ડિજિટલ પેમેન્ટ એપ ની અંદર એક ફ્રોડ માં રૂપિયા 87000 ગુમાવ્યા

By Gizbot Bureau
|

આ વખતે રોડ કરનારા લોકોએ મુંબઈમાં સ્થિત ઈન્વેસ્ટમેન્ટ બેંકર પાસેથી રૂપિયા 87000 ચોરી લીધા હતા આવું ત્યારે જ થયું હતું જ્યારે તેમણે એક યુપીઆઇ એપ દ્વારા ત્રણ ઓનલાઈન બિયર મંગાવી હતી. યુપીએને યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ તરીકે પણ ઓળખવામાં આવે છે જે એક ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ છે. અને જ્યારે આ ફ્રોડ વિશે તપાસ કરવામાં આવી ત્યારે તેની અંદર ઘણી બધી અલગ અલગ ઇવેન્ટ વિશે જાણવા મળ્યું હતું. રાધિકા પારેખ દ્વારા ભવ્ય ની અંદર એક સ્ટાર શોપ ને કોલ કરવામાં આવ્યો હતો કે જેનો નંબર તેને google પરથી મળ્યો હતો. ત્યારબાદ તે સ્ટોરના સ્ટાફ દ્વારા રૂપિયા ૪૨૦ નું પેમેન્ટ online google pe ની અંદર કરવા માટે જણાવવામાં આવ્યું હતું. અને તે વ્યક્તિ નું યુપી આઇડી પણ ફોન પર માંગવામાં આવ્યું હતું.

ડિજિટલ પેમેન્ટ એપ ની અંદર એક ફ્રોડ માં રૂપિયા 87000 ગુમાવ્યા

એક વખત જ્યારે તેમણે પોતાના આઈડી ને શેર કર્યું હતું ત્યારબાદ ગૂગલ પેપર તેમને એક પેમેન્ટ રિક્વેસ્ટ આવી હતી. જેવું તેમણે તે રિક્વેસ્ટને એક્સેપ્ટ કરી હતી ત્યારબાદ તેની અંદર તેમના ખાતામાં 29001 ડેબિટ થયા હતા. ત્યારબાદ તેણે તે સ્ટોર પર ફોન કર્યો હતો અને તે વ્યક્તિએ જણાવ્યું હતું કે આ એક ભૂલથી થઈ ગયું છે. અને તેમણે ફોન કટ કર્યા બાદ તેમના એકાઉન્ટમાં થી રૂપિયા ૫૮,૦૦૦ નું એક બીજું ટ્રાન્ઝેક્શન થયું હતું.

અને ત્યારબાદ જ્યારે પારેખ સ્ટોર પહોંચ્યા હતા ત્યારે તે સ્ટોરના વ્યક્તિએ જણાવ્યું હતું કે તે નંબર તેમનો છે જ નહીં. ત્યારબાદ પોલીસે આઇટી એક્ટ ની અંદર ચીટીંગ નો કેસ દર્જ કર્યો હતો. આ મહિનાની શરૂઆતમાં અનિલ parthm નામના એક વ્યક્તિએ રૂપિયા એક લાખ આવી જ રીતે ડિજિટલ વોલેટ એકાઉન્ટ ની અંદર ગુમાવ્યા હતા.

આ પ્રકારના રોડની જ્યારે google ને જાણ થઈ હતી ત્યારે તેમણે એક નવા ફીચરને તેમના google pay એપ ની અંદર ઉમેર્યુ હતું જેની અંદર યુઝર્સને નોટિફિકેશન ની સાથે એક એસ.એમ.એસ પણ મોકલવામાં આવે છે. તેથી હવે જ્યારે પણ કોઈને કલેકટરની રિક્વેસ્ટ અથવા રીસીવ ની રિક્વેસ્ટ આવે છે ત્યારે તેમને એપના નોટિફિકેશન ની સાથે એક એસએમએસ પણ મળે છે.

આવું એટલા માટે કરવામાં આવ્યું છે જેથી યુઝર્સને જાણ રહે કે આ રિક્વેસ્ટ અને એક કરવાથી તેમના ખાતામાંથી પૈસા જશે. આજના સમયની અંદર યુપીઆઈ અને ઓનલાઈન પેમેન્ટ ખૂબ જ વધી રહ્યું છે જેથી તેને કઈ રીતે સાયબર ફ્રોડ થી બચાવવું અને સુરક્ષિત રાખવું તેના વિશે જાણ રાખવી ખૂબ જ જરૂરી છે.

આ પ્રકારના ફ્રોડ થી કઈ રીતે બચવું

તમને એપ ની અંદર જેટલા પણ નોટીફીકેશન આવે છે તેને તમારે ખૂબ જ ધ્યાનથી જોવા જોઈએ. તમારે તમારો પૂરતો સમય લઇ અને તે મેસેજિસને સરખી રીતે ચેક કરી લેવા એ જરૂરી છે. અને જો ક્યારેય ટ્રાન્સલેશન ની અંદર કોઈ સમસ્યા આવે છે તો તમારે હંમેશા તેમના ઓફિશિયલ નંબર અને ઓફિશિયલ કોલ સેન્ટર ની અંદર જ કોલ કરવો જોઈએ.

અને જો આવો કોઈ રોડ નો કિસ્સો બને છે તો તે સંજોગોમાં સૌથી પહેલાં તમારે તમારી બેન્ક ને તેના વિશે જાણ કરવી જોઈએ. અને ત્યારબાદ તેના વિશે તમારે આરબીઆઇને પણ ફરિયાદ નોંધાવવી જોઈએ. અને તમારી આ પ્રકારની જેટલી પણ એપ હોય છે તેની તમારે ખૂબ જ સુરક્ષિત રાખવી જોઈએ.

Best Mobiles in India

Read more about:
English summary
This woman paid Rs. 87,000 for just 3 beer!

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X