વોટ્સએપ ના આ 8 નવા ફીચર્સ નો ઉપીયોગ તમે ટૂંક સમય માં કરી શકશો

By Gizbot Bureau
|

વોટ્સએપ દ્વારા ટૂંક સમય માં તેમના એન્ડ્રોઇડ અને આઇઓએસ ના પ્લેટફોર્મ માટે નવા અપડેટ્સ ને લોન્ચ કરવા માં આવી શકે છે. આ ફીચર્સ વિષે વા બેટા ઇન્ફો દ્વારા જણાવવા માં આવ્યું હતું કે જેઓ દ્વારા વોટ્સએપ ના નવા ફીચર્સ ને ટ્રેક કરવા માં આવે છે. આ ફીચર્સ માંથી અમુક ફીચર્સ ને વોટ્સએપ ના બીટા પ્રોગ્રામ ની અંદર ઉપલબ્ધ કરવા માં આવ્યા હતા જયારે અમુક ફીચર્સ વિષે લીક દ્વારા જાણકારી મળી હતી. આ આર્ટિકલ ની અંદર અમે અમુક એવા વોટ્સએપ ના ફીચર્સ ની સૂચિ તૈયાર કરેલ છે કે તેને તમે ટૂંક સમય ની અંદર તમારા વોટ્સએપ ની અંદર પણ વાપરી શકો છો.

વોટ્સએપ ના આ 8 નવા ફીચર્સ નો ઉપીયોગ તમે ટૂંક સમય માં કરી શકશો

કમ્યુનિટી નામ નું ગ્રુપ ચેટ ફીચર આવશે

કમ્યુનિટી દ્વારા ગ્રુપ ના એડમિનિસ્ટ્રેટર ને વધુ કન્ટ્રોલ આપવા માં આવશે. આ ફીચર ની મદદ થી ગ્રુપ ની અંદર પણ ગ્રુપ બનાવવા ની અનુમતિ આપવા માં આવશે. અમ્બ્રેલા ડીસ્કોર્ડ કમ્યુનિટી ની અંદર કઈ રીતે અલગ અલગ ચેનલ્સ ને અરેન્જ કરવા માં આવે છે આ ફીચર પણ તે રીતે જ કામ કરશે. અને વાબીટાઇન્ફો દ્વારા જણાવવા માં આવ્યું હતું કે સબ ગ્રુપ્સ પણ એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્ટેડ રાખવા માં આવશે.

તમારા ફોન પર ઈન્ટરનેટ ના હોઈ ત્યારે પણ અલ અલગ ડીવાઈસ પર વોટ્સએપ નો ઉપીયોગ કરી શકાશે.

થોડા સમય પહેલા જ વોટ્સએપ દ્વારા તેમના બીટા યુઝર્સ માટે મલ્ટી ડીવાઈસ ફીચર ને લોન્ચ કરવા માં આવ્યું હતું. આ ફીચર ની મદદ થી યુઝર્સ અલગ અલગ ડીવાઈસ પર વોટ્સએપ નો ઉપીયોગ કરી શકશે પછી ભલે તેમના સ્માર્ટફોન ની અંદર ઈન્ટરનેટ કનેક્શન ના હોઈ. યુઝર્સ દ્વારા એક વોટ્સએપ એકાઉન્ટ ને 4 અલગ અલગ ડિવાઇસીસ ની સાથે લિંક કરી શકાય છે.

ડિસપિઅરિંગ મેસેજીસ માટે નવી ટાઈમ લિમિટ

વોટ્સએપ દ્વારા ગયા વર્ષે ડિસપિઅરિંગ મેસેજીસ ના ફીચર ને લોન્ચ કરવા માં આવ્યું હતું. આ ફીચર ની અંદર યુઝર્સ દ્વારા મોકલેલા મેસેજીસ ને થોડા સમય ની અંદર જાતે જ ડીલીટ કરી નાખવા માં આવે છે એટલે કે મેસેજીસ ઓટોમેટિકલી ડીલીટ થઇ જાય છે. અને હવે કંપની દ્વારા બીટા અપડેટ ની સાથે 90 દિવસ અને 24 કલ્લાક ના વિકલ્પો ને પણ જોડવા માં આવ્યા છે. અત્યાર સુધી ડિસપિઅરિંગ મેસેજીસ ને 7 દિવસ ની અંદર ઓટોમેટિકલી ડીલીટ કરી દેવા માં આવતા હતા.

લાસ્ટ સીન, પ્રોફાઈલ ફોટો, અને બીજી કોન્ટેક્ટ ઇન્ફોર્મેશન માટે વધુ કન્ટ્રોલ

આ ફીચર યુઝર્સને કંટ્રોલ કરવા દેશે કે કોણે છેલ્લે વોટ્સએપ, સ્ટેટસ, પ્રોફાઈલ ફોટો અને ડિસ્ક્રીપ્શન જોયું. આ ચોથો વિકલ્પ છે કારણ કે એપ પહેલાથી જ એવરીવન, માય કોન્ટેક્ટ્સ અને નોબડી જેવા વિકલ્પો ઓફર કરે છે. વપરાશકર્તાઓએ 'માય કોન્ટેક્ટ્સ એક્સપેક્ટ' વિકલ્પનો ઉપયોગ કરીને એવા સંપર્કો પસંદ કરવા પડશે જેમની સાથે તેઓ માહિતી શેર કરવા માંગતા નથી.

ફેસબુક મેસેન્જર અને ઇન્સ્ટાગ્રામ ની જેમ મેસેજ રિએક્શન

વોટ્સએપ એ જ મેસેજ રિએક્શન લાવી રહ્યું છે જે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક મેસેન્જર પર ઉપલબ્ધ છે. આ ફીચર યુઝર્સને મેસેજનો જવાબ આપવા દે છે. બધા યુઝર્સે જે મેસેજનો તેઓ જવાબ આપવા માગે છે તેને ટેપ કરીને પકડી રાખવાનું છે અને પછી તેમની આંગળીને યોગ્ય ઇમોજી પર ખેંચી લેવાનું છે. પ્રતિસાદ ટેક્સ્ટની નીચે દેખાશે અને જૂથના તમામ સભ્યોને દેખાશે.

વોઇસ મેસેજીસ ને મોકલતા પહેલા સાંભળી શકાશે

વોટ્સએપ દ્વારા નવા યુઆઈ ની સાથે મોકલતા પહેલા વૉઇસ સંદેશાઓ સાંભળવાની શક્યતા. વપરાશકર્તાઓ તેમને મોકલતા પહેલા રેકોર્ડ કરેલા વૉઇસ સંદેશાઓ સાંભળી શકે છે. કંપની સ્ટોપ બટન ઉમેરી રહી છે અને યુઝર્સ ઝડપથી વોઈસ મેસેજ સાંભળી શકશે. જો તેમને રેકોર્ડ કરેલ વોઈસ મેસેજ પસંદ ન હોય તો તેઓ તેને ડીલીટ કરી શકે છે.

કોન્ટેક્ટ કાર્ડ ને નવી ડિઝાઇન આપવા માં આવશે

કોન્ટેક્ટ કાર્ડ એટલે કે જયારે આપણે કોઈ ની પ્રોફાઈલ પર ક્લિક કરીએ ને જે વિન્ડો ઓપન થાય તેને કહેવા માં આવે છે અને તેની ડિઝાઇન ને વોટ્સએપ દ્વારા બદલવા માં આવી રહી છે. ઓનલાઇન જે આ નવી ડિઝાઇન ના ફોટોઝ લીક થયા છે તેના પર થી જાણવા મળે છે કે વોટ્સએપ દ્વારા ઇન્ફો ના બટન ને કોન્ટેક્ટ ના નામ ની બાજુ માં શિફ્ટ કરવા માં આવેલ છે. અને હવે પ્રોફાઈલ ફોટો ને પણ સ્કવેર રાખવા માં આવેલ નથી.

યુઝર્સ ને જાણ થશે કે જે ઈમોજી મોકલવા માં આવેલ છે તે ઓપન થયું છે કે નહિ

વોટ્સએપ દ્વારા મેસેજ રિએક્શન અને યુઝર્સ તેને કઈ રીતે જોશે તેના પર કામ કરવા માં આવી રહ્યું છે. તેથી જે મેસેજીસ અથવા રેક્સેશન અથવા ઈમોજી ને મોકલવા માં આવ્હ્યુ હશે અને તેને ઓપન કરી શકાય તેમ નહિ હોઈ તો વોટ્સએપ દ્વારા મેસેજ મોકલવા માં આવશે કે વોટ્સએપ નું જે વરઝ્ન ચાલી રહ્યું છે તે જે રિએક્શન આવ્યું છે તેને સપોર્ટ કરતું નથી.

Best Mobiles in India

English summary
These are the secret features that WhatsApp is currently testing

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X