Just In
- 677 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 678 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 679 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 680 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Telegramમાં પણ હવે મૂકી શકાશે Story, આ વાત બનાવશે ફીચરને ખાસ
ઈન્સ્ટાગ્રામ અને ફેસબુકની માફક હવે લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટેલિગ્રામ પણ સ્ટોરી અથવા તો સ્ટેટસ ફીચર લોન્ચ કરવા જઈ રહ્યું છે. ટેલિગ્રામના સીઈઓ પેવલ ડુરોવે 27 જૂન 2023ના રોજ જાહેરાત કરી છે કે જુલાઈ મહિનાની શરૂઆતમાં ટેલિગ્રામ પર સ્ટોરીઝ ફીચર લાઈવ થઈ જશે. ડુરોવનું કહેવું છે કે યુઝર્સ લાંબા સમયથી આ ફીચરની માંગ કરી રહ્યા હતા, આખરે કંપની હવે આ ફીચર લોન્ચ કરવા જઈ રહી છે. ડુરોવે વધુમાં કહ્યું છે કે કંપની શરૂઆતમાં ટેલિગ્રામમાં સ્ટોરીઝ ફીચર એડ કરવા નહોતી માગતી, કારણ કે આ ફીચર બધા જ પ્લેટફોર્મ પર ઓલરેડી છે. પરંતુ યુઝ્સની ભારે ડિમાન્ડ પૂરી કરવી એ પણ કંપનીની ફરજ છે. એટલે પબ્લિક ડિમાન્ડ પર હવે ટેલિગ્રામમાં સ્ટોરીઝ ફીચર મળશે.

ટેલિગ્રામના સીઈઓએ આ નવા ફીચર અંગેની જાહેરાત ટેલિગ્રામમાં જ પોસ્ટ કરીને કરી છે. તેમણે આપેલી માહિતી મુજબ હાલ સ્ટોરીઝ ફીચર ટેસ્ટિંગના લાસ્ટ ફેઝમાં છે, જે જુલાઈની શરૂઆતમાં યુઝર્સ માટે અવેલેબલ થઈ જશે. આ ફીચર બાદ ટેલિગ્રામનો ઉપયોગ વધુ મનોરંજક બનશે. ટેલિગ્રામ પર સ્ટોરીઝ પોસ્ટ કરનાર યુઝર્સ એ પણ નક્કી કરી શક્શે, કે તેમની સ્ટોરીઝ કોણ કોણ જોઈ શક્શે.
સ્ટોરીઝને આ ફીચર્સ બનાવશે વધુ આકર્ષખ
સાથે જ ટેલિગ્રામ યુઝર્સ એ પણ નક્કી કરી શક્શે કે તેમની સ્ટોરી બધા જ જોઈ શકે. જેમ કે તમારા કોન્ટેક્ટમાં રહેલા લોકો, અથવા સિલેક્ટેડ કોન્ટેક્ટ્સ કે પછી માત્ર નજીકના જ લોકો. આ પ્રકારના ગ્રુપ પણ સ્ટોરી પોસ્ટ કરતી વખતે બનાવી શકાશે. સ્ટોરીઝ તમારા ચેટ લિસ્ટના સૌથી ઉપર એક્સપાન્ડેપલ સેક્શનમાં જોવા મળશે. યુઝર્સ કોઈ પણ કોન્ટેક્ટ દ્વારા પોસ્ટ કરવામાં આવેલી સ્ટોરીઝને પોતાની મેઈન સ્ક્રીનના બદલે કોન્ટેક્ટ સેક્શનમાં હિડન લિસ્ટમાં લઈ જઈને હાઈડ પણ કરી શક્શે.
આ ઉપરાંત યુઝર્સ પોતાની સ્ટોરીઝમાં કેપ્શન અને લિંક પણ ઉમેરી શક્શે. તમારી સ્ટોરીઝમાં તમે અન્ય યુઝર્સને ટેગ પણ કરી શક્શો. સ્પેશિયલી ફ્રંટ અને રિયર કેમેરાથી ક્લિક કરેલા ફોટોઝ અને વીડિયોઝને એક સાથે BeReal જેવી શૈલીમાં પણ યુઝર્સ પોસ્ટ કરી શક્શે.
સ્ટોરી એન્ડ કરવા માટેનો ટાઈમ પણ યુઝર નક્કી કરી શક્શે.
ટેલિગ્રામમાં સ્ટોરી પોસ્ટ કરવા દરમિયાન યુઝર્સને એક ખાસ ફીચર મળવા જઈ રહ્યું છે, જે કોઈ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નથી. યુઝર્સ સ્ટોરી 6, 12, 24 કે 48 કલાકમાં વેનિશ થઈ જશે, તે નક્કી કરી શક્શે. આ ઉપારાંત યુઝર્સ પોતાની સ્ટોરીને પેજ પર પર્મેનેન્ટ પણ રાખી શક્શે, જેમ કે ઈન્સ્ટાગ્રામમાં હાઈલાઈટ્સની સુવિધા છે.
ટેલિગ્રામ સ્ટોરીઝ ફીચરનું ટેસ્ટિંગ અંતિમ તબક્કામાં છે. સીઈઓ ડુરોવનું માનવું છે કે આ ફીચરથી ટેલિગ્રામનો એક નવો યુગ શરૂ થશે અને પ્લેટફોર્મ વધુ યુઝફુલ બનશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
