Apple યુઝર્સ નહીં લઈ શકે Spotifyનું સબસ્ક્રિપ્શન, આ છે કારણ

By Gizbot Bureau
|

Apple App Store પોલિસીને લઈને Spotifyની હિસ્ટ્રી વિવાદિત રહી છે. સ્પોટિફાયે એપલ એપ સ્ટોરના માધ્યમથી પોતાનું પ્રીમિયમ સબસ્ક્રિપ્શન લેવા ઈચ્છતા યુઝર્સ પર પ્રતિબંધ લગાવ્યાને 7 વર્ષના વહાણાં વાઈ ચૂક્યા છે.

Apple યુઝર્સ નહીં લઈ શકે Spotifyનું સબસ્ક્રિપ્શન, આ છે કારણ

એક રિપોર્ટ મુજબ સ્પોટિફાઈ હવે એવા ગ્રાહકોને પણ એપલના પ્લેટફોર્મનો ઉપયોગ કરીને સબસ્ક્રિપ્શન ચાલુ રાખવાની પરવાનગી નહીં આપે, જેઓ ભૂતકાળમાં એપ સ્ટોરના માધ્યમથી સ્પોટિફાય સ્ટ્રીમિંગ સર્વિસનું સબસ્ક્રિપ્શન પૈસા ખર્ચીને લઈ ચૂક્યા છે.

યુઝર્સને મેઈલ કરી રહ્યું છે સ્પોટિફાય

ઓડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ સ્પોટિફાઈએ એવા યુઝર્સને મેઈલ કરવાની શરૂઆત કરી દીધી છે, જેઓ એપ સ્ટોર સબસ્ક્રિપ્શનનો ઉપયોગ કરીને પૈસા ચૂકવે છે. આવા યુઝર્સને મેઈલમાં કહેવાઈ રહ્યું છે કે તેમણે પોતાના પેમેન્ટ ઓપ્શન બદલવા પડશે. સ્પોટિફાયે તાજેતરમાં જ એક ઈમેઈલમાં પોતાના યુઝર્સને લખ્યું છે કે અમે તમને સંપર્ક કરી રહ્યા છીએ કારણ કે તમે જ્યારે સ્પોટિફાઈ પ્રીમિયમમાં સામેલ થયા હતા, ત્યારે સબસ્ક્રિપ્શન લેવા માટે એપલની બિલિંગ સર્વિસનો ઉપયોગ કર્યો હતો. પરંતુ હવે અમે આ બિલિંગ પદ્ધતિથી તમારું પેમેન્ટ નથી સ્વીકારી શક્તા. પરિણામે તમારે નવા કોઈ માધ્યમથી ચૂકવણી કરવી પડશે.

સ્પોટિફાયે આ ઈમેઈલ અંગે કર્યો ખુલાસો

આ ઈમેઈલમાં કહેવામાં આવ્યું છે કે જે યુઝર્સે પ્રીમિયમ સબસ્ક્રિપ્શન લીધું હતું, તેમનું અકાઉન્ટ હવેની બિલિંગ ડેટ પૂરી થવા પર ઓટોમેટિક રીતે નિશુલ્ક એડ્ઝ દર્શાવતી સર્વિસ પર ટ્રાન્સફર થઈ જશે. પછી નવું સબસ્ક્રિફ્શન શરૂ કરવા માટે યુઝર્સે સ્પોટિફાયે માન્ય કરેલા પેમેન્ટ પ્લેટફોર્મ પરથી ચૂકવણી કરવી પડશે. એટલે કે યુઝર્સ ક્રેડિટ કાર્ડ અને પેપલનો ઉપયોગ કરીને સબસ્ક્રિપ્શન લઈ શકે છે. બાદમાં યુઝર્સે સ્પોટિફાય પર પોતાના અકાઉન્ટમાં લોગઈન કરીને પ્રીમિયમ અકાઉન્ટમાં અપગ્રેડ કરવાનું રહેશે.

કેમ સ્પોટિફાયે લીધો આવો નિર્ણય?

Spotifyના આ નિર્ણય પાછળ વર્ષો જૂની ઘટના છે. 2019માં સ્પોટિફાયે યુરોપિયન આયોગમાં ફરિયાદ કરી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે એપલના એપ સ્ટોર દ્વારા યુરોપિયન યુનિયનના સ્પર્ધાત્મક કાયદાનો ભંગ કરવામાં આવ્યો છે. જવાબમાં એપલે પોતાની ફાઈલિંગમાં કહ્યું હતું કે તેમણએ સ્પોટિફાયના 100 મિલિયન કરતા વધારે પ્રીમિયમ ગ્રાહકોમાંથી માત્ર 6,80,000 યુઝર્સ પાસેથી પેમેન્ટના 15 ટકા કમિશન લીધું હતું. સ્પોટિફાયે ગૂગલની પ્લે સ્ટોર નીતિ સામે પણ વિરોધ વ્યક્ત કર્યો હતો. ગૂગલ પ્લે સ્ટોર પણ એપ ખરીદવા પર એક ટકાનું કમિશન લે છે.

એપલના આવા કમિશનને કારણે એપલ અને સ્પોટિફાય વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. જેને પરિણામે હવે એપલ યુઝર્સે અન્ય માધ્યમથી ચૂકવણી કરીને સ્પોટિફાયનું સબસ્ક્રિપ્શન લેવું પડશે.

Best Mobiles in India

English summary
Spotify had banned in app purchase for apple user for premium subscription

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X