Just In
- 492 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 494 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 495 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 495 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
આ છે બેસ્ટ 5 મલ્ટીટાસ્કિંગ લેપટોપ, જેની કિંમત પણ છે 35 હજાર કરતા ઓછી
જો તમે સ્ટુડન્ટ છો, હાઉસવાઈફ છો કે પછી પ્રોફેશનલ છો, હવે લેપટોપની જરૂર દરેક વ્યક્તિને પડે જ છે. નાના મોટા ફ્રીલાન્સ કામ કે પછી ઓફિસ મીટિંગ અને પ્રેઝન્ટેશન માટે લેપટોપ જરૂરી છે. એમાંય યુટ્યુબ, પોડકાસ્ટ અને સોશિયલ મીડિયાના વધી રહેલા ઉપયોગ માટે લેપટોપ તમને દરેક ઘરમાં જોવા મળશે જ. એટલે હવે લેપટોપ બનાવતી કંપનીઝ દરેક રેન્જના લેપટોપ બનાવે છે, પછી તે ગેમિંગ હોય, વીડિયો એડિટિંગ હોય કે પછી મલ્ટીટાસ્કિંગ કામ હોય.
આજે અમે આ આર્ટિકલમાં તમને એવા પાંચ લેપટોપ મોડેલ વિશે વાત કરીશું, જેની કિંમત 35 હજાર કરતા ઓછી છે, સાથે જ તેનો ઉપયોગ તમે સોશિયલ મીડિયા, કન્ટેન્ટ રાઈટિંગ, નાના-મોટા વીડિયો એડિટ કરવા માટે અથવા આવા જ કોઈ કામ માટે કરી શકો છો.

1. ASUS Vivobook 15
એક સમય હતો જ્યારે ASUSના લેપટોપ ટોપ 10માં પણ નહોતા ગણાતા, પરંતુ આજે આસુસના લેપટોપ બેસ્ટ કેટેગરીમાં આવે છે. ASUS Vivobook 15 પણ આ જ રેન્જમાં બેસ્ટ કહી શકાય એવું છે. આ લેપટોપમાં ડ્યુઅલકોર ઈન્ટેલ સેલરોન N4020 પ્રોસેસર મળે છે, સાથે જ તેમાં 4 જીબી રેમ અને 256 જીબીની એસએસડી છે. આ ઉપરાંત કેટલાક અન્ય ફીચર્સ પણ છે. આ લેપટોપની કિંમત 26,990 રૂપિયા છે.
2. Acer One 14 AMD Ryzen
જો તમે કોઈ ખાસ બ્રાન્ડના ફેન્સ નથી, જેમ કે ડેલ, એચપી, એપલ અને કોઈ અન્ય બ્રાન્ડ પર સરળતાથી શિફ્ટ થઈ શકો છો, તો એસર તમને બીજી કંપનીઝ કરતા ઓછી કિંમતે વધુ સારી પ્રોડક્ટ આપે છે. Acer One 14 AMD Ryzen 3 3250U થિન એન્ડ લાઈટ વેઈટ લેપટોપ તમે રોજિંદા કામ માટે ઉપયોગ કરી શકો છો. આ લેપટોપમાં 8 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ મળે છે. જેની કિંમત 32,990 રૂપિયા છે.
3. HP laptop 15s
એચપી એક એવી બ્રાન્ડ છે, જેના નામે જ એક સમયે લેપટોપ વેચાઈ જતા હતા. આ વાત ત્યારની છે, જ્યારે ભારતમાં ડેલ અને લિનોવોના લેપટોપ ખાસ ફેમસ નહોતા. HP laptop 15sમાં AMD Ryzen 3 5300U પ્રોસેસર મળે છે, સાથે જ તેમાં 8 જીબી રેમ અને 512 જીબી SSD સ્ટોરેજ મળે છે. આ લેપટોપમાં ફૂલ એચડી સ્ક્રીન પણ મળે છે. સાથે જ તેમાં ડેડિકેટેડ ગ્રાફિક સપોર્ટ મળે છે.
4. HP 14s
આ લિસ્ટમાં એક લેપટોપ એચપીનું પણ છે, જેમાં 11 જેન ઈન્ટેલ કોર આઈ 3 પ્રોસેસર આપવામાં આવ્યું ચે, સાથે જ તેમાં 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ મળે છે. આમાં ફૂલ એચડી એન્ટી ગ્લેર સ્ક્રીન છે, જેના કારણે તમે લાંબા સમય સુધી થાક્યા વગર આ લેપટોપથી કામ કરી શકો છો. આ લેપટોપની કિંમત 34,990 રૂપિયા છે.
5. Lenovo Idea Pad 3
Lenovo Idea Pad 3 એક મલ્ટીપર્પઝ લેપટોપ છે, જેમાં તમે પર્ફોમન્સ અ પોર્ટેબિલિટી બંને બેલેન્સ કરવામાં આવ્યા છે. આ લેપટોપમાં 11th Gen Intel Core i3 Processors મળે છે. આ લેપટોપમાં 8 જીબી રેમ અને 512 જીબી એસએસડી મળે છે. સાથે જ આ લેપટોપ પર 2 વર્ષની વોરંટી અને 3 મહિનાને એક્સબોક્સ ગેમ પાસ મળે છે. આ લેપટોપની કિંમત 34,599 રૂપિયા છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications