હુવાઈ નોવા 2 અને નોવા 2 પ્લસ, 26 મેં દરમિયાન લોન્ચ થઇ શકે છે

Posted By: anuj prajapati

હુવાઈ ઘ્વારા ગયા વર્ષે મેટલ ડિઝાઇન અને સારી બેટરી બેકઅપ ધરાવતી નોવા સિરીઝ લોન્ચ કરવામાં આવી હતી. હવે આ ચાઈનીઝ કંપની 26 મેં દરમિયાન નેકસ્ટ જનરેશન સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહી છે.

હુવાઈ નોવા 2 અને નોવા 2 પ્લસ, 26 મેં દરમિયાન લોન્ચ થઇ શકે છે

કંપનીએ નોવા 2 અને નોવા 2 પ્લસ સ્માર્ટફોન્સ લોન્ચ કરવાના આમંત્રણ પોસ્ટ કરવાનું શરૂ કર્યું છે.
આ સ્માર્ટફોન લોન્ચ થતા પહેલા જ આ સ્માર્ટફોનના ફોટો ઈન્ટરનેટ પર લીક થઇ ચુક્યા છે. આ સ્માર્ટફોન રેડ ગોલ્ડ કલરમાં ખુબ જ શાનદાર દેખાઈ રહ્યો છે.

તસ્વીર માં જણાવ્યા મુજબ નોવા 2 અને નોવા 2 પ્લસ સ્માર્ટફોન મેટલ યુનિબૉડિ ડિઝાઇન અને ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ સાથે આવ્યો છે. જેની પાછળ તરફ ફિંગરપ્રિન્ટ સેન્સર પણ આપવામાં આવ્યું છે. એટલું જ નહીં પરંતુ સ્માર્ટફોનની આગળ અને પાછળ તરફ તમે હુવાઈ બ્રાન્ડિંગ પણ જોઈ શકો છો.

હુવાઈ નોવા 2 અને નોવા 2 પ્લસ, 26 મેં દરમિયાન લોન્ચ થઇ શકે છે

એવું કહેવાય છે કે, નોવા 2 તાજેતરમાં ચાઇનીઝ સર્ટિફિકેશન વેબસાઇટ TEENA પર જોવા મળ્યું હતું, પરંતુ તેની તસવીરો સિવાય બીજી કોઈ જ માહિતી મળી નથી

હુવાઈ નોવા 2 અને નોવા 2 પ્લસ, 26 મેં દરમિયાન લોન્ચ થઇ શકે છે

ઇન્ટરનેટ પર આ બંને સ્માર્ટફોન વિશે ઘણી માહિતી લીક થયી છે. લીક થયેલી માહિતી મુજબ નોવા 2 અને નોવા 2 પ્લસ સ્માર્ટફોનમાં 5.1 ઇંચ અને 5.5 ઇંચ ફુલ એચડી ડિસ્પ્લે અને કિરીન 660 ચિપસેટ સાથે 4 જીબી રેમ અને 64 જીબી ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે.

એટલું જ નહીં પરંતુ બંને સ્માર્ટફોનમાં 12 મેગાપિક્સલ ડ્યુઅલ રિયર કેમેરા અને 8 મેગાપિક્સલ સેલ્ફી કેમેરો આપવામાં આવશે. નોવા 2 સ્માર્ટફોનમાં 3000mAh બેટરી જયારે નોવા 2 પ્લસ સ્માર્ટફોનમાં 3300mAh બેટરી આપવામાં આવશે.

English summary
Huawei introduced its Nova series last year with metal design and better battery backup right next to its premium Huawei P series.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot