સોની ઘ્વારા તેમનો લેટેસ્ટ એક્સપેરિયા એલ1 સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યો છે. તેમને એક નવો બજેટ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. આ એલ સિરીઝમાં લેટેસ્ટ સ્માર્ટફોન છે.

આ ડિવાઈઝ બ્લેક, વાઈટ અને પિન્ક કલર ઓપશનમાં લોન્ચ કરવામાં આવી છે. હાલમાં સોની ઘ્વારા આ સ્માર્ટફોનની કિંમત વિશે કઈ પણ જણાવવામાં આવ્યું નથી. આ સ્માર્ટફોન દુનિયાના કેટલાક સિલેક્ટેડ માર્કેટમાં એપ્રિલ મહિનાના અંતમાં લોન્ચ કરવામાં આવશે. આ સ્માર્ટફોન બીજા બજેટ સ્માર્ટફોન જેમાં 4G LTE આપવામાં આવી રહ્યું છે તેમને જોરદાર ટક્કર આપશે.
હવે જો આ સ્માર્ટફોન વિશે વાત કરવામાં આવે તો તેમાં 5.5 ઇંચ એચડી 720 પિક્સલ ડિસ્પ્લે અને 1.45GHz કવાડકોર મીડિયા ટેક પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનમાં 2 જીબી રેમ, 16 જીબી ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. જેને તમે માઇક્રો એડસી કાર્ડ ઘ્વારા 256 જીબી સુધી વધારી શકો છો.
મોટોરોલા મોટો જી5 પ્લસ સ્માર્ટફોન માટે ભારતમાં ઉપલબ્ધ બેસ્ટ કવર
આ સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડ 7.0 નોગૅટ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ડ્યુઅલ સિમ ધરાવતા સ્માર્ટફોનમાં કેમેરા વિશે વાત કરવામાં આવે તો તેમાં 13 મેગાપિક્સલ રિયર કેમેરો એલઇડી ફ્લેશ લાઈટ સાથે આપવામાં આવ્યો છે. જયારે 5 મેગાપિક્સલ સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે.
આ સ્માર્ટફોનમાં 4G LTE, બ્લ્યુટૂથ 4.2, યુએસબી ટાઈપ સી પોર્ટ આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં 2620mAh બેટરી સપોર્ટ આપવામાં આવ્યો છે.
સોની કંપની ઘ્વારા આ સ્માર્ટફોન વિશે વધારે કોઈ પણ પ્રકારની માહિતી આપવામાં આવી નથી. આવનારા કેટલાક દિવસોમાં તમને આ સ્માર્ટફોન વિશે વધુ માહિતી જણાવવામાં આવશે.
Gizbot - Get breaking news alerts. Subscribe to Gujarati Gizbot.