Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 635 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Foldable Phone 30 હજાર કરતા પણ ઓછામાં, બે ડિસ્પ્લે અને 32 MP કેમેરા પણ
વર્ષ 2018માં સાઉથ કોરિયન કંપની સેમસંગે પહેલો ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કર્યો હતો. ત્યારથી આજ સુધી ફોલ્ડેબલ ડિવાઈસિઝ પ્રીમિયમ સેગમેન્ટનો ભાગ બની ચૂક્યા છે. ફ્લિપ ફોન્સને મિડ પ્રીમિયમ સેગમેન્ટમાં ખરીદી શકાય છે, પરંતુ ફોલ્ડેબલ ફોન્સની હાલની કિંમત દરેક યુઝરને પોસાય તેવી નથી. એટલે 90 ટકા યુઝર્સ ઈચ્છવા છતાંય ફોલ્ડેબલ ફોન્સ નથી ખરીદી શક્તા. પરંતુ આજે અમે તમને એક એવા ફોલ્ડેબલ ફોનની વાત કરીશું, જે ખાસ ઓફર્સને કારણે તમે 30 હજાર કરતા ઓછી કિંમતમાં ખરીદી શકો છો, તેમાં બે ડિસ્પ્લે છે, જે ફોલ્ડેબલ છે. આ ફોનનું નામ T ECNO Phantom V Flip છે.
TECNO Phantom V Flip 5જી ફોનની કિંમત છેલ્લા કેટલાક દિવસોમાં જ ઘટી છે અને દમદાર ફીચર્સ ધરાવતો આ ફોલ્ડેબલ ફોન કૂપન ડિસ્કાઉન્ટને કારણે 30 હજાર કરતા ઓછી કિંમતમાં તમે ઘેર લાવી શકો છો. સાથે જ બેન્ક ઓફર્સનો ફાયદો અલગથી પણ મળી રહ્યો છે. જૂના ફોનના બદલે ગ્રાહકો એક્સચેન્જ ડિસ્કાઉન્ટનો પણ ફાયદો મેળવી શકે છે.

ઓફર પ્રાઈસમાં આ રીતે ખરીદો ફોલ્ડેબલ ફોન
TECNO Phantom V Flip 5જી સ્માર્ટફોનનું 8 જીબી રેમ અને 256 જીબી વર્ઝન એમેઝોન પર 54,899 રૂપિયામાં લિસ્ટ કરવામાં આવ્યું છે. જેના પર 25,000 રૂપિયાનું કૂપન ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે, જે બાદ ફોનની કિંમત 29,899 રૂપિયા થઈ જાય છે. આ ઉપરાંત સિલેક્ટેડ બેન્ક કાર્ડ્ઝથી પેમેન્ટ કરવા પર અથવા હપતાથી ખરીદી કરવા પર 10 ટકા ફ્લેટ ડિસ્કાઉન્ટ મળે છે.
સાથે જ તમે એક્સચેન્જ ઓફરનો પણ ફાયદો ઉઠાવી શકો છો. જો તમે જૂનો ફોન એક્સચેન્જ કરાવો છો, તો વધુમાં વધું 41,250 રૂપિયાનું વધુમાં વધુ એક્સચેન્જ ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. પરંતુ આ રકમ તમારા ફોનના મોડેલ અને કંડીશન પર આધારિત છે. જો કે, તમે બેન્ક ઓફર અને એક્સચેન્જ બોનસનો ફાયદો એકસાથે નથી મેળવી શક્તા. આ ફોન આઈકોનિક બ્લેક અને મિસ્ટિક ડૉન એમ બે કલરમાં ખરીદી શકો છો.
TECNO Phantom V Flip 5જી ફોનના સ્પેસિફિકેશન્સ
ટેક્નોના આ ફોલ્ડેબલ ફોનમાં તમને 6.9 ઈંચની ફ્લેક્સિબલ AMOLED ડિસ્પ્લે મળે છે, અને બહાર 1.32 ઈંચની AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. આ બંને ડિસ્પ્લેમાં 120 હર્ટઝનો રિફ્રેશ રેટ સપોર્ટ પણ મળે છે. આ ફોનમાં સારા પર્ફોમન્સ માટે મીડિયાટેક ડાયમેન્સિટી 8050 પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ ફોનમાં 64 MP અને 13 MPની સાથે 32 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા પણ મળે છે. આ ફોનમાં 4,500 mAhની બેટરી કેપેસિટીની સાથે 45W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ મળે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications