સુંદર પીચાઈ એ જણાવ્યું કે ગુગલ દ્વારા ભારત ની અંદર કોરોના સામે લાડવા માટે રૂ. 135 કરોડ આપવા માં આવશે

By Gizbot Bureau
|

ભારત માં કોરોના વાઇરસ ના કેસ ખુબ જ વધી રહ્યા છે અને ત્યારે લોકો ને હોસ્પિટલ ની અંદર જગ્યા મળી નથી રહી. અને અત્યાર ની પરિસ્થિતિ ને જોતા ગુગલ દ્વારા આગળ આવી અને જણાવવા માં આવ્યું છે કે તેઓ મેડિકલ સપ્લાય અને લોકો ની મદદ માટે ફન્ડીંગ આપશે. ગુગલ ના સીઈઓ સુંદર પીચાઈ દ્વારા ટ્વીટર પર જણાવવા માં આવ્યું હતું કે, ભારત ની અંદર કોરોના ની સ્થિતિ વિનાશંક બની રહી છે.

સુંદર પીચાઈ એ જણાવ્યું કે ગુગલ દ્વારા ભારત ની અંદર કોરોના સામે લાડવા

ત્યારે ગુગલ અને ગુગલર્સ દ્વારા રૂ. 135 કરોડ નું ફન્ડીંગ ગીવ ઇન્ડિયા અને યુએનઆઈસીઈએફ ને મેડિકલ સપ્લાય અને હાઈ રિસ્ક કમ્યુનિટી ઓર્ગેનાઈઝિશન ને આર્થિક મદદ મળી રહે તેના માટે આપવા માં આવશે. અને સાથે સાથે આ ટ્વીટ ની અંદર એક લિંક પણ શેર કરવા માં આવી હતી જેની અંદર ગુગલ દ્વારા ભારત માં કોરોના વાઇરસ ની સ્થિતિ ની અંદર મદદ કઈ રીતે કરવા માં આવશે તેના વિષે વિગતવાર માહિતી આપવા માં આવી છે.

બ્લોગ ની અંદર ગુગલ ઇન્ડિયા ના કન્ટ્રી હેડ અને વીપી સંજય ગુપ્તા દ્વારા જણાવવા માં આવ્યું હતું કે, અમારી ગુગલ કમ્યુનિટી અને તેમના પરિવાર દ્વારા આ વિનાશકારક પરિસ્થતિ નો અનુભવ કરવા માં આવી રહ્યો છે. અને ત્યારે અમે અમારી જાત ને તે પ્રશ્ન પૂછી રહ્યા છીએ કે એક કંપની તરીકે અમે એવું શું કરી શકીયે છીએ જેથી લોકો ને જે સાચી માહિતી અને સપોર્ટ ની જરૂર છે તે મળી શકે, જેથી તેઓ પોતે તથા પોતાના પરિવાર ને સ્વસ્થ અને સુરક્ષિત રાખી શકે.

ગુગલ દ્વારા રૂ. 135 કરોડ ના ફંડિંગ ની જાહેરાત કરવા માં આવી છે. જેની અંદર ગુગલ.ઓઆરજી કે જે તેઓ નું એક ફિલાન્થ્રોફિક આર્મ છે તેઓ ની પણ બે ગ્રાન્ટ નો સમાવેશ કરવા માં આવે છે, જેની કિંમત રૂ. 20 કરોડ થાઈ છે. જેની અંદર પ્રથમ નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન ગીવ ઇન્ડિયા નો સમાવેશ થાય છે. જેઓ દ્વારા તે પરિવાર ને નાણાકીય રીતે મદદ કરવા માં આવશે જેઓ ને આ મહામારી ને કારણે સૌથી વધુ અસર થઇ છે જેથી તેઓ પોતાના રોજ દરોજ ના ખર્ચ કાઢી શકે. અને બીજી ગ્રાન્ટ યુએનઆઈસીઈએફ ને આપવા માં આવશે. કે જેમના દ્વારા તાત્કાલિક જે મેડિકલ સપ્લાય ની જરૂર છે તેને પુરી પાડવા માં આવશે. જેની અંદર ઓક્સિજન અને ટેસ્ટિંગ એકવીપમેન્ટ નો પણ સમાવેશ કરવા માં આવે છે.

સાથે સાથે તેમણે જણાવ્યું હતું કે અત્યાર સુધી માં ગુગલ ના 900 એમ્પ્લોઇઝ દ્વારા રૂ. 3.7 કરોડ એવા ઓર્ગેનાઇઝેશન ને આપવા માં આવેલ છે કે જેઓ હાઈ રિસ્ક અને માર્જીનલાઇઝડ કમ્યુનિટી ને સપોર્ટ કરતા હોઈ.

અને આ પોસ્ટ ની અંદર તેમણે વધુ માં જોડતા જણાવ્યું હતું કે આ ફન્ડીંગ ની અંદર પબ્લિક હેલ્થ ઇન્ફ્રોમેશન કેમપેન માટે ના એડ ગ્રાન્ટ નો પણ સમાવેશ કરવા માં આવેલ છે. તેમણે જણાવ્યું હતું કે, ગયા વર્ષ થી અમે માય ગોવર્ન્મેન્ટ અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ને લોકો સુધી મેસેજીસ પહોંચાડવા કે કઈ રીતે સુરક્ષિત રહેવું અને વેક્સીન વિષે માહિતી આપવા માં ખુબ જ મદદ કરી છે. અને અમે અમારા સપોર્ટ ની અંદર વધારો કર્યો છે જેની અંદર વધુ લેન્ગવેજ કવરેજ ના વિકલ્પ માટે લોકલ હેલ્થ ઓથોરિટીઝ અને નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન માટે રૂ. 112 કરોડ ની એડ ગ્રાન્ટ આપવા નું નક્કી કર્યું છે.

Best Mobiles in India

Read more about:
English summary
Sundar Pichai comes forward to help India's COVID fight

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X