આ Smart Watchની કિંમત છે 2000 કરતા પણ ઓછી, જાણો ડિટેઈલ્સ

By Gizbot Bureau
|

ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ એમેઝોન ઈન્ડિયા પર દરેક રેન્જમાં સ્માર્ટ વૉચ મોજૂદ છે. આ બધી જ સ્માર્ટ વૉચમાં શાનદાર ડિસ્પ્લે અને મોટી બેટરી આપવામાં આવી છે. આ વૉચમાં જુદા જુદા પ્રકારના સ્પોર્ટસ મોડની સાથે સાથે હાર્ટ રેટ ટ્રેકર અને કેમેરા કંટ્રોલ જેવા ફીચર્સ મળે છે. જો તમે પણ નવી સ્માર્ટ વૉચ ખરીદવાનું વિચારી રહ્યા છો, તો અમે આ આર્ટિકલમાં કેટલીક એવી સ્માર્ટ વૉચ વિશે માહિતી આપીશું, જેને તમે એમેઝોન પરતી 2000 કરતા ઓછી કિંમતે ખરીદી શક્શો. તો ચાલો જાણીએ સ્માર્ટ વૉચ પર મળનારી ઓફર ડિટેઈલ્સ વિશે.

આ Smart Watchની કિંમત છે 2000 કરતા પણ ઓછી, જાણો ડિટેઈલ્સ

Fire Boltt Phoenix Pro

Fire Boltt Phoenix Proની કિંમત 1,599 રૂપિયા છે. તેની કિંમતમાં 87 ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ વૉચની બોડી મેટલની બનેલી છે. જેમાં 1.39 ઈંચની મોટી ડિસ્પ્લે મળે છે, જેનું રિઝોલ્યુશન 240*240 પિક્સલ છે. આ વૉચમાં 120થી વધુ સ્પોર્ટ્સ મોડ અને બ્લૂટૂથ કોલિંગ સપોર્ટ મળે છે. આ ઉપરાંત આ વૉચમાં AI વોઈસ આસિસ્ટન્ટની સાથે ઈન બિલ્ટ ગેમ આપવામાં આવી છે. આ ઉપરાંત વૉચ હાર્ટ રેટ ટ્રેકર જેવા હેલ્થ ફીચર્સથી સજ્જ છે.

Noise Twist Pro

Noiseની આ સ્માર્ટ વૉચ 1.4 ઈંચની એચડી ડિસ્પ્લે ધરાવે છે. જેની પીક બ્રાઈટનેસ 550 નીટ્સ છે. જેમાં મ્યુઝિકથી લઈને વૉલ્યુમ કંટ્રોલ કરવા સુધીની સુવિધા આપવામાં આવી છે. વૉચમાં બ્લૂટૂથ કોલિંગ સુવિધા પણ આપવામાં આવી છે. આ ઉપરાંત તેમાં 300 mAhની બેટરી મળે છે. કંપનીનો દાવો છે કે આ બેટરી નોર્મલ યુસેઝમાં 7 દિવસ સુધી ચાલે છે. જ્યારે કોલિંગ મોડમાં 2 દિવસ સુધીનો બેટરી બેકઅપ મળે છે. આ બેટરીને 5 વૉટના પાવર એડપ્ટરથી ચાર્જ કરી શકાય છે. આ વૉચની કિંમત 1,799 રૂપિયા છે, જેને તમે એમેઝોન પરથી ખરીદી શકો છો.

CrossBeats Hustl

CrossBeats Hustl સ્માર્ટ વૉચની ડિઝાઈન એપલ વૉચ જેવી છે. જઆ વૉચની ડિસ્પ્લે 2.01 ઈંચની છે. જેમાં સ્પીકરની સાથે માઈક પણ લાગેલું છે. આ માઈકને કારણે આ વૉચ બ્લૂટૂથ કોલિંગને પણ સપોર્ટ કરે છે. ફિટનેસને ધ્યાનમાં રાખીને આ વૉચમાં 125થી વધુ સ્પોર્ટ્સ મોડ આપવામાં આવ્યા છે. આ વૉચમાં હાર્ટ રેટ અને બ્લડ ઓક્સિજન મોનિટર સુવિધા પણ આપવામાં આવી છે. આ ઉપરાંત સ્માર્ટ વૉચમાં ક્રાઉન બટનની સાથે સાથે મલ્ટીપલ વૉચ ફેસ અને કૉલ મેસેજ નોટિફિકેશન જેવા સ્માર્ટ ફીચર મળે છે. આ વૉચની બેટરી ફૂલ ચાર્જમાં 10 દિવસ સુધી કામ કરે છે. એમેઝોન પર આ વૉચની કિંમત 1,999 રૂપિયા છે.

જો તમે પણ એક નવી સ્માર્ટ વૉચ ખરીદવાનું વિચારી રહ્યા છો, પરંતુ બજેટ અને ફીચર્સને લઈને કન્ફ્યુઝન છે, તો આ ત્રણ વિકલ્પ તમારા માટે શાનદાર સાબિત થઈ શકે છે.

Best Mobiles in India

English summary
Smartwatches under 2000 with the best specifications know the details

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X