તમારા સ્માર્ટફોન ની બેટરી લાઈફ ને વધારવા માટે આ બાબતો વિષે જાણો

By Gizbot Bureau
|

તમારા સ્માર્ટફોન ની અંદર બેટરી એ એક એવી વસ્તુ છે કે જે સૌથી વધુ અગત્ય ની છે અને તેનો ઉપીયોગ પણ બધા જ કોમ્પોનેન્ટ્સ માંથી સૌથી વધુ થાય છે. અને હંમેશા તમારા સ્માર્ટફોન ની બેટરી સમય ની સાથે ખરાબ થતી રહેતી હોઈ છે અને નવા ફોન ના 6 મહિના પછી જ તમને તમારા ફોન ની બેટરી લાઈફ ની સાથે થોડી સમસ્યા થવા લાગતી હોઈ છે. પરંતુ તેની અંદર તમે તમારા સ્માર્ટફોન નો ઉપીયોગ કઈ રીતે કરો છો અને ખાસ કરી ને તમારા સ્માર્ટફોન ને ચાર્જ કઈ રીતે કરો છો તેના પર આધાર રાખે છે. જો તમે તમારા સ્માર્ટફોન ની બેટરી લાઈફ ને વધારવા માંગતા હોવ તો તેના માટે ની અમુક ટિપ્સ અહીં નીચે જણાવવા માં આવેલ છે.

તમારા સ્માર્ટફોન ની બેટરી લાઈફ ને વધારવા માટે આ બાબતો વિષે જાણો

સ્માર્ટફોન ની બેટરી ક્યારેય પણ 0% ના થઇ જાય તેનું ધ્યાન રાખવું

તમારા સ્માર્ટફોન ની બેટરી જયારે પણ 20% કરતા ઓછી થાય ત્યારે તેને ચાર્જ માં મૂકી દેવો, તમારા સ્માર્ટફોન ની બેટરી ને સંપૂર્ણ પુરી થાય ત્યાર પછી ચાર્જ પર ના મુકવી.

તમારા સ્માર્ટફોન ને ક્યારેય પણ આખી રાત ચાર્જિંગ પર મુકવો નહિ અને ઓવર ચાર્જ કરવો નહિ

મોટા ભાગ ના સ્માર્ટફોન આજ ના સમય માં 90 મિનિટ ની અનર ચાર્જ થઇ જાય છે તેથી તમારા સ્માર્ટફોન ને આખી રાત ચાર્જિંગ પર મૂકી અને ઓવર ચાર્જ કરવો નહિ. ઓવરચાર્જ ને કારણે બેટરી ની લાઈફ ઘટી જાય છે.

તમારા સ્માર્ટફોન ને દરેક વખતે 100% ચાર્જ કરવા ની જરૂર નથી

બેટરી ની લાઈફ વધારવા માટે તમારા સ્માર્ટફોન ને 90% ની આસ પાસ ચાર્જિંગ પહોંચે ત્યારે ચાર્જિંગ માંથી કાઢી નાખવો જોઈએ. જેના કારણે ઓવરચાર્જિંગ થઇ શકતું નથી અને બેટરી ની લાઈફ વધે છે.

બેટરી લાઈફ ને વધારવા સ્લો ચાર્જિંગ અથવા ઓછા વોટ વાળા ચાર્જર નો ઉપીયોગ કરો

ફાસ્ટ ચાર્જિંગ એ એક સુવિધા છે પરંતુ તમારી પાસે ફાસ્ટ ચાર્જર છે એનો અર્થ એ નથી કે તમારે હંમેશા તેનો ઉપીયોગ કરવો જોઈએ. અને ઓછા વોટ વાળા ચાર્જર નો ઉપીયોગ કરવા થી તમારા ફોન નું ચાર્જિંગ ધીમું જરૂર થશે પરંતુ લાંબા સમય પર તે તમારા સ્માર્ટફોન ની બેટરી લાઈફ ને વધારે છે.

ગેમ્સ ના રમતા હોવ ત્યારે પાવર સેવિંગ મોડ નો ઉપીયોગ કરો

પાવરસેવીન્ગ મોડ નો ઉપીયોગ માત્ર ત્યારે જ ન કરવો જોઈએ કે જયારે તમારા ફોન ની બેટરી ઓછી હોઈ. તમે જયારે ગેમ્સ નથી રમી રહ્યા અથવા જયારે તમે મલ્ટી ટાસ્કીંગ નથી કરી રહ્યા ત્યારે પણ તમારે પાવર સેવિંગ મોડ નો ઉપીયોગ કરવો જોઈએ તે તમારા ફોન ની બેટરી લાઈફ ને વધારે છે.

વાઇફાઇ અને બ્લુટુથ ની જયારે જરૂર ના હોઈ ત્યારે તેને બંધ કરી દેવું જોઈએ

વાઇફાઇ અને બ્લુટુથ આ બંને હંમેશા ખુબ જ બેટરી ખાતા હોઈ છે જેથી તેને બંધ રાખવી જોઈએ જેના કારણે તે તમારા સ્માર્ટફોન ની બેટરી લાઈફ ને લાંબા સમય સુધી સાચવી શકે છે.

વાયરલેસ રિવર્સ ચાર્જિંગ વગેરે નો ઉપીયોગ ન કરવો જોઈએ

વાયરલેસ રિવર્સ ચાર્જિંગ એ એક આપણ ને સુવિધા આપવા માં આવેલ છે અને તેનો ઉપીયોગ જરૂરિયાત ના સંજોગો ની અંદર જ કરવો જોઈએ. અને હંમેશા આ ફીચર નો ઉપીયોગ નો ઉપીયોગ કરવા થી તમારા ફોન ની બેટરી ને અસર થાય છે.

અનઓથોરાઈઝડ ચાર્જિંગ કેબલ દ્વારા ચાર્જ કરવો નહિ

તમારા સ્માર્ટફોન ને ચાર્જ કરવા માટે કોઈ પણ એડોપટર અથવા કેબલ નો ઉપીયોગ કરવો જોઈએ નહિ. આ પ્રકાર ના ચાર્જર થી તમારી બેટરી ને ગરમ કરી શેક છે અને તેના કારણે તે બેટરી ની લાઈફ ને અસર થાય છે.

તમારા ફોન ને ખરાબ ક્વોલિટી વાળા પાવરબેન્ક ની સાથે જોડો નહિ

જયારે પણ તમે પાવરબેન્ક નો ઉપીયોગ કરો છો ત્યારે તેની બ્રાન્ડ અને પાવર રેટિંગ ને જરૂર થી ચેક કરવા જોઈએ. અને તમારા ફોન ને ચાર્જ કરવા માટે ખરાબ ક્વોલિટી વાળા પાવર બેન્ક નો ઉપીયોગ કરવો જોઈએ નહિ.

જે એપ નો ઉપીયોગ ના થતો હોઈ તેને ડીલીટ કરો અને બેકગ્રાઉન્ડ રિફ્રેશ ને ઓફ કરો

બેટરી લાઈફ ને વધારવા માટે જે એપ્સ નો ઉપીયોગ ન થતો હોઈ તેને ડીલીટ કરો અને સેટિંગ્સ ની અંદર જય અને બેકગ્રાઉન્ડ એપ રિફ્રેશ ને ઓફ કરો.

Best Mobiles in India

Read more about:
English summary
Smartphone’s Battery Life Going Down? Here Are 10 Things To Do To Extend Battery Life.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X