તમારા ફોનમાં હોવી જોઈએ આ AI એપ, ઘણા કામ થશે આસાન

By Gizbot Bureau
|

આજકાલ જ્યાં જુઓ ત્યાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કે AIની બોલબાલા છે. AIનું ચલણ એટલું વધી ગયું છે કે મોટાભાગની એપ્સ હવે AIનો ટેક્નિકલ સપોર્ટ આપી રહી છે. આજના આ આર્ટિકલમાં અમે તમને કેટલીક એવી એપ્લિકેશન વિશે જણાવીશું, જે તમારા રોજિંદા કામને સરળ બનાવી દેશે. ચાલો જાણીએ એવી કઈ AI એપ્સ છે, જે તમને મદદ કરી શકે છે.

તમારા ફોનમાં હોવી જોઈએ આ AI એપ, ઘણા કામ થશે આસાન

AI Chat

ChatGPT 4 પર બેઝ્ડ આ મોબાઈલ એપને તમે તમારા પર્સનલ આસિસ્ટન્ટની જેમ યુઝ કરી શકો છો. આ એપનો ઈન્ટરફેસ ખૂબ જ સરળ છે અને તેના દ્વારા તમે સોશિયલ મીડિયા સ્ટેટસથી લઈને ઈમેઈલ પણ લખી શકો છો. આ ઉપરાંત આ એપમાં તમને Apo AI ચેટબોટ મળે છે, જેનો ઉપયોગ કરીને તમે કોડને ડીબગ કરી શકો છો, નવા કોડ લખી શકો છો. આ એપને ગૂગલ પ્લે સ્ટોર પર 4.3 રેટિંગ મળેલું છે.

ChatOn

ChatOn એપ પણ ChatGPT અને GPT-4 પર બેઝ્ડ છે. આ એપ તમને ઈમેઈલ લખવામાં, સોશિયલ મીડિયા પોસ્ટ લખવામાં મદદ કરશે. આ ઉપરાંત તમે જો કોઈ લખાણ લખીને રેડી રાખ્યું છે, તો એક સાથે ઓટોમેટિક રીતે તેનું સ્પેલ ચેક કરવામાં પણ મદદ કરશે. એટલું જ નહીં આ એપ પ્રોગ્રામ કોડિંગ કરી શકે છે, સાથે સાથે તમારો સીવી પણ બનાવી શકે છે. ગૂગલ પ્લે સ્ટોર પર આ એપને 4.4 રેટિંગ મળેલું છે અને 10 લાખથી વધારે વખત આ એપ ડાઉનલોડ થઈ ચૂકી છે.

Aico

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર બેઝ્ડ Aico એપમાં GPT 3.5 મોડેલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ એપ્લિકેશનમાં વોઈસ ફીચર પણ આપવામાં આવ્યું છે. એટલે કે તમારે તેને પૂછવા માટે ટાઈપ કરવુંજ રૂરી નથી, તમે બોલીને પણ આ એપને સવાલ પૂછી શકો છો, અને એપ તમને પરફેક્ટ જવાબ આપશે. આ એપની ખાસિયત એ છે કે તે ટેક્સ્ટના ગ્રામરની સાથે સાથે સ્પેલિંગ પણ સુધારી દે છે. ગૂગલ પ્લે સ્ટોર પર આ એપને 4.3નું રેટિંગ મળેલું છે. આ ઉપરાંત Aico એપને 5 લાખથી વધારે યુઝર્સ ડાઉનલોડ કરી ચૂક્યા છે.

Genie

Genie એપમાં GPT, GPT-4 અને GPT-3નો સપોર્ટ આપવામાં આવ્યો છે. આ ચેટબોટ યુઝર દ્વારા પૂછવામાં આવેલા દરેક સવાલનો યોગ્ય અને સચોટ જવાબ આપે છે. આ ઉપરાંત કોઈ પણ ફોટોગ્રાફને પણ આ એપ એકદમ સરળ ભાષામાં એનલાઈઝ કરીને યુઝરને સમજાવી શકે છે.

ChatSonic

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર બેઝ્ડ ChatSonic એપને ગૂગલ પ્લે સ્ટોર પર 4 કરતા વધારે રેટિંગ મળેલું છે. આ એપનો ઈન્ટરફેસ યુઝ કરવામાં ખૂબ જ સરળ છે. આ એપને તમે કોઈ પણ સવાલ પૂછીને, માહિતી મેળવી શકો છો. એટલે કે તમારે ગૂગલ કરવી જરૂર નથી રહેતી. આ ઉપરાંત ChatSonic એપ પણ વોઈસ સર્ચ ફીચર ધરાવે છે.

Best Mobiles in India

English summary
This top 5 AI Apps can make your work easy know list

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X