સ્નેપચેટ ઘ્વારા ફેસબૂકને ટક્કર આપવામાં માટે નવું ફીચર ઉમેરવામાં આવ્યું

સ્નેપચેટ ઘ્વારા લોન્ચ કરવામાં આવેલા ફીચરની મદદથી તમે બીજા યુઝર ઘ્વારા પોસ્ટ કરવામાં આવેલી સ્ટોરી સર્ચ કરી શકો છો.

By Anuj Prajapati
|

સ્નેપચેટ ઘ્વારા હાલમાં જ તેના લેટેસ્ટ ફીચર વિશે જાહેરાત કરવામાં આવી છે. સ્નેપચેટ ઘ્વારા લોન્ચ કરવામાં આવેલા ફીચરની મદદથી તમે બીજા યુઝર ઘ્વારા પોસ્ટ કરવામાં આવેલી સ્ટોરી સર્ચ કરી શકો છો.

સ્નેપચેટ ઘ્વારા ફેસબૂકને ટક્કર આપવામાં માટે નવું ફીચર ઉમેરવામાં આવ્યું

સ્નેપચેટ પ્રતિસ્પર્ધી ફેસબૂક ઘ્વારા તેમનું સ્ટોરી ફીચર ફોર્મેટ ઉમેરવામાં આવ્યું. તેની સાથે સ્નેપચેટ ઘ્વારા આ લેટેસ્ટ અપડેટ બહાર આપવામાં આવ્યું છે. સ્નેપચેટમાં સ્ટોરી ઓપશન પહેલાથી જ આપવામાં આવ્યો છે.

જેમાં યુઝર બીજા લોકો ઘ્વારા પોસ્ટ કરવામાં આવેલી ફોટો સ્ટોરી જોઈ શકે છે. પરંતુ હવે આ નવા ફીચરની મદદથી તમને કી-વર્ડ સર્ચની મદદથી સ્ટોરી શોધી શકશો. જેમાં ફોટો અને વીડિયો 24 કલાક પછી ગાયબ નહીં થાય.

ઉદાહરણ તરીકે તમે હવે સર્ચ ફીચર સ્નેપની મદદથી શોધી શકો છો. જેમાં તમે તમારી પસંદ ના ટોપિક જેવા કે ઇવેન્ટ અને મ્યુઝિક કોન્સર્ટ પણ શોધી શકો છો.

આઇઓએસ માં આવ્યું વહાર્ટસપ ટેક્સ્ટ સ્ટેટ્સ, સ્નેપચેટ સ્ટોરી જેવું ફીચર

કંપની ઘ્વારા તેમના બ્લોગપોસ્ટમાં જણાવવામાં આવ્યું છે કે તેઓ એક નવો રસ્તો શોધી રહ્યા છે. જેમાં તેઓ સમજી રહ્યા છે કે તેવા સ્નેપનું શુ થાય છે, જયારે તેને સ્ટોરીમાં સબમિટ કરવામાં આવે છે અને એડવાન્સ મશીન લર્નિંગની મદદથી નવી સ્ટોરી બનાવવામાં આવે છે. તેની મદદથી તમે ઘણી સ્ટોરી સર્ચ કરી શકો છો.

તેમાં જણાવવામાં આવ્યું છે કે નવું સર્ચ ફીચર ઘ્વારા યુઝર એક મિલિયન કરતા પણ વધારે સ્ટોરી જોઈ શકે છે. કંપની ઘ્વારા આ સર્ચ ફીચર યુએસમાં કેટલાક શહેરોમાં આપવામાં આવી રહ્યું છે. સારી વાત છે કે નવા સર્ચ ફીચરમાં કોઈ પણ એડ કે પછી સ્પોન્સર ફિલ્ટર આવી રહ્યા નથી.

સ્નેપચેટ યુથમાં ખુબ જ ઝડપથી ફેમસ થઇ રહ્યું છે. પરંતુ હજુ પણ તે ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામ જેટલુ ફેમસ બન્યું નથી.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Best Mobiles in India

English summary
Snapchat has added a new search feature that will enable the users to look for publicly posted pictures and videos from anywhere.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X