Just In
- 587 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 588 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 589 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 590 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Spam Callsથી મળશે છૂટકારો, આજે જ ડાઉનલોડ કરો આ એપ્સ
આજના ડિજિટલ સમયમાં દરેક વ્યક્તિ પાસે સ્માર્ટફોન છે. આ જ સ્માર્ટફોનમાં આવતા અજાણ્યા અને સ્પામ કોલ્સ મોટી સંખ્યામાં આવે છે. જો તમે એક બે નંબર બ્લોક કરશો, તો બીજા નંબરથી આવશે. આવું તમારી સાથે પણ બન્યું જ હશે. એટલે સ્માર્ટફોનમાં અજાણ્યા અને સ્પામ કોલ્સથી બચવા માટે કોલ બ્લોકિંગ એપ વાપરવી જરૂરી છે. કારણ કે આવા સ્પામ કોલ્સ આપણો સમય બરબાદ કરે છે, અને ઘણીવાર તો આપણે ફ્રોડનો પણ શિકાર થઈ છીએ. આવી સ્થિતિમાં કોલ બ્લોકિંગ એપ્સની જરૂરિયાત વધી જાય છે. એટલે આ આર્ટિકલમાં અમે તમને કેટલીક કોલ બ્ોલકિંગ એપ્સની વાત કરીશું, જેનો ઉપયોગ તમે કરી શકો છો.

Phone by Google
આ એપ એન્ડ્રોઈડ ફોનમાં પહેલેથી જ ઈન્સ્ટોલ્ડ હોય છે. જો તમારા ફોનમાં આ એપ નથી, તો ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ પણ કરી શકો છો. આ એપ કોલરની ઓળખ કરવામાં મદદ કરે છે, સાથે જ આ એપની મદદથી તમે મેન્યુઅલી નંબર બ્લોક પણ કરી શકો છો. આ એપના લેટેસ્ટ વર્ઝનમાં અજાણ્યા નંબરને ઓટો સ્ક્રીન અને ફિલ્ટર કરવા માટે ગૂગલ આસિસ્ટન્ટની સુવિધા પણ મળે છે.
Mr. Number
આ એપની મદદથી અજાણ્યા કોલ્સની ઓળખ કરવામાં અને સ્પામ, સ્કેમ તેમજ ફ્રોડ્સ રોકવામાં મદદ મળે છે. આ એપ કોઈ ખાસ નંબર માટે કોલ, મેસેજ બ્લોક કરવાની સુવિધા આપે છે. આ એપની મદદથી ટેલિમાર્કેટિંગ અે ડેટા કલેક્ટર્સ કોલર્સથી રાહત મળે છે.
Call Blocker
જો તમારે કોઈ પણ યુઝર ફ્રેન્ડલી કોલ બ્લોકિંગ એપની જરૂર છે, તો કોલ બ્લોકર બેસ્ટ છે. આ એપની મદદતી બ્લોક કરેલા તમામ નંબર એક સાથે જોઈ શકાય છે. બ્લોક લિસ્ટમાં એકવાર નંબર નાખી દેશો, એટલે તમને બીજીવાર એ નંબર પરથી કોલ નહીં આવે.
True Caller
ટ્રુ કોલર એન્ડ્રોઈડ યુઝર્સમાં લોકપ્રિય એપ છે. આ એપનો ઉપયોગ લગભગ દરેક બીજો યુઝર કરે છે. આ એપની મદદતી સ્પામ અને ટેલિમાર્કેટિંગ કોલ્સ ઓળખી શકાય છે. આ એપની મદદથી તમે ઈનકમિંગ સ્પામ કોલ્સને ઓટો બ્લોક પણ કરી શકો છો. સાથે જ પેઈડ વર્ઝનમાં ચેટ, કોલ રેકોર્ડિંગ અને ફ્લેશ મેસેજની સુવિધા પણ મળે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications