SmartWatchના આ 7 ફીચર્સ છે ખૂબ કામના, તમે નહીં કર્યા હોય યુઝ

By Gizbot Bureau
|

છેલ્લા કેટલાક વર્ષોમાં SmartWatch હવે સૌથી અગત્યની વિયરેબલ ડિવાઈસ બની ચૂકી છે. દરેક વર્ષે ભારતમાં આ સેગમેન્ટમાં 100 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. હાલ ટેક માર્કેટમા SmartWatchના લગભગ દરેક પ્રકારની કિંમતમાં SmartWatch ઉપલબ્ધ છે. એક તરફ જ્યાં SmartWatch ખૂબ જ પોપ્યુલર ડિવાઈસ બની ચૂકી છે, ત્યારે હજી પણ કેટલાક એવા યુઝર્સ છે, જે આ ગેજેટના બધા જ ફીચર્સનો ઉપયોગ નથી કરી રહ્યા. આજે આ આર્ટિકલ દ્વારા અમે તમને SmartWatchના એવા 7 ફીચર્સ વિશે વાત કરીશું, જે તમારી જિંદગીને બનાવશે આરામ કી જિંદગી.

SmartWatchના આ 7 ફીચર્સ છે ખૂબ કામના, તમે નહીં કર્યા હોય યુઝ

1. બ્લૂટૂથ કોલિંગ

દરેક સ્માર્ટફોનમાં હવે મોટાભાગે બ્લૂટૂથ કોલિંગનું ફીચર જોવા મળે છે. કહી શકાય કે SmartWatchમાં આ સૌથી સામાન્ય ફીચર છે. અફોર્ડેબલ સ્માર્ટવોચમાં પણ હવે બિલ્ટ ઈન સ્પીકર અને માઈક્રોફોન મળી રહ્યા છે, જેનો ઉપયોગ કરીને યુઝર્સ સીધા જ સ્માર્ટવોચથી જ કોલિંગ કરી શકે છે. જ્યારે તમારા બંને હાથ કોઈ કામમાં રોકાયેલા હોય, તમારો ફોન તમારી નજીક ન હોય, ત્યારે SmartWatchનું આ ફીચર ઉપયોગી સાબિત થાય છે.

2. મ્યુઝિક કંટ્રોલ

SmartWatchમાં મ્યુઝિક કંટ્રોલનું પણ ફીચર જોવા મળે છે, જેના દ્વારા યુઝર્સ વાયરલેસ રીતે ફોનમાં ચાલતા મ્યુઝિકને ઓપરેટ કરી શકે છે. આ ફીચર દ્વારા મ્યુઝિક પ્લે કરવું, પોઝ કરવું ,સ્કીપ, ફોરવર્ડ, બેકવર્ડ સહિતના ટાસ્ક સરળતાથી કરી શકાય છે.

3. કેમેરા કંટ્રોલ

મ્યુઝિક કંટ્રોલની જેમ જ SmartWatch કેમેરા કંટ્રોલ પણ કરી શકે છે. કેમેરા કંટ્રોલ ફીચર દ્વારા તમે ફોનના કેમેરાથી ફોટો લઈ શકો છો. આ ફીચર સામાન્ય રીતે રિમોટ શટર તરીકે જાણીતું છે, જેના દ્વારા તમે કેમેરાને થોડેક દૂર સ્ટેન્ડ પર મૂકી શકો છો, જો તમારો ફોટો પાડવા માટે કોઈ નથી, તો તમે સ્માર્ટવોચ દ્વારા દૂરથી સેલ્ફી લઈ શકો છો. કેટલીક પ્રીમિયમ સ્માર્ટ વોચ તો હવે કેમેરા લેન્સ, ઝૂમ ઓપરેટ કરવાના ફીચર્સ પણ આપી રહી છે.

4. ફાઈન્ડ માય ફોન

ઘણી વખત આપણે ફોનને ક્યાંક એવી જગ્યાએ મૂકી દઈએ છીએ, જ્યાંથી તેને શોધવો પડે છે. હવે તમારી SmartWatch તમારા સ્માર્ટફોનને શોધવામાં મદદ કરી શકે છે. સ્માર્ટવોચમાં રહેલું ફાઈન્ડ માય ફોન ફીચર આ માટે ઉપયોગી છે. આ ફીચર હાલ તો થોડું એક્સ્લુઝિવ છે, અને બધી સ્માર્ટવોચમાં નથી મળી રહ્યું. પરંતુ આગામી સમયમાં લગભગ દરેક કંપનીની સ્માર્ટવોચ આ ફીચર આપશે તે નક્કી છે.

5. બ્લડ ઓક્સિજન મોનિટરિંગ

જ્યારથી કોવિડનો રોગચાળો આવ્યો છે, ત્યારથી લગભગ દરેક સ્માર્ટવોચમાં ઓક્સિમીરની સુવિધા મળવા લાગી છે. આ ફીચર દ્વારા યુઝર્સ પોતાના બ્લડમાં ઓક્સિજનનું સ્તર કેટલું છે, તે કોઈ પણ બીજા ડિવાઈસનો ઉપયોગ કર્યા વગર જ માપી શકે છે.

6. હ્રદયના ધબકારાનું માપન

SpO2 મોનિટરની જેમ જ હવે મોટાભાગની સ્માર્ટવોચમાં હર્ટ રેટ મોનિટરનું પણ ફીચર મળી રહે છે. જેના દ્વારા તમે તમારા ધબકારાની ગતિ માપી શકો છો. ઘણી સ્માર્ટવોચ તમારા ધબકારા વધી જાય કે ઘટી જાય, તો તેની નોટિફિકેશન પણ આપે છે.

7. મહિલાઓના આરોગ્યની સંભાળ

SmartWatchમાં રહેલું Women’s health tracking ફીચર હજી ખાસ જાણીતું નથી. આ ફીચર બજેટ સ્માર્ટવોચમાં પણ જોવા મળે છે, પરંતુ તેનો ખાસ ઉપયોગ નથી થતો. મહિલા યુઝર્સ આ ફીચર દ્વારા પોતાના મેન્સ્ટ્રુઅલ સાઈકલ સહિત અન્ય હેલ્થ રિલેટેડ માહિતી પર ધ્યાન રાખી શકે છે.

Best Mobiles in India

English summary
Smartwatches 7 features can make your life easy

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X