Just In
- 586 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 587 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 588 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 589 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Telegramમાં હવે સ્ટોરી થશે રિપોસ્ટ અને બોલીને થશે ટાઈપ મેસેજ, નવા ફીચર્સ લોન્ચ
વ્હોટ્સ એપની જેમ જ ટેલિગ્રામ પણ લોકપ્રિય ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ છે. ટેલિગ્રામ પર તાજેતરમાં જ ટ્રાન્સ્ક્રાઈબ મેસેજ, વીડિયો મેસેજ ટુ સ્ટોરીઝ, રિપોસ્ટ સ્ટોરીઝ જેવા સંખ્યાબંધ નવા ફીચર્સ રોલઆઉટ થયા છે. આ ફીચર્સ એન્ડ્રોઈડ અને આઈઓએસ બંને ઓપરેટિંગ સિસ્ટમ પર અવેલેબલ છે.

પ્રોફાઈલનો કલર પસંદ કરી શકાશે
ટેલિગ્રામ પોતાના પ્રીમિયમ સબસ્ક્રાઈબર્સને સંખ્યાબંધ કસ્ટમાઈઝેશન ઓપ્શન્સ આપે છે. જેમ કે પેઈડ યુઝર્સ નામનો કલર, રિપ્લાયનો કલર પસંદ કરી શકે છે. જો કે, લેટેસ્ટ અપડેટમાં હવે પ્રીમિયમ મેમ્બર્સ પોતાના પ્રોફાઈલ અને લોગોના કલર કોમ્બિનેશન પણ સેટ કરી શક્શે.
તમારા પ્રોફાઈલને કસ્ટમાઈઝ કરવા માટે એન્ડ્રોઈડ યુઝર્સે સેટિંગ્સમાં જઈને ચેટ સેટિંગ્સમાં જવાનું રહેશે. જ્યાં તમને Change Your Colorનો વિકલ્પ મળશે. જ્યારે iOS યુઝર્સને અપીઅરન્સ વિકલ્પની અંદર Your Color ઓપ્શન મળશે.
સ્ટોરી કરો રિપોસ્ટ
ટેલિગ્રામે પોતાની લેટેસ્ટ અપડેટમાં યુઝર્સને તેમના મિત્રો કે ગમતી ચેનલ્સની સ્ટોરી રિપોસ્ટ કરવાનો વિકલ્પ આપ્યો છે. સ્ટોરી રિપોસ્ટ કરતા સમયે યુઝરસ ઓડિયો, ટેક્સ્ટ કે પછી વીડિયો કમેન્ટ પણ એડ કરી શક્શે. આ રિપોસ્ટેડ સ્ટોરી માટે અલગથી વિઝિબિલીટી સેટિંગ્સ મળશે. એટલે કે જેમ તમે તમારી સ્ટોરીની વિઝિબિલીટી રિસ્ટ્રીક્ટ કરી શકો છો તેમ રિપોસ્ટ થયેલી સ્ટોરીમાં પણ કરી શક્શો.
કોઈ પણ સ્ટોરીને રિપોસ્ટ કરવા માટે તમારે માત્ર Share Arrow પર ટેપ કરીને Repost Story ઓપ્શન પર ક્લિક કરવાનું છે. જો કે જે સ્ટોરીઝ બધા માટે વિઝીબલ છે, તેને જ રિપોસ્ટ કરી શકાશે.
ગમતા વિષયની ચેનલ્સ શોધો
ટેલિગ્રામ ચેનલ્સ એવું ફીચર છે, જે લાખો યુઝર્સને લેટેસ્ટ સમાચાર, ચર્ચાઓથી અવગત રાખે છે. હવે જ્યારે યુઝર્સ કોઈ પર્ટિક્યુલર ચેનલ જોઈન કરશે, ત્યારે યુઝર્સને સરખા વિષયની બીજી ચેનલ્સના સજેશન મળશે.
ટ્રાન્સ્ક્રાઈબ વોઈસ અને વીડિયો મેસેજ
આ ફીચર અત્યાર સુધી પ્રીમિયમ મેમ્બર્સ માટે જ હતું. જો કે હવે વોઈસ ટુ ટેક્સ્ટ ટ્રાન્સ્ક્રાઈબ ફીચર ફ્રી યુઝર્સ માટે પણ રોલઆઉટ કરી દેવાયું છે.જો કે જે યુઝર્સ પાસે પ્રીમિયમ સબસ્ક્રીપ્શન નથી તે અઠવાડિયામાં બે જ મેસેજ ટ્રાન્સક્રાઈબ કરી શક્શે અને બે જ વીડિયો મેસેજ મોકલી શક્શે.
આ નવા ફીચરનો ઉપયોગ કરવા માટે યુઝર્સે માત્ર '→A icon’ પર ટેપ કરવાનું છે. બાદમાં ટેલિગ્રામ જાતે જ ભાષા ડિટેક્ટ કરીને તમારો મેસેજ ટાઈપ કરી શક્શે. જો કે, આ ફીચર હજી રોલઆઉટ થઈ રહ્યું છે, એટલે તમને મળતા થોડો સમય લાગી શકે છે.
સ્ટોરીમાં પોસ્ટ કરો વીડિયો મેસેજ
Telegram દ્વારા પોતાના યુઝર્સ માટે સ્ટોરીમાં વીડિયો મેસેજ એડ કરવાનું ફીચર પણ આપવામાં આવ્યું છે. આ મેસેજ સરળતાથી રિસાઈઝ થઈ શકે છે અને સ્ક્રીનમાં ગમે ત્યાં મૂકી પણ શકાય છે. આ ફીચરનો ઉપયોગ યુઝર્સ જે સ્ટોરી રિપોસ્ટ કરે, તેમાં વીડિયો રિએક્શન આપવા માટે પણ કરી શકે છે.
એક વીડિયો મસેજ રેકોર્ડ કરવા માટે યુઝરે માત્ર સ્ટોરી એડિટરમાં આપેલા કેમેરા આઈકનને હોલ્ડ કરવાનો છે, અને તમે વીડિયો રેકોર્ડ કરી શક્શો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications