સવારે ઉઠીને તરત જ યુઝ કરો છો ફોન? ભારે પડી શકે છે આ આદત, જાણો કારણ

By Gizbot Bureau
|

સ્માર્ટફોન આપણા દરેકના જીવનનો ભાગ બની ચૂક્યો છે. તેના વગર કામ કાજ શક્ય નથી. આ વાત હવે આપણે બધાએ સ્વીકારી લીધી છે. આખો દિવસ કોઈને કોઈ કામ માટે અથવા તો એન્ટરટેઈનમેન્ટ માટે આપણે ફોનની સ્ક્રીન જોતા રહીએ છીએ. જેને કારણે આંખો પર અસર પડે છે. પરંતુ શું તમે જાણો છો કે સવારે ઉઠતાવેંત ફોનનો ઉપયોગ કરવો અને ફોનની સ્ક્રીન જોવી આપણા આરોગ્ય માટે ખરાબ સાબિત થઈ શકે છે. ચાલો તમને જણાવી દઈએ કે જો તમે પણ રોજ સવારે ઉઠીને તરત જ ફોન યુઝ કરો છો, તો તમારે આ આદત કેમ બદલી નાખવી જોઈએ.

સવારે ઉઠીને તરત જ ફોન યુઝ કરવાના ઘણા નુક્સાન હોય છે, જે સીધા જ આપણા આરોગ્ય અને પર્સનાલિટીને અસર કરે છે. જેનું લિસ્ટ અમે તમને નીચે આપી રહ્યા છીએ.

સવારે ઉઠીને તરત જ યુઝ કરો છો ફોન? ભારે પડી શકે છે આ આદત, જાણો કારણ

ઉંઘની ગુણવત્તા ખરાબ થવી

જ્યારે આપણે સૂતા હોઈએ છીએ, ત્યારે આપણું મગજ શાંત થઈને આરામ કરતું હોય છે. પરંતુ જ્યારે આપણે સવારે ઉઠીને તરત જ ફોનનો ઉપયોગ કરીએ છીએ, ત્યારે તરત જ આપણું મગજ સક્રિય થઈ જાય છે અને તેને આરામથી શરૂ થવાનો સમય નથી મળતો. જેને કારણે આપણી ઉંઘની ગુણવત્તા બગડે છે અને આખો દિવસ થાકનો અહેસાસ થાય છે.

સ્ટ્રેસ વધે છે.

સ્માર્ટફોન પર સોશિયલ મીડિયા, ન્યૂઝ અને ઈમેઈલ જોયા કરવાથી સ્ટ્રેસ પણ વધતો જાય છે. ખાસ કરીને સવારે ઉઠીને તરત જ આ બધું જોવાથી આપણા મગજ પર નેગેટિવ વિચારો હાવી થઈ જાય છે, જેને કારણે આખો દિવસ અસહજ લાગ્યા કરે છે. કામમાં મન લાગતું નથી.

પ્રોડક્ટિવિટી પર અસર થવી

સવારનો સમય દિવસનો સૌથી અગત્યનો સમય હોય છે. આ સમયનો ઉપયોગ કરીને આપણે આખા દિવસને વધારે પ્રોડક્ટિવ બનાવવા માટે કામની શરૂઆત કરી શકીએ છીએ, પરંતુ જો આપણે સવારે ઉઠીને તરત જ ફોનનો ઉપયોગ કરીએ છીએ, તો આપણી પ્રોડક્ટિવિટી ઘટી જાય છે. અને આખો દિવસ કામ પર ધ્યાન નથી આપી શક્તા.

આંખોની તકલીફ

સ્માર્ટફોનની સ્ક્રીનમાંથી આવતો પ્રકાશ આપણી આંખો માટે હાનિકારક હોય છે. સવારે ઉઠીને તરત જ સ્માર્ટફોનનો ઉપયોગ કરવાથી આંખો બળે છે, સોજો આવે છે અને ધૂંધળું દેખાવા જેવી તકલીફો થાય છે. એટલે કે તમને ચશ્મા પણ આવી શકે છે.

માનસિક સ્વાસ્થ્ય પર અસર

સ્માર્ટફોનનો વધુ ઉપયોગ કરવાથી ડિપ્રેશન, સ્ટ્રેસ, એકલતા જેવી માનસિક બીમારી પણ થઈ શકે છે. સવારે ઉઠીને તરત જ સ્માર્ટફોનનો ઉપયોગ કરવાથી આ સમસ્યા વધતી હોવાનું તારણ છે.

તમારે સવારે ઉઠીને સ્માર્ટફોનનો ઉપયોગ કરવાને બદલે બીજા કોઈ કામ પર ધ્યાન આપવું જોઈએ. જેમ કે યોગ કરવા, ધ્યાન કરવું, વાંચવું કે પછી કસરત કરવી. આમ કરવાથી તમારી ઉંઘની ગુણવત્તા સુધરે છે, સ્ટ્રેસ ઘટે છે અને પ્રોડક્ટિવિટી વધે છે. જેને કારણે ઓવરઓલ આરોગ્ય સારું રહે છે.

Best Mobiles in India

English summary
Smartphone using habit after waking up is unhealthy know side effects

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X