેવા કહ્યું છે. પરંતુ જો તમારે હજી પણ આવી જ બેટલ રોયલ ગેમ્સ રમવી હોય, તો તમારી પાસે BGMIના વિકલ્પો હાજરાહજૂર છે.

Free Fire Max

Garena Free Fire max એ પણ ટોચની બેટલ રોયલ ગેમ્સમાં સામેલ છે. BGMIના સૌ પ્રથમ વિકલ્પ તરીકે જો કોઈ ગેમનું નામ આવે તો તે Free Fire Max છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં Free Fire પણ પ્રતિબંધિત છે. પરંતુ ગેમર્સ તેનું મેક્સ વર્ઝન રમી શકે છે. BGMI અને Free Fire Max વચ્ચે ઘણી સમાનતાઓ છે. જેને કારણે યુઝ્સને ગેમ્સ સ્વીચ કરવામાં ખાસ મુશ્કેલી નહીં પડે.

New State Mobile

જો તમે ગેમર છો તો તમે PUBG New State Mobile ગેમ પણ ટ્રાય કરી શકો છો. Krafton કંપનીની દ્વારા જ આ ગેમ લોન્ચ કરવામાં આવી છે. ભારતમાં PubG Mobile ગેમ પ્રતિબંધિત થયા પછી સાઉથ કોરિયન ગેમ કંપની દ્વારા New State Mobile નામની ગેમ લોન્ચ કરવામાં આવી હતી. New State Mobile અને battlegrounds Mobile India વચ્ચે પણ ખૂબ જ સમાનતાઓ છે.

Apex Legends

ભારતમાં જ્યારે Google Play Store અને App Store પર લોન્ચ થઈ ત્યારે તેની ખૂબ જ ચર્ચા હતી. BGMIની જેમ જ Apex Legends પણ બેટલ રોયલ ગેમ છે. જેમાં BGMIની જેમ જ ગેમર્સ ભેગા થઈને ટીમ બનાવીને રમે છે. આ ગેમ મલ્ટીપ્લેયર ગેમની નેક્સ્ટ ઈવોલ્યુશન તરીકે પણ ઓળખાય છે. Apex Legends ગેમમાં ગ્રાફિક્સ અને ઓવરઓલ એક્સપિરીયન્સ પણ ખૂબ જ સારો છે.

Call Of Duty: Mobile

Call of Duty:Mobile પણ BGMI ગેમનો એક સારો વિકલ્પ છે. આ ગેમના કેરેક્ટર્સ અને લૂટ તેની યુએસપી છે. Call of Dutyમાં Team Deatchmatch, Domination, Kill Confirmed જેવા મલ્ટીપ્લેયર મોડ્સ છે, જેને કારણે આ ગેમ પણ BGMIના વિકલ્પ તરીકે સફળ સાબિત થઈ શકે છે. BGMI જેમ જ આમાં એક સાથે 100 પ્લેયર ગેમ રમે છે તો તેમાં શિપમેન્ટ, રેઈડ, સેન્ડઓફ જેવા સમાન ફીચર્સ પણ છે.

Modern Combat 5

BGMI ગેમનો સૌથી મોટો વિકલ્પ Modern Combat 5 છે. આ ફર્સ્ટ પર્સન શૂટર ગેમ કે FPS તરીકે આ ગેમનો એક્સપિરીયન્સ ખાસ છે. આ ગેમના ગ્રાફિક્સ હાઈ ક્વોલિટીના છે, સાથે જ હાઈપાવર્ડ ગેમ્સ, વેપન્સ અ ઈન્ટેન્સ મલ્ટીલેયર એક્શન આ ગેમને BGMIનો સારો ઓપ્શન બનાવે છે.

Best Mobiles in India

Read more about:
English summary
Top 5 BGMI alternative games to play in India

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X