Just In
- 631 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 632 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 633 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 633 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Threads Vs Twitter: જાણો શું છે ફરક, અને કેવી રીતે કરશો યુઝ?
Instagram પોતાની માઈક્રો બ્લોગિંગ એપ આજે લોન્ચ કરી ચૂક્યુ છે. આ એપને ટ્વિટરની મુખ્ય હરીફ એપ માનવામાં આવી રહી છે. આમ તો આ બંને એપ્સમાં ઘણી સમાનતા છે, પરંતુ ઘણી બધી રીતે બંને એપ અલગ પણ છે.

મેટા પોતાના આ માઈક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ Threadsને લાંબા સમયથી ટેસ્ટ કરતું હતું. જે બાદ હવે ફાઈનલી કંપનીએ એપ લોન્ચ કરી દીધી છે. આ એપ એપલ પ્લે સ્ટોરમાં લિસ્ટ લોન્ચ પહેલા જ થઈ ચૂકી હતી, તો એન્ડ્રોઈડ યુઝર્સ તેને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકે છે. આ ઉપરાંત કંપનીએ આ એપ અંગે ટીઝર પણ લોન્ચ કર્યું છે. મનાઈ રહ્યું છે કે થ્રેડ્ઝ એપ દ્વારા ઝુકરબર્ક એલન મસ્ક અને તેમના ટ્વિટરને પડકાર આપી રહ્યા છે.
શું છે Threads?
એપલ એપ સ્ટોર પર થ્રેડ્ઝનું ડિસ્ક્રીપ્શન ટેક્સ્ટ બેઝ્ડ કન્વર્ઝેશન એપ લખવામાં આવ્યું છે. એપ સ્ટોર પર આપવામાં આવેલી માહિતી મુજબ થ્રેડ્ઝ એક એવું પ્લેટફોર્મ છે, જ્યાં લોકો ગ્રુપ બનાવીને કોઈ પણ ટોપિક પર ચર્ચા કરી શક્શે. તમને જે ટોપિકમાં રસ છે, તે ટોપિકને તમે ફોલો કરી શક્શો અને સીધા જ લોકો તેમજ તમારા ગમતા ક્રિએટર્સ સાથે કનેક્ટ કરી શક્શો. આ પ્લેટફોર્મ પર તમે તમારા વિચારો, વલણ અને ક્રિએટિવિટીને વિશ્વ સમક્ષ લાવી શક્શો, જેનાથી તમે લોયલ ફોલોઅર્સ બેઝ પણ ક્રિએટ કરી શક્શો.
ગૂગલ પ્લે સ્ટોર અને એપ સ્ટોર બંને પ્લેટફોર્મ પર આ એપનું એક સરખું જ ડિસ્ક્રીપ્શન આપવામાં આવ્યું છે. સાથે જ બંને પ્લેટફોર્મ્સ પર એપનો યુઝર ઈન્ટરફેસ પણ એક સમાન દેખાઈ રહ્યો છે. મેટાની આ માઈક્રોબ્લોગિંગ એપ ટ્વિટર, મસ્ટાડોન અને બ્લૂસ્કાય જેવા પ્લેટફોર્મ્સ જેવી જ દેખાઈ રહી છે જેમાં યુઝર્સ પોતાને ગમતા ટોપિક પર વિચાર રજૂ કરી શક્શે અને ઓનલાઈન રહેલા લોકો સાથે ચર્ચા કરી શક્શે.
Twitter કરતા કેટલી અલગ છે એપ?
Twitterની વાત કરીએ તો આ માઈક્રોબ્લોગિંગ એપ 2006માં લોન્ચ થઈ હતી. 2006થી લઈને 2022 સુધી આ પ્લેટફોર્મમાં જેટલા પરિવર્તન નહોતા આવ્યા તેટલા પાછલા કેટલાક મહિનામાં આવ્યા છે. એલન મસ્કે ગત વર્ષે ઓક્ટોબરમાં ટ્વિટર ખરીદી લીધું, જે બાદ એપમાં ઘણા એવા ફીચર્સ એડ કરવામં આવ્યા છે, જે યુઝર્સ અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઓલરેડી અવેલેબલ હતા. એલન મસ્કે ટ્વિટરમાં કેરેક્ટર લિમિટ્સ વધારી છે, તો પોસ્ટ લિમિટ ઘટાડી છે. ટ્વિટર બ્લૂ ખરીદનાર યુઝર્સને લાંબા વીડિયોઝ, વધુ પોસ્ટ લિમિટ જેવા ફીચર્સ મળે છે.
થ્રેડ્ઝ વિશે અત્યાર સુધી જેટલી માહિતી સામે આવી છે, જે મુજબ આ માઈક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ માત્ર કમ્યુનિટી વધારવા અને ટોપિક પર ચર્ચા કરવા માટે લોન્ચ કરાયું છે. સમયાંતરે આ એપમાં પણ પરિવર્તન આવી શકે છે. આ ઉપરાંત ઝુકરબર્ગ આ પ્લેટફોર્મ પર સંસ્થાઓ, સરકારી વિભાગો, કંપનીઓ, સેલિબ્રીટીઝને જોડવા ઈચ્છી રહ્યા છે, જેથી તેમને ટ્વિટરનો વિકલ્પ મળી શકે.
Threads વાપરવા ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ ફરજિયાત
જો તમે થ્રેડ્ઝ એપનો ઉપયોગ કરવા ઈચ્છો છો, તો તમારી પાસે ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ હોવું ફરજિયાત છે. તમે થ્રેડ્ઝમાં ઈન્સ્ટાગ્રામ યુઝર નેમનો પણ ઉપયોગ કરી શક્શો, સાથ જ તમે જેને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરો છો, તેને તાત્કાલિક થ્રેડ્ઝ પર પણ ફોલો કરી શક્શો.
- થ્રેડ્ઝ એપનો યુઝ કરવા માટે સૌથી પહેલા આ એપને પ્લે સ્ટોર કે એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરો.
- હવે તેમાં લોગ ઈન વીથ ઈન્સ્ટાગ્રામ વિકલ્પ પર ક્લિક કરો.
- જો તમારા ફોનમાં પહેલાથી જ ઈન્સ્ટાગ્રામ છે, તો થ્રેડ્ઝ ઓટોમેટિક લોગ ઈન કરી લેશે.
- પરંતુ જો તમારી પાસે ઈન્સ્ટાગ્રામ નથી, તો સાઈન અપ કરવા માટે ઈન્સ્ટાગ્રામ ક્રેડેન્શિયલ્સને મેન્યુઅલી ઈન્સર્ટ કરો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications