સ્કેમ થી બચવા માટે એન્ડ્રોઇડ સ્માર્ટફોન ની અંદર આ એપ્સ ને ડાઉનલોડ કરવા થી બચો

|

ભારત ની અંદર ઇન્ટરનેટ યુઝર્સ માટે કસ્ટમર કેર સ્કેમ એક ખુબ જ મોટી સમસ્યા બની ચુકી છે. સામાન્ય રીતે લોકો ને જયારે કસ્ટમર કેર ની જરૂર પડતી હોઈ છે ત્યારે તેઓ ગુગલ ની અનર સર્ચ કરી અને નંબર ને ડાયલ કરતા હોઈ છે. અને સમસ્યા એ છે કે ગુગલ પર આ પ્રકાર ના મોટા ભાગ ના કસ્ટમર કેર ના નંબર ખોટા છે અને તેના દ્વારા ખુબ જ સ્કેમ પણ થઇ રહ્યા છે.

સ્કેમ થી બચવા માટે એન્ડ્રોઇડ સ્માર્ટફોન ની અંદર આ એપ્સ ને  ડાઉનલોડ કરવ

અને આ લોકો દ્વારા ખોટી રિમોટ ડેસ્કટોપ એપ ને યુઝર્સ ના એન્ડ્રોઇડ સ્માર્ટફોન ની અંદર ડાઉનલોડ કરાવે છે જેથી તેઓ પોતાના સ્કેમ ને કરી શકે. અને સમાન્સ્ય યુઝર્સ ને તે જાણ હોતી નથી કે રિમોટ ડેસ્કટોપ એપ કઈ રીતે કામ કરે છે અને પરિણામે તેઓ પોતાના સ્માર્ટફોન ની આખી સ્ક્રીન તેમની સાથે શેર કરે છે. અને જેની મદદ થી તે એપ યુઝર્સ ના સ્માર્ટફોન ની સ્ક્રીન ને સતત રોકોર્ડ કરતું રહે છે અને તેના કારણે તેઓ યુઝર્સ ની બધી જ બેન્કિંગ અને રૂપિયાએ ની વિગતો ને ચોરી શકે છે.

અહીં એક વસ્તુ વિષે ખાસ જાણવું જોઈએ કે રિમોટ ડેક્સટોપ એપ એ કોઈ માલવેર નથી પરંતુ જો તમે કોઈ ડીવાઈસ ને રીમોટ્લી મોનિટર કરવા માંગો છો તો તેના માટે એક ખુબ જ સારી એપ સાબિત થઇ શકે છે. અને સામાન્ય લોકો ની અંદર ડિજિટલ નોલેજ ઓછું હોવા ના કારણે તેઓ આ પ્રકાર ના સ્કેમ ની અંદર ફસાઈ રહ્યા છે. અને બીજી વાત એ કે જો કોઈ સાચું કસ્ટમર કેર હશે તો તતમારી પ્રોડક્ટ ના સોલ્યુશન માટે તેઓ ક્યારેય પણ તમને કોઈ એપ ડાઉનલોડ કરવા માટે નહિ કહે. અને જો તમે આ પ્રકાર ના સ્કેમ થી બચવા માંગતા હોવ તો અહીં જણાવેલ રિમોટ ડેસ્કટોપ એપ્સ થી ખાસ બચો કે જે ખુબ જ પ્રખ્યાત એપ્સ છે.

ટિમ વ્યૂઅર કવિક સપોર્ટ

ટિમ વ્યૂઅર કવિક સપોર્ટ એપ નો ઉપીયોગ મોટા ભાગે આઇટી મેનેજર્સ દ્વારા ફોન્સ અને પીસી ને કન્ટ્રોલ કરવા માટે કરવા માં આવે છે અને તે ખુબ જ પ્રખ્યાત એપ પણ છે. એક તરફ જયારે આ એક ખુબ જ ઉપીયોગી તુલ સાબિત થઇ શકે છે ત્યારે જો તેનો ઉપીયોગ કઈ રીતે કરવો તેના વિષે તમે જાણતા ના હોવ તો તમારે તેને ડાઉનલોડ ના કરવું જોઈએ. બેન્ક લોગ ઈન ડિટેલ્સ અને ઓટીપી ને ચોરવા માટે આ એપ નો ઉપીયોગ પણ ખુબ જ કરવા માં આવે છે.

માઈક્રોસોફ્ટ રિમોટ ડેસ્કટોપ

માઈક્રોસોફ્ટ રિમોટ ડેસ્કટોપ એપ ની મદદ થી તમે રિમોટ પીસી અથવા એપ્સ ને ઓપરેટ કરી શકો છો અને તે પણ ટિમ વ્યૂઅર કવિક સપોર્ટ ની જેમ જ કામ કરે છે. પરંતુ જો યુઝર્સ નથી જાણતા કે રિમૉટડેક્સટોપ એપ કઈ રીતે કામ કરે છે તો સ્કેમર્સ માટે આ એક ખુબ જ સરળ એપ બની શકે છે સ્કેમ કરવા માટે.

એની ડેસ્ક રિમોટ કન્ટ્રોલ

રિમોટ ડેસ્કટોપ ને મેનેજ કરવા માટે બિઝનેસ યુઝર્સ દ્વારા આ એપ નો ઉપીયોગ સૌથી વધુ કરવા માં આવે છે. પરંતુ સ્કેમર્સ દ્વારા પણ પોતાના વિકટમ્સ ને આ એપ ને ડાઉનલોડ કરવા માટે ખુબ જ જોર આપવા માં આવે છે. તેથી જો તમે આ એપ ને સમજતા ના હોવ તો તેને ડાઉનલોડ કરવા થી જરૂર બચો.

એર ડ્રોઈડ

આ એક બીજી રિમોટ એક્સેસ એપ છે કે જેના વિષે જો તમને જાણકારી ના હોઈ તો તમારે તેને ડાઉનલોડ કરવા થી જરૂર થી બચવું જોઈએ.

એર મિરર

આ એક એવી એપ છે કે જે તમને તમારા પીસી ની મદદ થી કોઈ પ જગ્યા પર થી તમારા ફોન ને એક્સેસ કરવા ની અનુમતિ આપે છે. અને જયારે કોઈ પણ દ્વારા આ એપ ને ડાઉનલોડ કરવા વિષે અમને કહેવા માં આવે છે ત્યારે તમારે આ એપ ને ડાઉનલોડ ના કરવી જોઈએ અને તેને ડાઉનલોડ કરવા થી બચવું જોઈએ.

ક્રોમ રિમોટ ડેસ્કટોપ

ગુગલ દ્વારા ઉપલબ્ધ કરવા માં આવેલ આ એક રિમોટ ડેસ્કટોપ એપ છે, આ એક ખુબ જ ઉપીયોગી એપ છે પરંતુ જો તે ખોટા હાથ ની અંદર જાય તો લોકો તેમના ઓટીપી, પીણાને પૈસા પણ ગુમાવી શકે છે.

સ્પ્લેશટોપ પર્સનલ

જો તમે સ્કેમ થી બચવા માંગતા હોવ તો આ રિમોટ એપ થી પ્નતમારે જરૂર થી બચવું જોઈએ સિવાય કે તેનો ઉપીયોગ તમે કઈ રીતે કરી શકો છો તેના વિષે તમને સંપૂર્ણ માહિતી હોઈ.

Best Mobiles in India

Read more about:
English summary
These Apps Should Avoid On Your Smartphone To Save You From Money-Stealing Scams

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X