Just In
- 585 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 586 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 587 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 587 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
TCLએ ભારતમાં લોન્ચ કરી નવી સ્માર્ટ ટીવી સિરીઝ, જાણો કિંમત
TCLએ ભારતમાં C755 QD Mini LED અને P745 4K UHD ટીવી સિરીઝ તાજેતરમાં જ લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. હવે કંપનીએ બંને સ્માર્ટ ટીવી લાઈનઅપને ભારતીય માર્કેટમાં મૂકી દીધા છે. આ બંને ટીવીમાં શાનદાર ડિસ્પ્લે મળે છે, જે વધારે સારો વ્યુઈંગ એક્સપીરિયન્સ આપે છે. આ ટીવીમાં Google TV OSની સાથે ગૂગલ આસિસ્ટન્ટનો સપોર્ટ મળે છે. આ ઉપરાંત આ બંને સ્માર્ટ ટીવીમાં બ્લૂટૂથ અને વાઈફાઈ જેવા ફીચર્સ પણ છે. આ ટીવીની ટક્કર શાઓમી, રિયલમી અને એસર જેવા બ્રાન્ડના ટીવી સાથે થશે.

TCL C755 સિરીઝના સ્પેસિફિકેશન્સ
TCL C755માં 50 ઈંચ, 55 ઈંચ, 65 ઈંચ, 75 ઈંચ, 85 ઈંચ અને 98 ઈંચ સ્ક્રીન સાઈઝના ટીવી સામેલ છે. આ ટીવીમાં ફ્લેટ LCD 4K ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનું રિઝોલ્યુશન 3840 * 2160 પિક્સલ, કોન્ટ્રાસ્ટ રેશિયો 6000:1 અને પિક બ્રાઈટનેસ 550 નીટ્સ છે. આ ટીવી Dolby Vision, HLG અને HDR 10+નો સપોર્ટ આપવામાં આવ્યો છે. આ ટીવીમાં AiPQ પ્રોસેસર અને ગૂગલ આસિસ્ટન્ટ પણ છે.
આ સ્માર્ટ ટીવી સિરીઝ ગૂગલ ટીવી પર કામ કરે છે. સ્માર્ટ ફીચર્સ તરીકે આ ટીવીમાં Game Master 2.0 અને મિરા કાસ્ટ આપવામાં આવ્યા છે. આ ટીવીનો ઉપયોગ તમે વીડિયો કોલિંગ માટે પણ કરી શકો છો. આ ઉપરાંત તેમાં 10 Wના બે સ્પીકર પણ મળે છે.
કનેક્ટિવિટી
TCL પોતાના નવા સ્માર્ટ ટીવીમાં બ્લૂટૂથ વર્ઝન 5.2, વાઈ ફાઈ 6, HDMI 1.4, HDMI 2.1 અને HDPC 2.2 પોર્ટ આપવામાં આવ્યા છે.
TCL P745 સિરીઝના ફીચર્સ
TCL P745માં 43 ઈંચ, 50 ઈંચ, 55 ઈંચ, 65 ઈંચ, 75 ઈંચ, 85 ઈંચ અને 98 ઈંચના સ્માર્ટ ટીવી સામેલ છે. આ ટીવીની ડિસ્પ્લે બેઝલ લેસ છે. જેનું રિઝોલ્યુશન 3840 * 2160 પિક્સલ, 240 Hz DLG અને એસ્પેક્ટ રેશિયો 16:9 છે. જેની સ્ક્રીન 450 નીટ્સ બ્રાઈટનેસને સપોર્ટ કરે છે. આ ટીવી પણ Dobly Vision, HLG અને HDR 10+ ને સપોર્ટ કરે છે.
આ સીરીઝના ટીવીમાં AiPQ પ્રોસેસર 3.0 અને ડૉલ્બી એટમોસવાળા 10 Wના બે સ્પીકર આપવામાં આવ્યા છે. જેમાં ગૂગલ ટીવી અને ગૂગલ આસિસ્ટન્ટનો સપોર્ટ મળે છે. આ ઉપરાંત આ ટીવીમાં વોઈસ કંટ્રોલ ગેમ માસ્ટ 2.0 અને મિરા કાસ્ટ પણ આપવામાં આવ્યું છે. જ્યારે કનેક્ટિવિટી માટે આ ટીવીમાં બ્લૂટૂથ વર્ઝન 5.0 અને વાઈ ફાઈ 5 પણ મળશે.
ટીવી સિરીઝની કિંમત અને ઉપલબ્ધતા
TCLએ TCL P745 સિરીઝના ટોપ મોડેલ એટલે કે 98 ઈંચવાળા ટીવીની કિંમત જાહેર કરી છે. આ ટીવીની કિંમત 3,09,990 રૂપિયા રાખવામાં આવી છે. જ્યારે TCL C755 ક્યુડી મિની એલઈડી ટીવી સિરીઝની કિંમત 89,990 રૂપિયાથી શરૂ થાય છે. આ બંને સિરીઝના ટીવી રિટેલ સ્ટોર, બ્રાંડ શોરૂમ અને ઓથોરાઈઝ્ડ ડીલર દ્વારા ખરીદી શકાય છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications