બીએસએનએલ નો આ પ્લાન યુઝર્સ ને રિલાયન્સ જીઓ કરતા વધુ ડેટા આપે છે

|

બીએસએનએલે થોડા સમય પહેલા પોતાના પોસ્ટપેડ ગ્રાહકો માટે એક લોન્ગ ટર્મ યરલી પ્લાન લોન્ચ કર્યો હતો અને હવે તેઓ તેવો જ એક પ્લાન પોતાના પ્રીપેડ યુઝર્સ માટે પણ લાવ્યા છે. આ નવા પ્લાન દ્વારા કંપની રિલાયન્સ જીઓ, એરટેલ અને વોડાફોન આઈડિયા ને ટક્કર આપવા માંગે છે.

બીએસએનએલ નો આ પ્લાન યુઝર્સ ને રિલાયન્સ જીઓ કરતા વધુ ડેટા આપે છે

બીએસએનએલે 2 નવા પ્લાન લોન્ચ કર્યા છે એક રૂ. 1699 અને બીજો રૂ. 2099 આ બંને પ્લાન ની અંદર તેઓ યુઝર્સ ને ડેટા, એસએમએસ, ફોન કોલ, અને રિંગટોન વગેરે જેવી સુવિધાઓ આપે છે. રૂ. 1699 ના પ્લાન બીએસએનએલ તમને દરરોજ નું 2 જીબી ડેટા, લોકલ અને એસટીડી અનલિમિટેડ કોલિંગ, 100 એસએમએસ અને પર્સનલાઇઝડ રિંગ ટોન ઓફર કરે છે. અને કેમ કે આ એક એન્યુઅલ પ્લાન છે તેની વેલિડિટી 365 દિવસ ની આપવા માં આવે છે.

બીએસએનએલ નો રૂ. 1699 નો પ્લાન સીધો હાલ માં જ લોન્ચ કરેલા રિલાયન્સ જીઓ ના યરલી પ્લાન રૂ. 1699 સાથે સ્પર્ધા કરે છે. મુકેશ અંબાણી ની માલિકી ની કંપની રિલાયન્સ જીઓ એ આ પ્લાન હજુ થોડા સમય પહેલા જ પોતાના દિવાળી ઓફર તરીકે લોન્ચ કર્યો હતો. રિલાયન્સ જીઓ 1699 ના પોલાણ માં રોજ નું અનલિમિટેડ કોલિંગ અને તેની સાથે 100 એસએમએસ અને દરરોજ ના 1.5જીબી ડેટા ઓફર કરે છે.

અહીં એ વાત ઘણી રસપ્રદ છે કે રિલાયન્સ જીઓ ટોટલ 547જીબી ડેટા 1699 માં ઓફર કરી રહ્યું છે ત્યારે, બીએસએનએલ ટોટલ 730જીબી ડેટા આપી રહ્યું છે. આનો સીધો અર્થ એ જ થાય છે કે બીએસએનએલ પોતાના યુઝર્સ ને વધુ ડેટા ઓફર કરી રહ્યું છે.

અને બીજી તરફ રૂ. 2099 ના પ્લાન ની અંદર બીએસએનએલ ના યુઝર્સ ને દરરોજ ના 4જીબી ડેટા આપવા માં આવશે. અને જો યુઝર્સ દરરોજ ની લિમિટ ને ક્રોસ કરી જાય છે તો યુઝર્સ ને 80kbps ની સ્પીડ પર ઇન્ટરનેટ આપવા માં આવશે. અને ડેટા ની સાથે સાથે યુઝર્સ ને અનલિમિટેડ કોલિંગ, 100 એસએમએસ અને વ્યક્તિગત રિંગ બેક પણ આપવા માં આવશે. આ બંને પ્લાન બીએસએનએલ ના પ્રીપેડ યુઝર્સ માટે 29મી ઓક્ટોબર થી રજૂ થઇ જશે.

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
This BSNL plan gives more data to users than Reliance Jio's plan

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X