વનપ્લસ 6 ને આટલી સસ્તી કિંમત પર ખરીદવા નો આ તમારો લાસ્ટ ચાન્સ છે

|

વનપ્લસ 6ટી એ 29 મી ઓક્ટોબર ના રોજ ઓફિશિયલી લોન્ચ થાય છે અને તે 2જી નવેમ્બર ના રોજ થી ઇન્ડિયા ની અંદર વેચાણ માટે ઉપલબ્ધ થઇ જશે. તેથી વનપ્લસ 6 નું હવે માત્ર એક અઠવાડિયા જેટલું જ જીવન બચ્યું છે તેમ કહી શકાય. અને એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફીસ્ટીવલ સેલ દરમ્યાન આ સંર્ટફોન છેલ્લી વખત આટલી સસ્તી કિંમત પર ઉપલબ્ધ હશે. તેના પર અત્યારે વનપ્લસ 6 ના બધા જ વેરિયન્ટ પર રૂ. 5000 નું ડિસ્કાઉન્ટ આપવા માં આવી રહ્યું છે.

વનપ્લસ 6 ને આટલી સસ્તી કિંમત પર ખરીદવા નો આ તમારો લાસ્ટ ચાન્સ છે

આનો અર્થ એ થાય છે કે વનપ્લસ 6 નું જે સ્ટાર્ટિંગ વેરિયન્ટ છે 64જીબી નું તે તમને માત્ર 29,999 માં ઉપલબ્ધ છે. બીજી બાજુ, વનપ્લસ 6 8 જીબી રેમ / 128 જીબી સ્ટોરેજ રૂ. 39,999 ની જગ્યાએ રૂ. 34,999 પર ઉપલબ્ધ છે.

પરંતુ અહ્યા એક કેચ છે કંપની હવે તેના 6જીબી રેમ વેરિયન્ટ ને વેચી નથી રહી તે એમેઝોન ઇન્ડિયા કે જે તેનું ઓફિશિયલ ઓનલાઇન રિટેલ પાર્ટનર છે તેના પર આ વેરિયન્ટ અત્યારે ઉપલબ્ધ નથી. વનપ્લસ 6 નું માત્ર 8જીબી રેમ વેરિયન્ટ રૂ. 34,999 માં ઉપલબ્ધ છે.

અને આ બધા ની વચ્ચે વનપ્લસ 6ટી ના લોન્ચ પહેલા જ તેની કિંમત ઇન્ડિયા ની અંદર લીક થઇ ગઈ છે, લગભગ કંપની નવા વનપ્લસ 6ટી ને 3 રેમ વેરિયન્ટ માં વેચશે. વનપ્લસ 6T (મિરર બ્લેક) 6 જીબી રેમ + 128 જીબી સ્ટોરેજ 37,999 રૂપિયા અને વનપ્લસ 6T (મિરર / મધરાત બ્લેક) 8 જીબી રેમ + 128 જીબી સ્ટોરેજની કિંમત 40,999 રૂપિયા થઈ શકે છે. વનપ્લસ 6T (મધરાતે બ્લેક) 8 જીબી રેમ + 256 જીબી સ્ટોરેજની કિંમત 44,999 રૂપિયા થઈ શકે છે. તો જો આ કિંમતો તમારા બજેટ કરતા અવધારે હોઈ તો તમારે અત્યારે જ વનપ્લસ 6 ની ખરીદી કરી લેવી જોઈએ.

હા એક વાત ની ખાસ નોંધ લેવી કે વનપ્લસ 6ટી ની અંદર હેડફોન જેક આપવા માં નહીં આવે. અને બીજી તરફ વનપ્લસ 6ટી ની અંદર ઇન્સ્ક્રીન ફિંગપ્રિન્ટ સેન્સર આપવા માં આવશે.

વનપ્લસ 6ટી ના અંદાજિત સ્પેક્સ

વનપ્લસ 6 ટી ક્વાલકોમ સ્નેપડ્રેગન 845 પ્રોસેસર દ્વારા સંચાલિત કરવામાં આવશે અને 6 જીબી અને 8 જીબી રેમ ના વેરિયન્ટ સાથે લોન્ચ કરવા માં આવશે. હંમેશની જેમ, માઇક્રોએસડી કાર્ડ્સ માટે કોઈ સપોર્ટ આપવા માં નહીં આવે. વનપ્લસ 6T સંભવત: 6.440 પી x 1080 પિક્સેલ્સના પૂર્ણ એચડી + રિઝોલ્યુશન સાથે 6.4-ઇંચનું AMOLED ડિસ્પ્લે સાથે આવશે. OnePlus 6T એ આઉટ ઓફ ધ બોક્સ Android 9.0 પાઇ ઓપરેટિંગ સિસ્ટમ સાથે આવે તેવું માનવા માં આવી રહ્યું છે.

વનપ્લસ 6T સાથે, કંપની સેલ્ફિઝ માટે 16 એમપી ફ્રન્ટ કેમેરા સાથે વોટર ડ્રોપ નોંચ ડિસ્પ્લે ઓફર કરશે. આ ઉપકરણને મોટાભાગે 3,700 એમએએચ બેટરી દ્વારા ટેકો આપવા માં આવી શકે છે. OnePlus 6T OnePlus 6 જેવી ડ્યુઅલ લેન્સ રીઅર કેમેરા સેટઅપ પ્રદાન કરશે અને 16 એમપી સેકંડરી સેન્સર સાથે 20 એમપી પ્રાથમિક સંવેદકનો સમાવેશ કરશે. પાછળનો કૅમેરો સારી લો લાઈટ ફોટોગ્રાફી માટે સમર્પિત નાઇટ મોડ સાથે એચડીઆર મોડ ઓફર કરી શકે છે.

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
This is your last chance to buy the OnePlus 6 at its cheapest price

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X