Made In India Air Purifier COVID-19 વાઈરસને માત્ર મિનિટોમાં કરી દેશે ડિએક્ટિવેટ

By Gizbot Bureau
|

છેલ્લા બે વર્ષથી કોરોના વાઈરસ આખા વિશ્વ માટે મુસીબત બન્યો છે. હાલ ભલે કોરોનાના કેસ ઓછા હોય, પરંતુ ખતરો સાવ જ ટળ્યો નથી. માસ્ક પહેરતા અને હાથ સેનેટાઈઝ કરવાની આદત પાડે પણ આપણા સૌને બે વર્ષ થઈ ગયા છે. કોરોનાની રસીના ડોઝ પર ડોઝ અપાઈ રહ્યા છે. પરંતુ કોરોનાથી સાવ જ બચી શકાય, કોરોનાને આ દુનિયામાંથી કાઢી શકાય તેવા ઉપાય હજી સુધી શોધી શકાયા નથી. જો કે હાલ IIT Kanpur અને IIT Bombay દ્વારા કોવિડ 19 વાઈરસને માત્ર ગણતરીની મિનિટોમાં નાશ કરી શકાય તેવું નવું એર પ્યોરિફાયર તૈયાર કરવામાં આવ્યું છે.

Made In India Air Purifier COVID-19 વાઈરસને માત્ર મિનિટોમાં કરી દેશે

IIT Kanpurના Startup Incubation and Innovation center (SIIC)ના AiRTH નામના સ્ટાર્ટ અપ દ્વારા એક નવી ટેક્નોલોજી શોધાઈ છે. Anti Microbial Air Purification Technoloy નામની આ ટેક્નોલોજીથી એક એવું એર પ્યોરિફાયર તૈયાર કરવામાં આવ્યું છે, જે માત્ર એક મિનિટના સમયમાં જ SARS-CoV-2 વાઈરસને 99.9 ટકા સુધી ખતમ કરી નાખે છે. આ ટેક્નોલોજીને CSIR-IMTECH દ્વારા માન્યતા પણ આપવામાં આવી છે.

આ નવા એર પ્યોરિફાયરની પાછળ જે ટેક્નોલોજી કામ કરે છે, તે હાલ માર્કેટમાં ચાલતી ટેક્નોલોજી કરતા સાવ જ અલગ છે. હાલ ભારતીય માર્કેટમાં જે પણ પ્યોરિફાયર વેચાય છે, તે બધા જ મુખ્યત્વે પાર્ટિકલ્સને ભેગા કરવાની થીમ પર કામ કરે છે. પરંતુ AiRTHના વર્ષો સુધી ચાલેલા રિસર્ચમાં સામે આવ્યું છે કે કોઈ પણ એર પ્યોરિફાયરમાં રહેલા ફિલ્ટર્સમાં જ જુદા જુદા જીવાણુંઓ તૈયાર થાય છે.

બીજી તરફ AiRTH દ્વારા જે ટેક્નોલોજી તૈયાર કરવામાં આવી છે, તે પ્લાન્ટ બેઝ્ડ કોટિંગ ફિલ્ટર્સનો ઉપયોગ કરે છે. આ ટેક્નોલોજી પ્યોરિફાયરની અંદર કોઈ પણ પ્રકારના જીવાણુંને જન્મ આપવા દેતી નથી. આ નવા એર પ્યોરિફાયરમાં UB irradiation અને OH (Hydroxyl) રેડિકલ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં આ એર પ્યોરિફાયર D-C-D (Deactivate-Capture-Deactivate) મિકેનિઝમની થીમ પર કામ કરે છે.

D-C-D મિકેનિઝમ સામાન્ય UV- બેઝ્ડ એર પ્યોરિફાયરની સરખામણીમાં 8000 ગણી વધુ સારી રીતે હવાને ચોખ્ખી કરી આપે છે. આ નવી ટેક્નોલોજી અને હાલ માર્કેટમાં ચાલતી ટેક્નોલોજીમાં ખાસ ફરક એ છે કે, તે હવામાં રહેલા ચેપી દરેક પ્રકારના વાઈરસને, હવામાં તૈયાર થતા બેક્ટેરિયાનો પળવારમાં ખાતમો બોલાવી દે છે.

AiRTH એર પ્યોરિફાયર હવાને ચોખ્ખી કરતા પહેલા હવાના કણોને પૂરતો સમય આપે છે. બાદમાં તેને ફિલ્ટર કરે છે, અને ચોખ્ખા કરીને આસપાસના વાતાવરણમાં ફેલાવે છે. હાલ AiRTH એન્ટી માઈક્રોબાયલ એર પ્યોરિફાયર્સને હોસ્પિટલ્સમાં વપરાશ માટે મૂકવામાં આવ્યા છે. આ એર પ્યોરિફાયર્સ સામાન્ય શરદીથી લઈને કેન્સર જેવા જીવલેણ રોગના દર્દીઓને પણ બચાવે છે.

વધુમાં આ AiRTH પ્યોરિફાયર જ્યારે કોરોના બાદ કંપનીઓમાં ફરી ઓફિસ વર્ક ચાલુ થયું છે, ત્યારે કોર્પોરેટ કંપનીઓને પોતાના કર્મચારીઓને કોરોના સહિતની બીમારીઓથી સુરક્ષિત રાખવામાં મદદ કરે છે. હાલ ચાલી રહેલા આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ એર પ્યોરિફારનો ઉલ્લેખ કર્યો હતો.

Best Mobiles in India

Read more about:
English summary
This Made In India Air Purifier Can Deactivate COVID-19 Virus In A Minute

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X