Just In
- 4 hrs ago
આ 10 એપ્સ છે તમારા મોબાઈલ માટે જોખમી, તાત્કાલિક કરો અનઈન્સ્ટોલ
- 24 hrs ago
ઓનલાઈન ફ્રોડથી બચવા માટે અપનાવો આ 7 રીત, અહીં જાણો
- 1 day ago
આ રહ્યા Jioના રૂ.600થી સસ્તા પ્લાન સૌથી વધુ ફાયદા સાથે, આજે જ કરાવો રિચાર્જ
- 1 day ago
Amazon Monsoon Carnival Sale: iPhone 13, iQOO 9 Pro 5, Xiaomi 11T Pro 5G સહિતના ફોન પર મળી રહ્યું છે અધધધ ડિસ્
TCL Mini LED 4K Google TV ડોલ્બી વિઝન સેટ સાથે 28 જૂનના રોજ થશે રિલીઝ, જાણો તમામ ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ
TCL ભારતમાં તેની ટીવીની રેન્જને વધુ વિક્સાવવા માટે તૈયાર છે. આ વખથે કંપની કેટલાક નવા LED મોડેલ ટીવી લઈને આવી રહી છે. આ વખતે ટીસીએલ 28 જૂનના રોજ નેક્સ્ટ જનરેશન મિની LED 4K ટીવીની લાઈનઅપ લોન્ચ કરવા જઈ રહી છે. માનવામાં આવી રહ્યું છે કે આ નવા મોડેલ્સના મિની LED TVs ઈલેક્ટ્રોનિક માર્કેટમાં પિક્ચર ક્વોલિટી, ઓડિયો ડિલીવરી અને કનેક્ટિવિટીની વ્યાખ્યાને બદલી નાખશે.

હાલ TCL મિની LED TVs સ્ટાન્ડર્જ એન્ડ્રોઈડ 11 ઈન્ટરફેસ પર કામ કર છે. જ્યારે નવી રિલીઝ થનારી આ લાઈન અપ ગૂગલ ટીવીના ઈન્ટરફેસ પર કામ કરશે, સાથે જ તેમાં ગૂગલનું મશીન લર્નિંગ અને નોલેજ ગ્રાફ ઉપરાંત ગૂગલ આસિસ્ટન્ટ ફીચરનું અપગ્રેડેડ વર્ઝન પણ હશે.
નવું રિલીઝ થનારું 4K HDR Mini LED Google ટીવી એકદમ સ્લીમ, આકર્ષક અને અત્યાધુનિક ડિઝાઈનમાં હશે. TCLના કહેવા પ્રમાણે ટૂંક સમયમા માર્કેટમાં આવનારી આ નવી લાઈનઅપમાં HDR પેનલમાં એકદમ લાઈફ લાઈક કલર પેનલ હશે, સાથે જ MEMC ટેક્નોલોજી એકદમ સ્મૂથ વિઝ્યુઅલ્સનો એક્સપીરિયન્સ આપશે. તો શાનદાર ગેમિંગ પર્ફોમન્સ માટે આ મોડેલમાં 144Hzનો પેનલ રિફ્રેશ રેટ હશે.
ટીવીની આ નવી લાઈનઅપ ગેમર્સ માટે એક જબરજસ્ત રોમાંચ લઈને આવશે, કારણ કે આ 4K HDR Mini LED TVમાં ALLM સપોર્ટની જબરજસ્ત સાઉન્ડ અને આકર્ષક વિઝ્યુઅલ્સ ડોલ્બી વિઝન એડ એટ્મોઝની ટેક્નોલોજી છે.
ઉલ્લેખનીય છે કે ગૂગલ ટીવીમાં એન્ડ્રોઈડ ટીવીની ઓપરેટિંગ સિસ્ટમ થોડી અલગ રીતે કામ કરે છે, જેને લીધે ગૂગલની સર્વિસીઝ વધુ સારી રીતે યુઝ કરી શકાય છે. તમે ગૂગલ ટીવી અંગે વધુ માહિતી અમે કરેલા Realme 4k smart Google TV Stickના રિવ્યુમાં વાંચી શકો છો.
હજી સુધી કંપનીએ આ નવા મિની LED TVની સ્ક્રીન સાઈઝ, તેમજ ઓડિયો સેટઅપ વિશે માહિતી નથી આપી. સાથે જ નવા મોડેલ્સ ઓનલાઈન મળશે કે ઓફલાઈન તેમજ કિંમત પણ લોન્ચ ડેટની આસપાસ જ જાણવા મળશે.
TCLનો દાવો છે કે આ નેક્સ્ટ જનરેશન Mini led 4K HDR ગૂગલ ટીવીની કિંમતો માર્કેટમાં સૌથી ઓછી અને કોમ્પિટિટિવ હશે. જો કે હાલ માર્કેટમાં C825 Mini LED QLED 4K TV 1.6 લાખ રૂપિયામાં મળી રહ્યું છે, એટલે આ ઓછી કિંમતો પણ ગ્રાહકોને વધુ લાગી શકે છે.
આ 4K QLED TVમાં 120Hz MEMCની પેનલ છે, અને તે 65 ઈંચ અને 55 ઈંચ એમ બે સાઈઝમાં માર્કેટમાં મળી રહ્યું છે. હવે એ જોવું રસપ્રદ રહેશે કે TCLના પ્રીમિયમ 4K Mini LED TVની ભારતમાં શું કિંમત હશે.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190