Just In
- 585 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 586 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 587 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 587 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
PlayStation 5 Pro લોન્ચ કરવાની તૈયારીમાં Sony, મળી શકે છે જબરજસ્ત અપડેટ્સ
સોની કંપની પ્લે સ્ટેશન 5 પ્રો ક્યારે લોન્ચ થશે, તેમાં શું હશે, તેની ચર્ચા અત્યારથી જ ગેમર્સમાં ચાલી રહી છે. જો કે હજી સુધી આ ગેમિંગ કોન્સોલ વિશે સત્તાવાર રીતે કોઈ માહિતી સામે નથી આવી. પરંતુ વિશ્વના અત્યાર સુધીના સૌથી પાવરફૂલ ગેમિંગ કોન્સોલ વિશે જાતભાતના સમાચાર તો સામે આવી જ રહ્યા છે. આ અપકમિંગ ગેમિંગ કોન્સોલ 2024ના અંતમાં કે પછી 2025ની શરૂઆતમાં લોન્ચ થાય તેવી શક્યતા છે. મળતી માહિતી પ્રમાણે સોની PlayStation 5 Pro લોન્ચ કરવા પર કામ કરી રહી છે.
લોન્ચ અંગે ચાલી રહી છે ચર્ચા
સોનીના આ પ્લે સ્ટેશન કોન્સોલ ગેમર્સના દિલોમાં ખાસ સ્થાન ધરાવે છે. એટલે જ્યારે પણ આ ગેમિંગ કોન્સોલનું નવું વર્ઝન આવે, ત્યારે ગેમર્સ એક્સાઈટેડ હોય છે. અપકમિંગ ગેમિંગ કોન્સોલને લઈને પણ ગેમર્સમાં સારી એવી ચર્ચા છે. સામે સોની પણ PS5 Proની નવી એડિશન લોન્ચ કરવા માટે તેયાર છે. છેલ્લા ઘમા મહિનાથી આ ગેમિંગ કોન્સોલમાં કયા ફીચર્સ હશે, શું નવું હશે, તેની રિલીઝ ટાઈમલાઈન શું હશે, તે બધી જ ચર્ચા ચાલી રહી છે.

અત્યાર સુધી સામે આવેલા મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ગેમ ડેવલપર્સને જુલાઈ 2024ના અંતમાં સોનીના પ્લેટફોર્મ સર્ટિફિકેશશન અને ઓપરેશન્સ ટીમ માટે પોતાની ગેમ અને સોફ્ટવેર સબમિટ કરવાની ટાઈમલાઈન આપવામાં આવી છે. જેના પરથી જ ચર્ચા શરૂ થઈ છે કે આ જ ગાળામાં તેનું લોન્ચિંગ પણ કરવામાં આવશે.
અપગ્રેડ્સ સાથે લોન્ચ થશે PS5 Pro
અત્યાર સુધી એવી માહિતી સામે આવી હતી કે PS5 Pro નવેમ્બર મહિનામાં લોન્ચ થશે. સપ્ટેમ્બર મહિનામાં સોની કંપની આ મામલે સત્તાવાર જાહેરાત કરે તેવી શક્યતા છે. જો કે તેની વચ્ચે કંપની કોન્સોલ વિશે વધુ માહિતી જાહેર કરી શકે છે. PS5 Proમાં પોતાના પુરોગામી મોડેલની સરખામણીએ ઘણી અપડેટ્સ હોવાની શક્યતા છે. આ કોન્સોસ 3.85GHz સુધીની ક્લોક સ્પીડની સાથે 8 Core Zen 2 પ્રોસેસર પર કામ કરી શકે છે.
આ ઉપરાંત આ નવા કોન્સોલમાં 30 WGPs (વર્ક ગ્રુપ પ્રોસેસર)ની સાથે સાથે RDNA 3 ગ્રાફિક્સ ચીપ પણ હોવાની શક્યતા છે. ગ્રાફિક્સ ચિપ મળવાથી આ ગેમિંગ કોન્સોલના ગ્રાફિક્સ પહેલા કરતા વધારે સારા દેખાશે. આ ઉપરાંત PS5 Proમાં 16GB GDDR6 રેમ પણ મળી શકે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications