જલ્દી તમે ATM માંથી UPI એપ દ્વારા પૈસા કાઢી શકશો

|

એવું ટૂંક સમય માં શક્ય બની શકે છે કે બેંક યુઝર્સ ATM મશીન ના સ્ક્રીન પર દેખાડવા માં આવેલ QR કોડ ને સ્કેન કરી અને પૈસા કાઢી શકશે. AGS ટ્રાંસિટ ટેક્નોલોજીસ કે જે બેંક ને ATM સેવા નો લાભ આપે છે, તેલોકો એ એક સોલ્યુશન બનાવ્યું છે જેના કારણે યુઝર્સ યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઇ) પ્લેટફોર્મ નો ઉપીયોગ કરી અને પૈસા કાઢી શકશે.

જલ્દી તમે ATM માંથી UPI એપ દ્વારા પૈસા કાઢી શકશો

અને આ UPI કેશ ની સેવા માટે યુઝર્સે કોઈ પણ પ્રકાર ના નવા સાઈન ઈન કે કોઈ પણ નવી એપ ને ડાઉનલોડ કરવા ની જરૂર નથી. યુઝર્સે પાસે માત્ર એક એવી એપ હોવી જોઈએ જેમાં તેઓએ પોતાનો મોબાઈલ નંબર ને રજીસ્ટર કર્યો હોઈ અને તે એપ ની અંદર UPI ની સેવા પહેલા થી જ કામ કરતી હોઈ. અને ગ્રાહકો UPI પેમેન્ટ નો ઉપીયોગ કરતા હોવા ના કારણે તેઓએ QR કોડ ને સ્કેન કરવા ની જરૂર પડશે. અને કોઈ પણ વસ્તુ કે સેવા ની ખરીદી કરતા હોઈએ તેવી જ રીતે તેમના બેંક ના ખાતા માંથી પૈસા જેતે બેંક ના ATM માં ટ્રાન્સફર કરી નાખવા માં આવશે જેથી યુઝર્સ તેને ઉપાડી શકે.

એજીએસ ટ્રાન્ઝેક્ટ ટેક્નોલોજિસના સીએમડી રવિ બી ગોયલના જણાવ્યા અનુસાર, "કંપની એ પહેલા થી જ આ કન્સેપટ નો ડેમો આપી અને પ્રુફ આપી દીધું હતું, અને તેમને જણવ્યું હતું કે અમે જેટલી પણ બેંક ને આ ડેમો આપ્યું હતું તે આબધા જ આ વાત ને લઇ ને ખુબ જ ઉત્સાહિત હોઈ તેવું લાગી રહ્યું છે."

આ સેવા અત્યારે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એનપીસીઆઈ) ની અમન્જુરી ની રાહ જોઈ રહી છે. કે જે ATM ની સ્વિચ કન્ટ્રોલ અને UPI પ્લેટફોર્મ માટે જવાબદાર છે. "બંને ATM અને UPI નેટવર્ક એક જ ફાઇનાન્શિયલ સ્વિચ પર કામ કરે છે, અને UPI એક સુરક્ષિત ટ્રાન્ઝેક્શન પ્લેટફોર્મ તરીકે વધુ સાબિત થયું છે." તેવું ગોયલે જણવ્યું હતું.

બેંકો તેમના એટીએમ નેટવર્ક્સ પર જમાવવાની યોજના બનાવી રહ્યા છે, ત્યાં કોઈ મોટું રોકાણ જરૂરી નથી. "હાર્ડવેર જરૂરિયાતોમાં કોઈ ફેરફાર નથી. એટીએસ ટ્રાન્ઝેક્ટ ટેક્નોલોજિસ ગ્રૂપના ચીફ ટેક્નોલૉજી ઑફિસર મહેશ પટેલે જણાવ્યું હતું કે, એટીએમમાં સૉફ્ટવેરમાં નાના ફેરફાર કરીને સેવા આપવાનું શક્ય છે. "વર્તમાન કાર્ડલેસ એટીએમ ઉપાડ કરતાં આ શ્રેષ્ઠ છે કારણ કે તે ઘર્ષણ વિનાનું છે અને તે વધુ ઝડપથી થાય છે," એમ પટેલે જણાવ્યું હતું.

અને બંકો માટે UPI દ્વારા ATM માંથી પૈસા કાઢવા માં સૌથી વધારે મદદ તેનું સૌથી નવું વરઝ્ન UPI 2.0 કરી શકશે. કેમ કે તેની અંદર ક્રેડિટ કાર્ડ પેમેન્ટ ની જેમ વેપારી કોડ્સ સામે પ્રાપ્તકર્તાઓનું વર્ગીકરણ નો સમાવેશ કરવા માં આવે છે. અને ATM ને પણ મર્ચન્ટ ની કેટેગરી તરીકે ઓળખવા માં આવે છે, જે એટીએમ-જમાવટ બેંકોને નેટવર્કના ઉપયોગકર્તાઓની બેંકોમાંથી વિનિમય ફી વસૂલ કરવા માટે સક્ષમ કરશે.

હાલમાં, UPI પીઅર ટુ પીઅર પેમેન્ટ્સ અને મર્ચન્ટસ ટ્રાન્ઝેક્શન ની અંદર ખુબ જ મોટા વોલ્યૂયમ નો સાંનબો કરી રહ્યું છે, નવેમ્બર 2018 ના મહિના ની અંદર જ 52 કરોડ ના ટ્રાન્ઝીશન કરવા માં આવ્યા હતા અને તેની મૂળ કિંમત રૂ. 82,232 હતી.

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
Soon, get cash from ATMs using UPI app

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X