સ્નેપચેટ ઘ્વારા ભારત વિશે કરવામાં આવેલી વિવાદિત ટિપ્પણી વિશે નકાર્યું

Posted By: anuj prajapati

સ્નેપચેટ સીઈઓ ઈવાન સ્પીએગલ ઘ્વારા કરવામાં આવેલી વિવાદિત ટિપ્પણી હાલમાં સોશ્યિલ મીડિયા પર ખુબ જ મોટો મુદ્દો બની ચુકી છે. આ આખા મુદ્દે સ્નેપચેટ ઇન્ક ઘ્વારા ઓફિશ્યિલ સ્ટેટમેન્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં તેમને આવી કોઈ પણ કમેન્ટ વિશે નકારી કાઢ્યું છે.

સ્નેપચેટ ઘ્વારા ભારત વિશે કરવામાં આવેલી વિવાદિત ટિપ્પણી વિશે નકાર્યું

આ આખી ખબર અમેરિકન ન્યુઝ વેબસાઈટ પર આવી હતી. આ વેબસાઈટમાં સ્નેપચેટ એક્સ એમ્પ્લોય એન્થોની પોમ્પલિયાનો ઘ્વારા જણાવવામાં આવ્યું હતું કે સ્નેપચેટ સીઈઓ ઘ્વારા તેમને કહેવામાં આવ્યું હતું કે સ્નેપચેટ અમીર લોકો માટેની એપ છે. જેના કારણે તેઓ તેને ભારત અને સ્પેનમાં ફેલાવવા માંગતા નથી.

આ આખો મુદ્દો ભારતમાં ખુબ જ વિવાદિત બની ગયો. સોશ્યિલ મીડિયા પર લોકો ઘ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી. લોકો ઘ્વારા પ્લેસ્ટોર પર સ્નેપચેટને એક રેટિંગ આપવામાં આવ્યું. ભારતમાં સ્નેપચેટના 4 મિલિયન કરતા પણ વધારે યુઝર છે.

સ્નેપચેટ ઘ્વારા ભારત વિશે કરવામાં આવેલી વિવાદિત ટિપ્પણી વિશે નકાર્યું

આ આખો વિવાદ ત્યારે ચાલુ થયો જયારે સ્નેપચેટ એક્સ એમ્પ્લોય એન્થોની પોમ્પલિયાનો ઘ્વારા જણાવવામાં આવ્યું કે સ્નેપચેટ સીઈઓ ઈવાન સ્પીએગલ ગરીબ દેશોમાં તેમનો બિઝનેસ વધારવા માંગતા ના હતા. જેમાં તેમને ભારત અને સ્પેનનું નામ લીધું હતું. સ્નેપચેટ સીઈઓ ઈવાન સ્પીએગલ ઘ્વારા આ વિવાદિત ટિપ્પણી વર્ષ 2015 દરમિયાન કરવામાં આવી હતી.

એપલ કલીપ આઇઓએસ એપમાં ફ્રી, જાણો કઈ રીતે કામ કરે છે

હાલમાં સ્નેપચેટ ઈંક ઘ્વારા ઓફિશ્યિલ સ્ટેટમેન્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં તેમને જણાવ્યું છે કે આ બધું જ બકવાસ છે, સ્નેપચેટ દરેક યુઝર માટે છે. સ્નેપચેટ દુનિયાભરમાં ફ્રી ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ છે.

English summary
Snap Inc. has denied the allegations saying no remark was made on India for the app's expansion by CEO Evan Spiegel. Snapchat's rating dropped to single star from five on App store after the controversial statement

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot