Just In
- 538 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 539 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 540 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 540 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Google પર ભૂલથી પણ સર્ચ ન કરો આ વસ્તુઓ, છેતરપિંડીના બનશો શિકાર
કંઈ પણ નાની વાત હોય કે તરત જ ગૂગલ ખોલીને તેના પર સર્ચ કરવું, હવે આપણા બધાની આદત બની ગઈ છે. જો કે, ઘણીવાર ગૂગલ પરથી માહિતી ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે, તો ઘણી વાર લોકોને પોતાની મહેનતની કમાણી ગુમાવવાનો વારો આવે છે. આજે અમે તમને કેટલીક એવી બાબતો વિશે જણાવીશું, જેને તમારે ભૂલથી પણ ગૂગલ પર સર્ચ ન કરવી જોઈએ, કારણ કે જો કમે આ વસ્તુઓ ગૂગલ પર સર્ચ કરશો, તો તમારી સાથે છેતરપિંડી થવાની 99 ટકા શક્યતા છે.

કૂપન અને ઓફર્સ
સસ્તામાં સામાન ખરીદવાના ચક્કરમાં લોકો ડિસ્કાઉન્ટ કૂપન અને ઓફર્સ વિશે ગૂગલ પર સર્ચ કરે છે, પરંતુ તમારી આ આદત સાઈબર ઠગોને તમારી તરફ આકર્ષે છે. ડિસ્કાઉન્ટ કૂપનના નામે તમારી પાસે જુદા જુદા બોગસ ફોર્મ ભરાવવામાં આવે છે, જેમાં તમારી પાસેથી પર્સનલ માહિતી પણ માગવામાં આવે છે. આ ઉપરાંત કૂપન આપવાની આડમાં તમારા ફોનમાં શંકાસ્પદ એપ ઈન્સ્ટોલ કરવામાં આવે છે, જે તમારો ડેટા સાઈબર ઠગોને મોકલી આપે છે.
કસ્ટમર કેર નંબર
ગૂગલ પર કોઈ પણ કસ્ટમર કેર નંબર સર્ચ કરવાની ભૂલ પણ ક્યારેય ન કરવી જોઈએ. કારણ કે ગૂગલ પરથી મળેલા કસ્ટમર કેર નંબર તમને નુક્સાન કરાવી શકે છે. ગૂગલ પર જો તમારે કસ્ટમર કેર નંબર સર્ચ કરવો જ છે, તો જ્યાંથી તમને નંબર મળે છે, તેની સત્યતા બરાબર ચેક કરો અને કોલ કરવા દરમિયાન સાવધાની રાખો. કારણ કે સાઈબર ઠગ બેન્ક જેવી અને કસ્ટમર કેર જેવી લાગતી વેબસાઈટ બનાવીને તેમના નંબર કસ્ટમર કેર નંબર તરીકે રાખે છે, અને બાદમાં જ્યારે તમે તેમને કોલ કરો, ત્યારે તમને ઠગી લે છે.
બેન્ક વેબસાઈટ અને ઈન્ટરનેટ બેન્કિંગ
ગૂગલ પર બેન્કની વેબસાઈટના ઈન્ટરનેટ બેન્કિંગને લઈને પણ જ્યારે સર્ચ કરો, ત્યારે ખૂબ જ સાવચેતી રાખો. તમને જે સર્ચ રિઝલ્ટ મળે છે, તેમના યુઆરએલ બારીકાઈથી ચેક કરો. સાઈબર ઠગ કસ્ટમર કેરની જેમ જ બેન્કના નામથી ભળતી વેબસાઈટ બનાવીને યુઝર્સને ઠગે છે. ઘણીવાર જ્યારે બેન્કની ઈન્ટરનેટ બેન્કિંગ સેવા અંગે ગૂગલમાં સર્ચ કરો છો, ત્યારે આવી ડુપ્લીકેટ વેબસાઈટ પર ટ્રાન્ઝેક્શન કરીને ઠગાઈનો શિકાર બની જાવ છો.
બીમારી વિશે
જો તમને આરોગ્યને લગતી કોઈ સમસ્યા છે, તો યોગ્ય ડૉક્ટરની સલાહ લેવી જ ઉચિત છે. ગૂગલ પર દવા સર્ચ કરીને ડૉક્ટરની સલાહ વગર સેવન ન કરો. ગૂગલ પર દવા અને બીમારી અંગે સર્ચ કરીને, તેના પરથી ઈલાજ કરવો તમારા આરોગ્ય માટે નુક્સાનકારક બની શકે છે. કારણ કે ગૂગલ પર આપેલી માહિતી કોઈ નિષ્ણાતે આપેલી છે કે નહીં, તે આપણને ખ્યાલ નથી. ત્યાં આપેલી દવાઓ કે ઈલાજ ખોટા પણ હોઈ શકે છે.
સરકારી વેબસાઈટ
ગૂગલ સર્ચમાં સૌથી વધુ ઠગાઈ બેન્ક અને સરકારી વેબસાઈટને લઈને થાય છે. માત્ર જો તમે પાસપોર્ટ સેવા અંગે પણ ગૂગલમાં સર્ચ કરશો, તો ગૂગલ પર તમને અઢળક નકલી વેબસાઈટ મળી જશે. આ મામલે સરકાર પણ વારંવાર લોકોને સાવચેત કરી ચૂકી છે. ગૂગલ સર્ચમાં જો તમે સરકારી વેબસાઈટ સર્ચ કરો છો, તો બેન્કની જેમ જ તેના યુઆરએલ પણ કન્ફર્મ કરો, નહીં તો તમે છેતરાઈ શકો છો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications