Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Smartwatch vs Smart Bands, બંને વચ્ચે શું છે ફરક, કેટલા અલગ?
હજી કેટલાક દાયકા અગાઉ, વિયરેબલ ડિવાઈસિસ માત્ર સાયન્સ ફિક્શન ફિલ્મોનો જ હિસ્સો હતા. પરંતુ આજે તમે જુદા જુદા પ્રકારના વિયરેબલ ડિવાઈસ જોઈ શકો છો. જેમાંથી સ્માર્ટવૉચ અને સ્માર્ટ બેન્ડ્સ બંને સૌથી વધુ પ્રચલિત છે. આમ તો, સ્માર્ટવૉચ અને સ્માર્ટ બેન્ડ્સ બંનેના મોટા ભાગના ફીચર સરખા સરખા હોય છે, જેને કારણે લોકો સ્માર્ટ બેન્ડ અને સ્માર્ટ વૉચમાં કન્ફ્યુઝ થઈ જાય છે. જો કે આ આર્ટિકલમાં અમે તમને ડિટેઈલમાં જણાવીશું કે કેવી રીતે સ્માર્ટ વૉચ અને સ્માર્ટ બેન્ડ જુદા જુદા છે.
સ્માર્ટ વૉચ અને સ્માર્ટ બેન્ડ્ઝ બંને ટ્રેડિશનલ કાંડા ઘડિયાળની માફક હાથમાં પહેરી શકાય છે. એક સ્માર્ટ વૉચ આમ જોવા જઈએ તો તમારા સ્માર્ટફોનનું જ એક્સ્ટેન્શન છે, જેમાં તમે ફોનમાં આવતા મેસેજ, મેઈલ, સોશિયલ મીડિયાની નોટિફિકેશન ચેક કરી શકો છો, સાથે જ તેમાં તમને સ્લીપ ટ્રેકિંગ, સ્ટેપ કાઉન્ટિંગ જેવા હેલ્થ ફીચર પણ મળે છે. સ્માર્ટ વૉચથી તમે ફોન ઉપાડી પણ શકો છો અને ફોન કટ પણ કરી શકો છો.

બીજી તરફ સ્માર્ટબેન્ડ એ તમારા સ્માર્ટફોનનું એક્સટેન્શન નથી, એટલે કે તેના પર સ્માર્ટવૉચ જેવા ફોનના કામ નથી કરી શકાતા, પરંતુ સ્માર્ટફોન તમારા ફોનનો ડેટા માત્ર તમારા સુધી પહોંચાડે છે. સ્માર્ટબેન્ડનો મુખ્ય ઉદ્દેશ્ય ફિટનેસને લગતો છે, એટલે તે ફિટનેસ બેન્ડ તરીકે પણ ઓળખાય છે. સ્માર્ટ બેન્ડઝ તમારા ધબકારા, સ્ટ્રેસ લેવલ, બ્લડ ઓક્સિજન, સ્ટેપ્સ, સ્લીપ સહિતની વસ્તુઓ ધ્યાન રાખે છે.
બંનેની ફંક્શાનલિટી જુદી જુદી હોવાની સાથે સાથે બંનેની કામ કરવાની રીત અને દેખાવ પણ જુદા જુદા છે. સ્માર્ટવૉચમાં મોટી હિસ્પ્લે હોય છે, જ્યારે સ્માર્ટ બેન્ડનું રિઝોલ્યુશન ઓછું હોય છે, ડિસ્પ્લે નાની હોય છે, સ્ક્રીન પાતળી હોય છે. સ્માર્ટવૉચ કોમ્પ્લેક્સ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે, જ્યારે સ્માર્ટ બેન્ડઝ ઓછી લાઈટ અને મિનીમાલિસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે.
સ્માર્ટવૉચની ખાસ વાતો
1. લોંગ ફીચર સેટ
સ્માર્ટ વૉચમાં જુદા જુદા પ્રકારના ફીચર આવે છે, જે તમારા ઘણા કામ સરળ બનાવે છે. ફોન કોલ ઉપાડવાથી લઈને એપ્સની નોટિફિકેશન સુધીની સુવિધા તેમાં મળે છે. સ્માર્ટવૉચમાં ફોનમાં થતા ઘણા બધા કામ કરી શકાય છે, સાથે જ તેને અલગ ડિવાઈસ તરીકે પણ યુઝ કરી શકાય છે.
2. મોટી ડિસ્પ્લે
સ્માર્ટવૉચમાં મોટાભાગે મોટી અને સારી ડિસ્પ્લે હોય છે, જેનું રિઝોલ્યુશન પણ સારું હોય છે. સ્માર્ટવૉચની ડિસ્પ્લે મોટી હોવાને કારણે તેને યુઝ કરવાની પણ મજા આવે છે.
3. એપ્સ ઈન્સ્ટોલ
માર્કેટમાં અવેલેબલ દરેક સ્માર્ટવૉચમાં હવે પ્લે સ્ટોર, એપ સ્ટોરની સુવિધા મળે છે. જેમાંથી તમે થર્ડ પાર્ટી એપ્સ પણ ડાઉનલોડ કરી શકો છો.
સ્માર્ટ બેન્ડની ખાસ વાતો
1. કોમ્પેક્ટ બિલ્ડ
ઘણા યુઝર્સને મોટી અને હેવી ડિઝાઈન નથી ગમતી, એટલે તેમને સ્માર્ટવૉચ પણ પહેરવી નથઈ ગમતી. આવી સ્થિતિમાં નાની, ક્યુટ અને સ્પોર્ટી ડિઝાઈન ધરાવતા સ્માર્ટ બેન્ડ કામ લાગે છે. સ્માર્ટબેન્ડ નાના હોવાની સાથે સાથે વજનમાં પણ હલકા હોય છે. એટલે તેને પહેરવો પણ ઈઝી પડે છે.
2. સારો બેટરી બેકઅપ
મોટા ભાગના સ્માર્ટબેન્ડઝમાં સારો બેટરી બેકઅપ હોય છે. જે એક ચાર્જમાં આખું અઠવાડિયું ચાલે છે. એક તો તેની સ્ક્રીન સાઈઝ નાની છે, રિઝોલ્યુશન ઓછું છે એટલે તે ઓછી બેટરી વાપરે છે. વધારે ફીચર ન હોવાને કારણે પણ તેની બેટરી લાંબી ચાલે છે.
3. પ્રમાણમાં સસ્તા
જો તમે પ્રીમિયમ સ્માર્ટફોન પણ ખરીદવા જશો, તો પણ તે સ્માર્ટવૉચ જેટલા તો મોંઘા નહીં જ આવે. સ્માર્ટ બેન્ડ ઘણા અફોર્ડેબલ હોય છે. એટલે જે લોકો માત્ર પોતાની ફિટનેસ કે હેલ્થ ટ્રેક કરવા ઈચ્છે છે, તેમના માટે સ્માર્ટબેન્ડઝ બેસ્ટ છે.
તમારા માટે કયું સૌથી બેસ્ટ, સ્માર્ટવૉચ કે સ્માર્ટબેન્ડ?
આગળ જણાવ્યું તેમ સ્માર્ટવૉચ અને સ્માર્ટ બેન્ડ બંને પોતપોતાની રીતે બેસ્ટ છે. હવે તમારા ઉપયોગ અને તમારી જરૂરિયાત પર આધારિત છે કે તમારે શેનો ઉપયોગ કરવો. જો તમારે માત્ર હેલ્થ અને ફિટનેસ ટ્રેક કરવી છે, તો સ્માર્ટબેન્ડ ખરીદો. પરંતુ જો તમે ઈચ્છો છો કે તમે સ્માર્ટફોનના કામ પણ કરી શકો, તો પછી તમારે સ્માર્ટવૉચ ખરીદવી જોઈએ.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications