શાઓમી દ્વારા ભારત ના દરેક ટોક્યો ઓલિમ્પિક ના મેડાલીસ્ટ ને મી 11 અલ્ટ્રા ગિફ્ટ કરવા માં આવ્યો

By Gizbot Bureau
|

ટોક્યો ઓલિમ્પિક્સ 2020 ના ભારતીય મેડલ વિજેતા ઓ માટે એક સારા સમાચાર છે. સ્માર્ટફોન કંપની શાઓમી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે તેઓ દરેક ભારતીય એથ્લેટ કે જેમણે ટોક્યો ઓલિમ્પિક્સ 2020 ની અંદર મેડલ મેળવ્યું છે તેમને તેઓ પોતાના ફ્લેગશિપ સ્માર્ટફોન મી 11 અલ્ટ્રા ની ગિફ્ટ કરશે. અને તેમણે તે પણ જણાવ્યું હતું કે ભારતીય મેન્સ હોકી ટીમના દરેક પ્લેયરને પણ મી 11 એક્સ સ્માર્ટફોન આપવામાં આવશે. કેમ કે ભારતની મેન્સ હોકી ટીમ દ્વારા પણ બ્રોન્ઝ મેડલ મેળવવામાં આવ્યું હતું.

શાઓમી દ્વારા ભારત ના દરેક ટોક્યો ઓલિમ્પિક ના મેડાલીસ્ટ ને મી 11 અલ્ટ્ર

શાઓમી મી 11 અલ્ટ્રા એ કંપની નો ફ્લેગશિપ સ્માર્ટફોન છે જેની કિંમત 69,999 રાખવામાં આવેલ છે જેની અંદર 12જીબી રેમ અને 256જીબી સ્ટોરેજ વેરિએન્ટ આપવામાં આવે છે. જ્યારે બીજી તરફ મી 11 એક્સ મીડ રેન્જ સ્માર્ટફોન છે જેની અંદર 6જીબી રેમ 128જીબી સ્ટોરેજ ની કિંમત રૂ 29999 રાખવામાં આવેલ છે જ્યારે તેના 8જીબી રેમ અને 128જીબી સ્ટોરેજ ની કિંમત 31999 રાખવામાં આવેલ છે.

શાઓમી ઇન્ડિયાના એમડી મનુ કુમાર જૈન દ્વારા ટ્વીટર પર જાહેરાત કરવામાં આવી હતી જેની અંદર જણાવવામાં આવ્યું હતું કે, ઓલિમ્પિક મેડલ મેળવવા માટે જે મહેનત અને ડેડીકેશન ની જરૂર હોય છે અમે તેની કદર કરીએ છીએ. અને જે ભારતીય ખેલાડીઓ વિજેતા બન્યા છે અને મેડલ મેળવ્યું છે તેઓને આભાર વ્યક્ત કરવા માટે અમે તેમને મી 11 અલ્ટ્રા ગિફ્ટ આપીશું.

તેમણે વધુ માં જોડતા જણાવ્યું હતું કે, સુપર હીરો માટે સુપર ફોન: નીરજ ચોપરા, મીરાબાઈ ચાનુ, રવિ કુમાર દહિયા, લવલી બોરગોહેન, પીવી સિંધુ અને બજરંગ પૂનિયા. અને પુરુષ હોકી ટીમના તમામ ટીમના સભ્યો માટે મી 11 એક્સ. આપણા સપના પૂરા કરવા અને 1.3 અબજ લોકો માટે આનંદ અને ખુશીના આંસુ લાવવા માટે ભગવાનનો આભાર માનવાની આ અમારી રીત છે. તમારું પ્રદર્શન ચોક્કસપણે લાખો નાના બાળકોને પ્રોત્સાહિત કરશે. તમે અમને ગર્વ કરો.

ટોક્યો ઓલિમ્પિક 2020 દરમિયાન, ભારતીય સહભાગીઓએ ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું, જેણે રાષ્ટ્રને કુલ સાત મેડલ જીતાડ્યા હતા, જે 2012 ઓલિમ્પિકમાં હાલમાં છ મેડલને વટાવી સૌથી વધુ છે. આ પ્રદર્શનનું નેતૃત્વ બરછી ફેંકનાર નીરજ ચોપરાએ કર્યું હતું જેમણે ઓલિમ્પિક ગેમ્સના ઇતિહાસમાં એથ્લેટિક્સમાં ભારતનું પ્રથમ ગોલ્ડ જીત્યું હતું.

ચોપરા ઉપરાંત મીરાબાઈ ચાનુ, રવિ કુમાર દહિયા, લવલીના બોરગોહેન, પીવી સિંધુ અને બજરંગ પૂનિયા આંતરરાષ્ટ્રીય મલ્ટી-સ્પોર્ટ ઇવેન્ટમાં અન્ય મેડલ વિજેતા હતા. અને શાઓમી સિવાય ઇન્ડિયન ગવર્નમેન્ટ અને સ્ટેટ ગવર્નમેન્ટ દ્વારા પણ ટોક્યો પલિમ્પિક્સ 2020 ના એથ્લિટ્સ માટે અલગ અલગ પ્રાઈઝ જાહેર કરવા માં આવેલ છે.

Best Mobiles in India

Read more about:
English summary
Tokyo Olympics 2020 Medal Winners Get Xiaomi Mi 11 Ultra As A Gift

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X