Just In
- 677 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 678 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 679 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 680 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Sony PlayStation 5 હવે ખરીદો ફ્લિપકાર્ટ પરથી, કિંમત સૌથી ઓછી
સોનીના અત્યાર સુધીના સૌથી સફળ પ્લે સ્ટેશનની કિંમતમાં ઘટાડો થયો છે. આ સોની પ્લેસ્ટેશન 5 માત્ર 45,115 રૂપિયામાં ખરીદી શકાય છે. સોની પ્લે સ્ટેશન 5ની આ અત્યાર સુધીની સૌથી ઓછી કિંમત છે. જો કે આ ડિસ્કાઉન્ટેડ કિંમત માત્ર ફ્લિપકાર્ટ પર જ માન્ય છે, એ પણ લિમિટેડ સમય મર્યાદા માટે જ

ઉલ્લેખનીય છે કે સોની પ્લેસ્ટેશન 5 મેળવવા માટે ખૂબ જ મહેનત કરવી પડી રહી છે. ગેમર્સને આ પ્લેસ્ટેશનનો સ્ટોક ઓછો પડી રહ્યો છે. આવી સ્થિતિમાં આ ડિસ્કાઉન્ટને કારણે ગેમિંગના શોખીનો પ્લે સ્ટેશનની કિંમત જાણીને ખુશીથી ઉછળી પડશે. ફ્લિપકાર્ટ પર લિસ્ટ થવા મુજબ આ સૌથી વધુ સફળ થયેલું ગેમિંગ કોન્સોલ ઓર્ડર આપ્યાના એક અઠવાડિયામાં તમારા ઘરે ડિલીવર થઈ જશે. અત્યાર સુધી આ ગેમિંગ કોન્સોલ ખરીદવા માટે ગેમર્સને લાંબી રાહ જોવી પડતી હતી.
Sony PS5 કેવી રીતે ઓછી કિંમતે ખરીદી શક્શો?
DealzTrenzના રિપોર્ટ મુજબ સોની પ્લે સ્ટેશન 5 કોન્સોલની સ્ટાન્ડર્ડ એડિશન માત્ર 45,115 રૂપિયામાં ખરીદી શકાય છે. આ ઓફરનો લાભ લેવા માટે એટલે કે સસ્તામાં સોની પ્લે સ્ટેશન 5 ખરીદવા માટે તમે ફ્લિપકાર્ટ સુપર કોઈન્સનો ઉપયોગ કરીને 1,500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. સાથે જ પ્રિપેઈડ ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ દ્વારા ખરીદી કરીને વધારાનું 1,000 રૂપિયાનું પણ ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. જો તમે ફ્લિપકાર્ટ એક્સિસ બેન્ક કાર્ડ દ્વારા ખરીદી કરો છો, તો તમને 5 ટકાનું કેશબેક પણ મળે છે.
આ બધાની સાથે ખાસ વાત એ છે કે સોની પ્લે સ્ટેશન 5 એક વર્ષની વોરંટી સાથે ધરાવે છે, જેમાં મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટનો પણ સમાવેશ થાય છે. વધારામાં જો પ્લે સ્ટેશનને કોઈ નુક્સાન થાય કે ખોવાઈ જાય તો 7 દિવસની અંદર રિપ્લેસમેન્ટ અથવા રિપેરની ઓફર પણ આપવામાં આવી રહી છે.
હજી કેટલાક અઠવાડિયા પહેલા સોનીએ પોતાની સમર ઓફરના ભાગ રૂપે સોની પ્લે સ્ટેશન 5 ગેમિંગ કોન્સોલ પર 5000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ જાહેર કર્યું હતું. જે બાદ આ ગેમિંગ કોન્સોલની કિંમત ઘટીને 49,900 રૂપિયા થઈ ગઈ હતી. 2020માં સોનીએ જ્યારે પહેલીવાર પ્લે સ્ટેશન 5 લોન્ચ કર્યું, ત્યારે પણ આ ગેમિંગ કોન્સોલની કિંમત આટલી જ રાખવામાં આવી હતી. પરંતુ લોન્ચના થોડા સમયમાં જ પ્લે સ્ટેશનની કિંમત વધી હતી. ભાવ વધારા બાદ પ્લે સ્ટેશન 5ની સ્ટાન્ડર્ડ એડિશનની કિંમત 54,990 રૂપિયા થઈ ગઈ હતી.
મળતી માહિતી મુજબ કંપની આ ઉનાળામાં પ્લેસ્ટેશન 5નો વધુ સ્ટોક માર્કેટમાં ઉતારી રહી છે, ત્યારે આગામી મહિનામાં બીજી પણ ડિસ્કાઉન્ટ ઓફર્સ મળવાની શક્યતા છે. હાલ પ્લે સ્ટેશન 5ની સત્તાવાર કિંમત 49,990 રૂપિયા છે, જે ડિસ્કાઉન્ટ બાદ કરતા ઘટીને 45,115 રૂપિયા થઈ જાય છે.
પ્લે સ્ટેશન 5 કેમ છે ખાસ?
Sony PlayStation 5ની સ્ટાન્ડર્ડ એડિશનમાં AMD Zen 2 processor મળે છે, જે AMD RDNA 2 ગ્રાફિક્સને સપોર્ટ કરે છે. આ કોન્સોલમાં 16 જીબીની GDDR5 RAM છે, જે 825 GB SSD સ્ટોરેજને સપોર્ટ કરે છે. PS5 રે ટ્રેસિંગ અને 4K ગેમિંગને પણ સપોર્ટ કરે છે, જેની સ્પીડ 60 FPS છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
