Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 634 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
આ મહિનાથી મોંઘા થઈ જશે સ્માર્ટફોન, જાણો શું છે કારણ
જો તમે નવો સ્માર્ટફોન લેવાનું વિચારી રહ્યા છો, તો હાલ તમારા માટે સારો સમય છે. કારણ કે જૂન મહિના બાદ જો તમે સ્માર્ટફોન ખરીદશો, તો તમારે વધારે કિંમત ચૂકવવી પડી શકે છે. જી હાં, મેમરી ચિપની કિંમતોમાં વધારો થવાને કારણે અને ચાઈનીઝ કરન્સી યુઆન વધુ મજબૂત થવાને કારણે જૂનના ક્વાર્ટર સુધીમાં ફોનની કિંમતોમાં વધારો જોવા મળી શકે છે. સ્માર્ટફોન કંપનીઓ પોતાના ગ્રાહકોને ઝટકો આપતા ફોનની કિંમતમાં 10થી 15 ટકાનો વધારો કરી શકે છે.

ETના રિપોર્ટ્સ મુજબ જૂન ક્વાર્ટરથી સ્માર્ટફોનની કિંમતમાં વધારો જોવા મળી શકે છે. જો કે એક્ઝેક્ટલી આ ભાવ વધારો કેટલા ટકાનો હશે, તે હજી સુધી જાણી નથી શકાયું. તમને જણાવી દઈએ કે વર્ષનું બીજું ક્વાર્ટર 1 એપ્રિલથી શરૂ થાય છે, આ જ ક્વાર્ટર દરમિયાન સ્માર્ટફોનની કિંમત વધી શકે છે. આગળ તમને જણાવ્યું તે પ્રમાણે સ્માર્ટફોનની કિંમતમાં વધારો થવું કારણ ચાઈનીઝ કરન્સી અને ચિપની કિંમત વધવાનું છે.
તમને જણાવી દઈએ કે ચાઈનીઝ કરન્સી યુઆન જૂન 2023માં 11.21 રૂપિયાના સ્તરે હતી, જે ડિસેમ્બર 2023માં વધીને 12.08 રૂપિયા સુધી પહોંચી ગઈ છે. આ વધારાને કારણે મેમરી ચિપની કિંમતોમાં પણ વધારો થવાની શક્યતા છે. એટલે સ્માર્ટફોનનું પ્રોડક્શન કરવાની કોસ્ટ પણ વધશે, છેલ્લે કંપનીઓએ સ્માર્ટફોનની કિંમતમાં પણ વધારો કરવો પડશે.
જો કે કેન્દ્ર સરકારે 2024ના બજેટમાં મેક ઈન ઈન્ડિયા પર ફોકસ કર્યું છે. જેને કારણે સ્માર્ટફોન ઈન્ડસ્ટ્રીને પણ ઘણો ફાયદો થશે. સરકારે કમ્યુનિકેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ સારુ કરવા માટે બજેટમાં વધારો પણ કર્યો છે. જો કે સામે ચાઈનીઝ કરન્સી મજબૂ થવાને કારણે ભારતીય સ્માર્ટફોન ઈન્ડસ્ટ્રીમાં ચીનથી ઈમ્પોર્ટ થનારા કોમ્પોનેન્ટ્સ માટે પહેલાની સરખામણીમાં વધુ પૈસા ખર્ચવા પડી શકે છે.
રિપોર્ટ્સ મુજબ વચગાળાના બજેટ પહેલા જ સરકારે મોબાઈલ ફોનના પાર્ટ્સ પર લાગતી ઈમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે. એટલે હાલ પૂરતી તો ફોનની કિંમતમાં ઘટાડો થવાની શક્યતા છે. જો કે, બજેટ રજૂ થઈ ગયાના એક સપ્તાહ બાદ પણ હજી સુધી એક પણ મોબાઈલ મેન્યુફેક્ચરર કંપનીએ મોબાઈલ કિંમતમાં વધારા ઘટાડાની કોઈ જાહેરાત નથી કરી.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications