Just In
- 11 hrs ago
એન્ડ્રોઇડ પર સ્પામ કોલ્સ ને કઈ રીતે રોકી શકાય છે?
- 6 days ago
વોટ્સએપ દ્વારા ડિસપિઅર એટ વન્સ ફીચર ને લોન્ચ કરવા માં આવી શકે છે
- 14 days ago
જો તમે બીજીએમએ પ્લેયર હોવ તો તમારે આ સ્માર્ટફોન ન ખરીદવા જોઈએ
- 19 days ago
એલોન મસ્ક દ્વારા ટ્વીટર ને એક્વાયર કર્યા પછી તેના દ્વારા કઈ રીતે વધુ પૈસા કમાવા માં આવશે તેના વિષે જાણો.
એન્ડ્રોઇડ ફોન ને વધુ સુરક્ષિત બનાવવા માટે આટલું કરો
એન્ડ્રોઇડ સૌથી વધુ પ્રખ્યાત અને સૌથી વધુ ઉપયોગમાં લેવાતું ઓપરેટિંગ સિસ્ટમ છે. જેથી વધારે માં વધારે સ્કેમર્સ, માલવેર, સ્ટોકર્સ અને એપ્સ કે જે તમને જાહેરાત બતાવવા માટે ટ્રેક કરે છે તેમનું ધ્યાન પણ સૌથી વધુ એન્ડ્રોઇડ તરફ જતું હોય છે. ગુગલ દ્વારા એન્ડ્રોઈડને આટલા વર્ષોની ઘણા બધા નવા ફિચર્સ ને એડ કરી અને એન્ડ્રોઇડ ને વધુ સુરક્ષિત બનાવવામાં આવેલ છે. પરંતુ આ પ્રકારના પ્રાઈવસી સેટિંગ્સ અને ફીચરથી મોટાભાગના યુઝર્સના અજાણ હોય છે. અને કેમ કે તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોન ની અંદર તમારી નાણાકીય અને અંગત વિગતો હોય છે જેથી તમારે અમુક ટેવો રાખવી જોઈએ જેથી તે સુરક્ષિત રહે. તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોનને વધુ સુરક્ષિત બનાવવા માટે અમુક પગલાં અહીં નીચે જણાવવામાં આવેલ છે.

મેનુ સેટિંગ્સ ની અંદર જઈ અને તમારા ફોનની અંદર કઈ એપ ઇન્સ્ટોલ કરવામાં આવેલ છે તે નિયમિત રીતે ચેક કરતા રહો
તમારા એન્ડ્રોઈડ ફોનની અંદર કઈ કઈ એપ ઇન્સ્ટોલ કરવામાં આવેલ છે અને કઈ કઈ એપીકે ફાઇલ્સ તમારા ફોનની અંદર ઉપલબ્ધ છે તે તમારે નિયમિત રીતે જોતા રહેવું જોઈએ. જેના દ્વારા તમને ખબર પડશે કે શું તમારા ફોનની અંદર કોઈ અજાણી એપ છે કે જેને તમારા દ્વારા ઇન્સ્ટોલ કરવામાં આવેલ નથી. સ્પાઈવેર એડવેર અથવા કોઈપણ પ્રકારના માલવેર દ્વારા તમારા ફોનની અંદર બેકગ્રાઉન્ડમાં એપને ડાઉનલોડ કરવામાં આવતી હોય છે કે જે છૂપી રીતે કામ કરે છે અને તમારા ડેટાને મેળવતી રહે છે. આ પ્રકારની એપ દ્વારા હોમ સ્ક્રીન પર કોઈપણ પ્રકારનું આઇકોન આપવામાં આવતો નથી. જેથી તમારે સેટિંગ્સ ની અંદર છે અને બધી જ એપ્સ અને રેગ્યુલર ની ચેક કરતા રહેવી જોઈએ.
એન્ડ્રોઈડ એપ્સ ના પરમિશન મેનેજરને ચેક કરો અને બિનજરૂરી ઍક્સેસને બંધ કરો
તે જાણવું પણ ખૂબ જ જરૂરી છે કે કઈ એપ દ્વારા કઈ કઈ પરમિશન લેવામાં આવી રહી છે. કોઈપણ એન્ડ્રોઇડ વન સ્માર્ટફોન ની અંદર પરમિશન મેનેજર ના વિકલ્પ ને સેટિંગ ની અંદર થી પસંદ કરી અને ચેક કરો કે કઈ એપ દ્વારા કઈ કઈ પરમિશન્સ લેવામાં આવી છે. એક વાત હંમેશા યાદ રાખવી જોઈએ કે બધી જ એપ્સને કામ કરવા માટે તમારા આખા ફોન ની પરમિશન ની જરૂર હોતી નથી. અને તમે આ પરમિશન ના સેટિંગ્સને બદલી શકો છો.
માત્ર ગુગલ પ્લે સ્ટોર પરથી એપ્સ ડાઉનલોડ કરો અને ગુગલ પ્લે પ્રોટેક્શન નો ઉપયોગ કરો
તમારે માત્ર ગુગલ પ્લે સ્ટોર પરથી જ કોઈપણ એપ્સને ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરવી જોઈએ. અને જ્યારે તમને કોઈ મેસેજ અથવા બીજી કોઇ રીતે લિંક મોકલવામાં આવે તેના પરથી ક્યારેય પણ એપીકે ફાઇલ ડાઉનલોડ કરવી જોઈએ નહીં. અને જ્યારે તમને આ પ્રકારની લિંક કોઈ પ્રખ્યાત એપ માટેની મોકલવામાં આવે ત્યારે પણ હંમેશા તમારે ગુગલ પ્લે સ્ટોર પર છે અને તેના માટે સર્ચ કરવું જોઈએ અને ત્યાંથી જ ડાઉનલોડ કરવું જોઈએ.
ઇન્સ્ટોલ અનનોન એપ્સ ના વિકલ્પ ને ડિસેબલ કરો
સેટિંગ્સ મેનૂની અંદરના વિકલ્પને બદલીને અનનોન સોર્સ અથવા થર્ડ પાર્ટી એપ્લિકેશનોથી ઇન્સ્ટોલ કરેલી તમામ એપ્લિકેશનોનો વિકલ્પ અક્ષમ કરો. આ વિકલ્પ એપ્લિકેશનોને તમારી મંજૂરી વિના પૃષ્ઠભૂમિમાં ડાઉનલોડ થતાં અટકાવશે.
ગુગલ ક્રોમ સેફ બ્રાઉઝિંગ ને બાય ડિફોલ્ટ સેટ કરો
ઇન્ટરનેટ બ્રાઉઝ કરવા માટે ગૂગલ ક્રોમનો ઉપયોગ કરતી વખતે, ખાતરી કરો કે સેફ બ્રાઉઝિંગ ચાલુ છે. આ તમને ફિશીંગ વેબસાઇટ્સ અથવા અન્ય અજાણી છેતરપિંડી વેબસાઇટ્સની મુલાકાત લેતા અટકાવશે.
જ્યારે તમારો ફોન બીજા કોઈ વ્યક્તિના હાથ માં આપો છો ત્યારે એપ પિનિન્ગ કરો
જ્યારે તમે તમારો ફોન બીજા કોઈને થોડીવાર માટે ગેમ રમવા અથવા બીજા કોઇ કારણોસર આપો છો ત્યારે તમારે જે તે અપને કરી લેવી જોઈએ છે તેથી તે વ્યક્તિ તે એક છોડી અને બીજી કોઈ પણ જગ્યા પર જઈ શકે નહીં.
ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન અને ફાઈન્ડ માય ડીવાઈસ ને ઓન કરો
તમે તમારા ગુગલ એકાઉન્ટ ની અંદર ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન ને ઓન કરો અને ફાઈન્ડ માય ડીવાઈસ વિકલ્પોને પણ ચાલુ કરો. ફાઈન્ડ માય ડીવાઈસ ફીચરની મદદથી જ્યારે તમારો ફોન ખોવાઈ જાય છે ત્યારે તમે તેની મદદથી તેને શોધી શકો છો અને રીમોટ વાળી બધા જ ડેટા ને ડિલીટ પણ કરી શકો છો.
લોક સ્ક્રીન પર નોટિફિકેશન્સ ની વિઝિબિલિટી ને લિમિટ કરો
જો તમારે જાણવું ન હોય કે કોણે સંદેશ બીજાને મોકલ્યો અને સંદેશનું પૂર્વાવલોકન પ્રાપ્ત થયું, તો ઓન-સ્ક્રીન સૂચનાઓની દૃશ્યતાને મર્યાદિત કરવાનું ખૂબ સલાહ આપવામાં આવે છે. સેટિંગ્સ મેનૂમાં લોક સ્ક્રીન વિકલ્પોની મુલાકાત લઈને આ કરી શકાય છે.
તમે જે એપનો ઉપયોગ ન કરતા હો તેને ડિલીટ કરો.
તમે વારંવાર ઉપયોગમાં ન લેતા હોવ એવી એપ્લિકેશન ને ડીલીટ કરી નાખવી એ એક સારો વિચાર છે. આ એટલા માટે છે કારણ કે જો ઓછી વપરાયેલી એપ્લિકેશન્સને સમયસર અપડેટ કરવામાં નહીં આવે, તો તે તમારા ફોનમાં માલવેર ને એક્સેસ આપતી બેકડોર બની શકે છે.
જ્યારે જરૂર ના હોય ત્યારે વાઇફાઇ અને બ્લૂટૂથ ના વિકલ્પ ને ઓફ રાખો
ફક્ત એટલા માટે કે તમારી પાસે મફત વાઇફાઇ છે તેનો અર્થ એ નથી કે તમારે તેને હંમેશાં ચાલુ રાખવાની જરૂર છે. સૂતી વખતે અથવા જીમમાં કામ કરતી વખતે અથવા જાહેર સ્થળોએ ફરતી વખતે ઉપયોગમાં ન લેવાતી વખતે વાઇફાઇ અને બ્લૂટૂથને બંધ રાખવું જોઈએ. બધા સ્માર્ટફોન વપરાશકર્તાઓ માટે આ એક સારી ટેવ છે. રિપોર્ટ્સ જાહેર કરે છે કે ખુલ્લા વાઇફાઇ અને બ્લૂટૂથ નેટવર્ક દ્વારા સ્પાયવેરથી તમારા ફોનને કેટલી સખ્તાઇ કરી શકાય છે.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190