Just In
- 677 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 678 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 680 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 680 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
AI voice cloned callને આ રીતે ઓળખો, સ્કેમથી બચવા માટે સમજો આ ટિપ્સ
AI Voice Cloning ટેક્નોલોજી ઘણી લોકપ્રિય બની રહી છે. જો કે, સાથે સાથે સ્કેમર્સ તેનો ઉપયોગ કરીને છેતરપિંડી પણ આચરી રહ્યા છે. આ ટેક્નોલોજીએ તો સ્કેમર્સનું કામ વધુ સરળ બનાવી દીધું છે. સ્કેમર્સ આ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને કોઈ સેલિબ્રિટી કે પછી તમારા પરિવારજન કે મિત્રોના અવાજમાં તમને ફોન કરે છે, અને તમારી પાસેથી તમારા ઓટીપી, પાસવર્ડ કે પછી પૈસાની માગણી કરે છે. અહીં ફોન અસલી છે કે નકલી તે પારખવું મુશ્કેલ છે. પરંતુ જો તમે કેટલીક બાબતોનું ધ્યાન રાખશો, તો તમે આવી છેતરપિંડીથી બચી શકો છો.

આ ચાર મુદ્દા ખાસ યાદ રાખો
- જો તમને કોઈ વખત અચાનક, કોઈ વિચિત્ર સમયે, તમે ધાર્યું ન હોય તેવી રીતે તમારા પરિવારજન, મિત્રોનો ફોન આવે તો ચેતી જજો. સ્કેમર્સ હંમેશા એવા લોકોને જ પોતાનો શિકાર બનાવે છે, જેઓ તરત કોઈની વાત સાંભળીને તેનો અમલ કરી દેતા હોય છે.
- જ્યારે સ્કેમર્સ તમને તમારા કોઈ અંગત વ્યક્તિના અવાજમાં ફોન કરે છે, ત્યારે તેઓ તમને એવું કહેશે કે તેઓ ઈમરજન્સીમાં ફસાયેલા છે, અને તમારે તાત્કાલિક નિર્ણય લેવો પડશે. તેઓ એવું પણ કહી શકે છે કે તમારા અંગત વ્યક્તિઓ મુશ્કેલીમાં છે, અને તેમને પૈસાની જરૂર છે. આવી સ્થિતિમાં વાતને બે વાર ચેક કરજો.
- જ્યારે સ્કેમર્સ AI Cloning ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે, ત્યારે તેમાં અવાજ ભલે કોઈ અંગત વ્યક્તિનો હોય, પરંતુ બોલવાની પેટર્ન અદ્દલ કોપી થઈ શક્તી નથી. એટલે જો તમે તેને ધ્યાનથી સાંભળશો, તેના ઉચ્ચારો પર ધ્યાન આપશો, તો તમને સમજાઈ જશે કે આ ફોન નકલી છે.
- સ્કેમર્સ જ્યારે આવી રીતે ફોન કરે છે, ત્યારે તેઓ તમારી પાસેથી અંગત માહિતીની ડિમાન્ડ કરે છે. એટલે જ્યારે પણ તમને કોઈનો પણ ફોન આવે ત્યારે તમારો બેન્ક અકાઉન્ટ નંબર, આધાર નંબર જેવી માહિતી આપશો નહીં. ધ્યાન રાખો કે કોઈ પણ સારી કંપની કે સર્વિસ ક્યારે તમારી અંગત માહિતી માગતી નથી.
આ રીતે સેફ રહો.
- જો તમારા ફોન પર અજાણ્યા નંબર પરથી ફોન આવે તો સાવચેત રહો. શક્ય હોય ત્યાં સુધી આવા ફોન ન ઉપાડો. જો કોઈ કામનો ફોન હશે, તો તે વ્યક્તિ તમને મેસેજ કરીને જાણ કરશે.
- અથવા તો જો તમે આવો ફોન ઉપાડો છો, તો પછી સામેની વ્યક્તિની ઓળખ વેરિફાય કરો. ખાસ કરીને જો તમારા કોઈ જાણીતા વ્યક્તિ અનનોન નંબર પરથી ફોન કરે તો તેમની સાથે ક્રોસ ચેક કરો.
- જો ફોન કરનાર વ્યક્તિ તમને તાત્કાલિક કોઈ નિર્ણય લેવાનું કહે, તો પ્રેશરમાં ન આવી જશો. કોઈ પણ નિર્ણય લેતા પહેલા વિચાર કરો અને બે વ્યક્તિ સાથે વાત કરો. કોલરને કહો કે તમે થોડીવારમાં કોલ બેક કરશો.
- જો તમને ખ્યાલ આવી જાય કે કોઈ તમારી સાથે છેતરપિંડીની કોશિશ કરી રહ્યું છે, તો આવા ફોન નંબરને તાત્કાલિક રિપોર્ટ કરો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
