Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 635 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Sony PS5ના ભાવમાં થયો વધારો, આટલી છે નવી કિંમત
Sonyએ પોતાના પ્લે સ્ટેશન 5ના ભાવમાં બારતમાં વધારો કર્યો છે. સોનીના લેટેસ્ટ પ્લે સ્ટેશન PS5 અને PS5 ડિજિટલ એડિશનના ભાવમાં 12.5 ટકાનો સીધો વધારો કરાયો છે.પરિણામે સોનીનું પ્લેસ્ટેશન PS5 હવે 54,990ની કિંમતે અને PS5 ડિજિટલ એડિશન 44,990ની કિંમતે મળી રહ્યું છે. માઈક્રોશોપ્ટે પોતાના પ્લેટેશન Xbox Series X અને Series S consoleના ભાવ સતત 3 વખત વધાર્યા બાદ સોનીએ પણ પોતાના પ્લેસ્ટેશનનો ભાવ વધારવાનો નિર્ણય લીધો છે. આ ભાવ વધારા પાછળ માર્કેટમાં ચાલી રહેલી મંદી અને ડૉલર સામે સતત ગગડતો જતો રૂપિયો જવાબદાર મનાઈ રહ્યો છે.

વધી શકે છે રિસેલર્સના ભાવ
સોનીની શોપિંગ વેબસાઈટ ShopAtSC દ્વારા પોતાના પ્લેટફોર્મ પર PlayStation 5નો ભાવ રૂપિયા 49,990થી વધારીને 54,990 કરી દીધો છે, જે જૂના ભાવ કરતા 10 ટકા વધારે છે. જ્યારે PlayStation 5 Digital Editionનો ભાવ રૂપિયા 39,990થી વધારીને 44,990 કરી દેવાયો છે, જે જૂની કિંમત કરાત 12.5 ટકા વધારે છે. જો કે હાલ માર્કેટમાં બંને વેરિયંટની અવેલેઈબિલીટ તો લિમિટેડ જ છે. PS5 અને PS5 ડિજિટલ એડિશનની સત્તાવાર કિંમતોમાં વધારો કરવામાં આવ્યો હોવાથી, ટૂંક સમયમાં થર્ડ પાર્ટી રિસેલર્સ પણ પોતાનો ભાવ વધારે તેવી પૂરેપૂરી સંભાવના છે. પ્લે સ્ટેશનની ખૂબ જ ઓછી અવેઈલિબિલિટીને ધ્યાનમાં રાખીને, બ્લેક-માર્કેટમાં ભાવો પણ વધવાની અપેક્ષા છે.
ભારત સહિત આ દેશમાં વધ્યા ભાવ
ભારત એક માત્ર એવો દેશન નથી, જ્યાં સોનીએ પોતાના પ્લે સ્ટેશન 5 અને પ્લેસ્ટેશન 5 ડિજિટલ એડિશનનો ભાવ વધાર્યો હોય. ગેજેટ 360ના રિપોર્ટ મુજબ સોનીએ યુકે, ઓસ્ટ્રેલિયા, કેનેડા, જાપાન, ચીન, મેક્સિકો, આફ્રિકા, મિડલ ઈસ્ટ અને યુરોપના કેટલાક દેશોમાં પણ પોતાના પ્લે સ્ટેશનના ભાવમાં વધારો કર્યો છે. રસપ્રદ વાત છે કે સોને પોતાના હોમ કંટ્રી એવા જાપાનમાં પણ સૌથી વધારે એટલે કે પ્લે સ્ટેશનના ભાવમાં 21થી 24 ટકાનો વધારો કર્યો છે.
Sony PS5ના ફીચર્સ
સોનીનું પ્લેસ્ટેશન 5 8K ગેમિંગ સપોર્ટ ધરાવે છે, જે 120 Fps પર કામ કરે છે. આ ગેમિંગ કોન્સોલમાં 4K TV ગેમિંગ સપોર્ટ પણ છે, જેના પર સ્મૂથ ગેમિંગ માટે 120 HZ રિફ્રેશ રેટ સુધીના સેટિંગ કરી શકાય છે. PS5માં HDR TV technology પણ મૂકવામાં આવી છે.
આ ગેમ્સ છે ઈનબિલ્ટ
સોનીનું આ લેટેસ્ટ પ્લેસ્ટેશન 5 ટેમ્પેસ્ટ 3D ઑડિઓટેક સપોર્ટ ધરાવે છે, જે હેડફોન અથવા ટીવી સ્પીકર્સ દ્વારા ઇમર્સિવ ગેમિંગ અનુભવને સુનિશ્ચિત કરે છે. આ ઉપરાંત પ્લે સ્ટેશનમાં રહેલા ડ્યુઅલ સેન્સ કંટ્રોલર શ્રેષ્ઠ હેપ્ટિક્સ પ્રતિસાદને સક્ષમ કરે છે. નવું સોની કન્સોલ વિવિધ પ્રકારના ખાસ ગેમ્સ પણ ધરાવે છે. પ્લે સ્ટેશન 5 અને પ્લે સ્ટેશન 5 ડિજિટલ એડિશનમાં સ્પાઈડર-મેન માઈલ્સ મોરાલે, ડેમોન્સ સોલ્સ, રેચેટ અને ક્લેન્ક: રિફ્ટ અપાર્ટ સહિતની જાણીતી અને સૌથી વધારે રમાતી ગેમ્સ સામેલ છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications