Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 635 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Smartphone થઈ જશે મોંઘા, ચીનના આ નિર્ણયની પડશે અસર
જો તમે પણ નવો સ્માર્ટફોન લેવાનું વિચારી રહ્યા છો, તો આ આર્ટિકલ ખાસ વાંચી લેજો. ટૂંક સમયમાં જ સ્માર્ટફોનની કિંમતમાં વધારો થઈ શકે છે. ટેક માર્કેટના નિષ્ણાતોએ આગામી સમયમાં સ્માર્ટફોનના ભાવમાં વધારો થવાની ચેતવણી ઉચ્ચારી છે. મેમરી ચીપની વધેલી કિંમત અને ચીની યુઆન મજબૂત થવાને કારણે સ્માર્ટફોનની કિંમતમાં વધારો થવાની શક્યતા છે.
માર્કેટ રિસર્ચ ફર્મ ટ્રેન્ડફોર્સે DRAM એટલે કે મેમરી ચિપની કિંમતમાં વધારો થવાનો અહેવાલ છાપ્યો છે. સેમસંગ અને માઈક્રોન જેવા મુખ્ય સપલ્યાર દ્વારા આગામી ત્રિમાસિક ગાળામાં ફોનની કિંમતમાં 15થી 20 ટકાનો વધારો થવાની શક્યતા છે. DRAM એટલે કે મેમરી ચિપની અછત સર્જાવાને કારણે આ ભાવવધારો થઈ રહ્યો છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો વધતો ઉપયોગ અને હાઈ પર્ફોમન્સ કમ્પ્યુટિંગના વધતા ઉપયોગની સાથે સાથે સ્માર્ટફોન અને કમ્પ્યુટર માર્કેટમાં પણ ભાવ વધારો જોવા મળશે.

ચીની કરન્સી મજબૂત થવાની પણ અસર
ચીનની કરન્સી યુઆન મજબૂત થવાને કારણે પણ સ્માર્ટફોનની કિંમતમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. યુઆન જૂન 2023માં 11.32 રૂપિયાના સૌથી નીચા સ્તરથી ડિસેમ્બરમાં 12.08 રૂપિયા પર પહોંચ્યો હતો. જે 6.7 ટકાનો વધારો છે. ડિસેમ્બર બાદ ફરી ચીની યુઆનના ભાવમાં વધારો થયો છે. આની સીધી અસર સ્માર્ટફોન બ્રાન્ડઝ પર પડે છે, કારણ કે તેઓ ચીની કમ્પોનેન્ટ પર વધારે પડતો આધાર રાખે છે. તેમની આયાત મોંઘી થવાને કારણે પણ સ્માર્ટફોનની કિંમત વધી શકે છે.
કપાતમાં આસંિક રાત
સારી વાત એ છે કે વચગાળાના બજેટમાં મોબાઈલ ફોન પાર્ટ્સ પર હાલમાં આયાત દરમાં ઘટાડો કરવામાં આવ્યો હતો, જેને કારણે થોડી ઘણી રાહત મળી શકે છે. પરંતુ મેમરી ચિપની કિંમતમાં થયેલા વધારા છતાંય આ કપાતની રાહત પ્રોડક્શનમાં થતા ખર્ચાને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
ગ્રાહકોને શું પડશે અસર?
માર્કેટ નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે સ્માર્ટફોનની ઉંચી કિંમતો ગ્રાહકોની માગ ઓછી કરી શકે છે, જે માર્કેટ હજી હમણાં જ રિકવર તવાનું શરૂ થયું છે. આ માગ ઓછી થતી અટકાવવા માટે કંપનીઓ કિંમત વધારવાના બદલે ફોનમાં ઓછી મેમરી અને સ્ટોરેજ આપવાનો રસ્તો અપનાવી શકે છે. એટલે કે 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ જેવી સુવિધાઓ સીમિત થઈ શકે છે, જે હાલ 10 હજાર રૂપિયાના ફોનમાં પણ અવેલેબલ છે.
મેમરી ચીપનો ખર્ચ વધવાને કારણે 10 હજાર રૂપિયા કે તેથી ઓછી કિંમતના સેગમેન્ટમાં 5જી સ્માર્ટફોન આપવામાં મુશ્કેલી સર્જાશે. જેને કારણે સસ્તા સ્માર્ટફોન સપનું બની જશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications