આ છે ટોપ 5 Best Mobile Cricket games, જાણો લિસ્ટ

By Gizbot Bureau
|

ક્રિકેટ વિશ્વના સૌથી વધુ ફોલો થતી રમતમાંની એક રમત છે. ભારતમાં તો ક્રિકેટ એક ધર્મ જ છે. આપણા દેશમાં લોકો ક્રિકેટ જોવાની સાથે સાથે ફિઝિકલી અને વર્ચ્યુઅલી રમવામાં પણ અત્યંત રસ ધરાવે છે. જો તમે પણ ક્રિકેટના શોખીન છો, તો અમે અહીં તમારા માટે કેટલીક ખાસ ક્રિકેટ ગેમ્સ લઈને આવ્યા છીએ. તમે આ બધી જ ક્રિકેટ ગેમ્સ તમારા મોબાઈલ પર રમી શક્શો.

આ છે ટોપ 5 Best Mobile Cricket games, જાણો લિસ્ટ

World Cricket Championship 2

ગૂગલ પ્લે સ્ટોર પર World Cricket Championship 2 ગેમ 4.3નું રેટિંગ ધરાવે છે. આ ક્રિકેટ ગેમની ખાસ વાત તેના શાનદાર ગ્રાફિક્સ છે. આ ગેમમાં ક્વિક પ્લે અને મલ્ટીપ્લેયર મોડ પણ છે. એટલે કે તમે બીજા ગેમર્સ કે તમારા મિત્રો સાથે પણ World Cricket Championship 2નો આનંદ લઈ શકો છો. આ ઉપરાંત પ્લેયર્સ પોતાની પસંદની ટીમ સાથે ટુર્નામેન્ટ મોડ પણ રમી શકે છે.

Real Cricket Go

આ ગેમ 3ડી ગ્રાફિક્સ સપોર્ટ ધરાવે છે, જેમાં પ્લેયર્સને પ્લે સ્ટોર જેવા ગ્રાફિક્સ મોબાઈલ ગેમમાં રમવા મળે છે. આ ઉપરાંત Real Cricket Goમાં જુદી જુદી ટુર્નામેન્ટના ઓપ્શન આપવામાં આવ્યા છે, જેમાં પ્લેયર્સ પોતાની પસંદગીની ટીમ સાથે ગેમ રમી શકે છે. Real Cricket Goને પણ ગૂગલ પ્લે સ્ટોર પર 4.2 રેટિંગ મળ્યું છે.

Indian Cricket Premier League

આ ક્રિકેટ ગેમની ખાસ વાત એ છે કે તમે તેને ઓફલાઈન પણ રમી શકો છો. એટલે કે Indian Cricket Premier League તમે ઈન્ટરનેટ બંધ કરીને પણ રમી શકો છો. આ ગેમમાં પણ 3ડી પ્રાફિક્સ છે, જેને કારણે ગેમનો આનંદ બેવડાઈ જાય છે. આ ઉપરાંત અહીં વર્લ્ડ કપ જેવા ટુર્નામેન્ટના ઓપ્શન છે, જેમાં યુઝ્સ પોતાની પસંદગીની ટીમ સાથે ગેમનો આનંદ માણી શકે છે.

Sachin Saga Cricket Champions

Sachin Saga Cricket Champions આ ગેમ ક્રિકેટના ભગવાન ગણાતા માસ્ટર બ્લાસ્ટર સચિન તેન્ડુલકર પર આધારિત છે. આ ગેમ સચિન તેન્ડુલકરની કરિયર મુજબ રમવાની છે. એટલે કે પ્લેયર્સ અહીં સચિન તરીકે જ ક્રિકેટ રમી શકે છે. આ ગેમમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટેક્નોલોજીનો સપોર્ટ મળે છે, જેને કારણે આ ગેમ વધારે રોમાંચક બની જાય છે. સાથે જ અહીં એનિમેશન પણ અદ્લ રિયલ ક્રિકેટ મેચ જેવા મળે છે.

T20 Circket Champions 3D

ગેમ ડેવલપર કંપની Zapak એ T20 Circket Champions 3D ગેમ તૈયાર કરી છે. આ ગેમ અત્યાર સુધી 10 મિલિયનથી વધારે વખત ડાઉનલોડ થઈ ચૂકી છે. સાથે જ તેને ગૂગલ પ્લે સ્ટોર પર 4.1નું રેટિંગ આપવામાં આવ્યું છે. અહીં પ્લેયર્સ ટી20 વર્લ્ડ કપની મેચ રમી શકે છે. આ ઉપારંત પ્લેયર્સને અહીં ગેમ કસ્ટમાઈઝ કરવાની પણ સુવિધા મળે છે.

Best Mobiles in India

English summary
These are the best mobile cricket games know list

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X