Just In
- 494 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 495 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 496 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 497 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Sony PlayStation Plus માટે ફેબ્રુઆરી મહિનાના ગેમ્સનું લિસ્ટ જાહેર, અહીં વાંચો
Sony એ Playstation Plus માટે ફેબ્રુઆરી મહિનામાં લોન્ચ થનારી ગેમ્સનું લિસ્ટ જાહેર કર્યું છે. આ ગેમ્સમાં Evil Dead: The game, Destiny 2: Beyond light જેવી જુદી જુદી એક્સાઈટિંગ ગેમ્સ સામેલ છે. સોનીનું કહેવું છે કે આ બધી જ PlayStation Plust Games PlayStation Plus Essential, PlayStation Plus Extra અને Playstation Plus Premium મેમ્બર્સ માટે 8 ફેબ્રુઆરીથી અવેલેબલ થશે. PlayStation Plusના સબસ્ક્રાઈબર્સ માટે આ ગેમ્સ 6 માર્ચ સુધી અવેલેબલ થઈ જશે.

આ ઉપરાંત, સોનીનો દાવો છે કે, ટૂંક સમયમાં ફેબ્રુઆરી મહિના માટે પ્લેસ્ટેશન પ્લસ એક્સ્ટ્રા અને પ્લેસ્ટેશન પ્લસ પ્રીમિયમ યુઝર્સ માટે બીજી વધુ ગેમ્સની જાહેરાત પણ થવાની છે. કંપનીએ એમ પણ કહ્યું હતું કે, પ્લેસ્ટેશન પ્લસના મેમ્બર્સ પાસે તેમની ગેમ લાઇબ્રેરીમાં સ્ટાર વોર્સ જેડી: ફોલન ઓર્ડર, ફોલઆઉટ 76 અને એક્સિઓમ વર્જ 2 એડ માટે 6 ફેબ્રુઆરી સુધીનો સમય છે.
Evil Dead: The game
આ ગેમ Sonyના PS4 અને PS5 ગેમિંગ કન્સોલ પર આવશે. આ ગેમ જાણીતી એવિલ ડેડ ફ્રેન્ચાઇઝીનો એક ભાગ છે. જેમાં ખેલાડીઓ બચી ગયેલા ચાર લોકોની ટીમ તરીકે રમે છે, અને ગેમમાં દેખાતા વર્ચ્યુઅલ વર્લ્ડમાં ફરીને લૂંટ કરે છે, તેમના ડરને ભગાવે છે અને અને મૂળ એવિલ ડેડ ફિલ્મો તેમજ એશ વર્સિઝ એવિલ ટીવી સિરીઝ પર આધારિત બે જુદા જુદા વિશ્વનું જોડાણ તોડવા માટે મુખ્ય વસ્તુઓ શોધે છે. આ ગેમમાં પ્લેયર્સે એઝ અને બીજી ડેડાઈટ્સને શોધવા માટે કંડારિયન ડેમન પર કંટ્રોલ મેળવવો પડશે, જે માટે તેમણે સારપની બાજુથી લડવું પડશે.
OlliOlliWorld
આ ગેમ પણ સોનીના PS4 અને PS5 ગેમિંગ કોન્સોલ માટે અવેલેબલ થશે. આ ગેમમાં ગેમર્સે રમત દરમિયાન Gnarvanaના મિસ્ટિકલ સ્કેટ ગોડ માટે જુદા જુદા રસ્તા શોધવા પડશે. ઉલ્લેખનીય છે કે OlliOlli Worlds એ Roll7, BAFTA અને મલ્ટી એવોર્ડ વિનર ઈન્ડિપેન્ડન્ટ સ્ટુડિયોના વિવેચકો દ્વારા વખાણાયેલી OlliOlli સિરીઝમાં ત્રીજી એન્ટ્રી છે.ટ
Destiny 2: Beyond Light
Destiny 2: Beyond Light પણ PS4, PS5 ગેમિંગ કોન્સોલ માટે અવેલેબલ થવાની છે. આ ગેમમાં પ્લેયર્સે Destiny 2ના સાઈ-ફાઈ ફેન્ટસી યુનિવર્સમાં એટર થવાનું છે. ગેમર્સ આ ગેમ મલ્ટીપ્લેયર એક્શન શૂટર મોડમાં પણ રમી શક્શે. સોનીએ પોતાની બ્લોગપોસ્ટમાં કહ્યું છે કે,’આ ગેમમાં ગાર્ડિયન્સને યુરોપાનો એક્સપીરિયન્સ મળશે, સાથે જ તેઓ ડાર્કનેસના ફોલન કેલ સાથે લડવા દરમિયાન એક્ઝોટિક પાવરફુગ ગિયર્સ પણ મેળવી શક્શે.’
Mafia: The Definitive Edition
આ ગેમ માત્ર PS4 પર જ અવેલેબલ થવાની છે. માફિયા ગેમ 1930ના સમયગાળા પર બેઝ્ડ છે, જે ટોમી એન્જેલોના કેરેક્ટરની આસપાસ ફરે છે. આ ગેમમાં પ્લેયર્સે માફિયાને ડામવા માટે ચાલતી કાર્યવાહી દરમિયાન જુદા જુદા લેવલ પાર કરવા પડશે. આ ગેમની સ્ટોરી કંઈક એવી છે કે એક ટોળા સાથે નાસભાગ દરમિયાન કેબ ડ્રાઈવર ટોમી એન્જોલો ડેડલી અંડરવર્લ્ડનો ભાગ બની ચૂક્યો છે. શરૂઆતમાં સાલેઈરી ક્રાઈમ ફેમિલી સાથે જોડાયા બાદ તેને ખબર પડે છે કે તેના કાંડ એટલા મોટા છે, જેને હવે ઈગ્નોર કરી શકાય તેમ નથી.
પ્લેસ્ટેશનના શોખીનો માટે ફેબ્રુઆરી મહિનામાં આ ચાર નવી એક્સાઈટિંગ ગેમ્સ લોન્ચ થવાની છે. આ ઉપરાંત પણ કંપની ટૂંક સમયમાં બીજી કેટલીક ગેમ્સની જાહેરાત કરી શકે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications